Murder/ સુરતમાં પતિએ પત્ની ત્રાસથી કંટાળી કરી હત્યા, મૃતદેહ અગાશી પર મુકીને થયો ફરાર

સુતમાં પતિએ પત્નીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પત્નીના ત્રાસથી કંટાળીને પતિએ પત્નીની હત્યા કરી લાશ અગાશીમાં મુકી ફરાર થઇ ગયો હતો.

Top Stories Surat
a 65 સુરતમાં પતિએ પત્ની ત્રાસથી કંટાળી કરી હત્યા, મૃતદેહ અગાશી પર મુકીને થયો ફરાર

ગુજરાતમાં સ્ત્રીઓની સાથે થઈ રહેલ શારીરિક તથા માનસિક અત્યાચારની સાથે જ  હત્યાની ઘટનાઓમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. આવામાં જો સ્ત્રી જ પુરુષને ત્રાસ આપતી હોવાનું સામે આવ્યું છે. જેનો અંજામ કરુણ આવ્યો છે. આપને જણાવી દઈએ કે, સુતમાં પતિએ પત્નીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પત્નીના ત્રાસથી કંટાળીને પતિએ પત્નીની હત્યા કરી લાશ અગાશીમાં મુકી ફરાર થઇ ગયો હતો.  પત્નીને ગળેફાંસો આપી લાશ કોથળામાં ભરી અગાસી પર મૂકી દીધી હતી. ફરાર પતિની પોલીસે શોધખોળ આદરી છે.

મળતી માહિતી અનુસાર, સુરતનાં પુણા વિસ્તારમાં આવેલ મુક્તિધામ સોસાયટીમાં રહેતા એક મકાનના ટેરેસ પરની રૂમમાં રહેતા લક્ષ્મણ લિંબારામ ચૌધરીના લગ્ન કૌશલ્યા નામની યુવતીની સાથે થયા હતા.

તેઓ કુલ 3 મહિના અગાઉ જ રાજસ્થાનથી સુરતમાં રહેવા માટે આવ્યા હતા. લક્ષ્મણભાઇએ લગ્ન કરવા માટે રાજસ્થાનના એક દલાલને કુલ 3 લાખ રૂપિયા આપ્યા હતા તેમજ ત્યારબાદ લગ્ન કર્યા હતા. જો કે, લગ્નના બીજા દિવસથી પત્ની કૌશલ્યાનો ત્રાસ સતત વધતો ગયો હતો.

આ પણ વાંચો : કોરોના વોર્ડમાં ફરજ બનાવતી નર્સનો PPE કિટ પહેરેલી હાલતમાં મળ્યો મૃતદેહ, હત્યાની આશંકા

નાની-નાની વાતોમાં ઝઘડા કરીને પતિ લક્ષ્મણને માનસિક ત્રાસ આપી રહી હતી. આની સાથે જ  ઘણીવાર ઘર મુકીને બીજે કઈક ભાગી જશે તેવી ધમકી આપતી હતી. લગ્ન થયા ત્યારથી જ પત્ની કૌશલ્યા વારંવાર ઝઘડો કરીને ઘર છોડીને ભાગી જવાની ધમકી આપતી હતી.

પત્નીના ત્રાસથી કંટાળીને છેવટે લક્ષ્મણે પત્નીને ગળે ટૂંપો આપીને હત્યા કરી નાંખી હતી. ત્યારબાદ પત્નીનાં મૃતદેહને કોથળામાં પુરીને ઘરમાં જ મુકી દઇને લક્ષ્મણ ભાગી ગયો હતો. 24 કલાક મૃતદેહ પડી રહેતા દુર્ગંધ આવવાનું શરૂ થઇ ગયુ હતુ. મકાનમાં નીચે રહેતા પાડોશીએ શુક્રવારે બપોરના સમયે પોલીસને જાણ કરતા પોલીસનો સ્ટાફ દોડી આવ્યો હતો. પોલીસ તપાસમાં પતિએ આ પગલું ભર્યું હોવાની શંકા ઉપજી હતી. મૂળ રાજસ્થાનનો રહેવાસી લક્ષ્મણ ચૌધરી મધ્ય પ્રદેશની રહેવાસી કૌશલ્યા સાથે ત્રણ મહિના પહેલા જ રહેવા આવ્યો હતો. જોકે બંને વચ્ચે બનતું ન હોય સતત ઝઘડા થતા રહેતા હતા.

આ પણ વાંચો : છોટાઉદેપુર : ડુંગરવાંટ ગામે એક મકાનમાં અચાનક લાગી આગ, બધી ઘરવખરી બળીને ખાખ

પોલીસ પ્રાથમિક તપાસ મુજબ, પતિએ એક દલાલ મારફત ત્રણ લાખ ચૂકવી પરણિતા સાથે લગ્ન કર્યા હતા. જો કે પરિણીતા સતત ઘરે જતી રહેવાની વાત કરતી હતી આથી પતિએ તેને ગળો ટૂંપો આપીને તેની હત્યા કરી લાશ કોથળામાં ભરી અગાસી પર નાંખી દીધી હતી.

આ પણ વાંચો : સરાગામે દંપતીએ સજોડે ખાધો ગળેફાસો, આત્મહત્યાથી સમગ્ર પંથકમા ચકચાર

તપાસ દરમિયાન કૌશલ્યાના મૃતદેહ પાસેથી એક ચિઠ્ઠી પણ મળી આવી હતી. જેમા એ વાતનો ઉલ્લેખ હતો કે રૂપિયા 3 લાખ દલાલને ચૂકવી તેને કૌશલ્યા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ પણ ઘર કંકાસ અવારનવાર થયા કરતો હતો. આટલુ ઓછું હોય તેમ ઘરેથી ભાગી જવાનો પણ પ્રયાસ કર્યો હતો. જેથી તેને કૌશલ્યાની હત્યા કરી હોવાનો વાતનો ઉલ્લેખ ચિઠ્ઠીમા કર્યો હતો. પોલીસે આસપાસના સીસીટીવી ફુટેજ ચેક કરતા ઘર પાસેથી લક્ષ્મણ ભાગતા નજરે પડયો હતો. જેથી પોલીસે હાલ લક્ષ્મણ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી મૃતદેહને સ્મીમેર હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…