હત્યારો પતિ/ સુરતમાં લગ્નના 6 મહિનામાં પતિએ કરી નાંખી પત્નીની હત્યા, કારણ જાણીને રહી જશો દંગ

ઓલપાડ તાલુકાના કિમ ગામે 22 વર્ષીય પરપ્રાંતીય પરિણીતાની પતિએ ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી દેતાં ચકચાર મચી હતી. લગ્નના 6 મહિનામાં જ ઘટના બનતા ચકચાર મચી છે.

Gujarat Surat
પત્નીની હત્યા

સુરતમાં હત્યાનો સિલસિલો યથવાત જોવા મળી રહ્યો છે. અહીં લોકો નજીવી બાબતે લોકોને મોતને ઘાટ ઉતારવા પર ઉતરી આવે છે. ત્યારે આવામાં સુરતમાં પતિએ જ પત્નીની હત્યા કરી હોવાની વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. ઓલપાડ તાલુકાના કિમ ગામે 22 વર્ષીય પરપ્રાંતીય પરિણીતાની પતિએ ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી દેતાં ચકચાર મચી હતી. લગ્નના 6 મહિનામાં જ ઘટના બનતા ચકચાર મચી છે. લગ્નગાળાના ટૂંકા સમયમાં ઝઘડા શરૂ થયા હતા.  જણાવીએ કે, પત્નીને મોત ઘાટ ઉતારી ભાગતો હત્યારો પતિ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. હત્યારો પતિ સાયકલ લઈને ભાગતો હોવાનું નજરે ચડ્યું છે. હત્યારો પતિ સાયકલ થોભાવી કમરે પટ્ટો બાંધી રહ્યો છે. પોલીસે સીસીટીવી ના આધારે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :વડોદરાના આ સ્થળે ડેપ્યુટી મેયર સહિતના અધિકારીઓ પર થયો હુમલો, પોલીસ દ્વારા કરાઈ કડક કાર્યવાહી

લગ્નના 6 મહિનાના જ પતિએ કરી પત્નીની હત્યા 

આ મામલે મળતી માહિતી અનુસાર, સુરતના કીમ ગામમાં પરિણીત યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવતા પોલોસ દોડતી થઈ ગઈ છે. પંચવટી સોસાયટીમાં 22 વર્ષીય પરપ્રાંતિય યુવતીની હત્યા પાછળનું કોઈ જ કારણ જાણી શકાયું નથી. જોકે, યુવતીના પરિવારજનોએ ઘરજમાઈ તરીકે રહેતા પતિએ જ હત્યા કરી હોવાના આક્ષેપ કર્યા છે. જ્યારે પતિ પણ ઘરને તાળું મારી ભાગી ગયો છે.

સોમવાર વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ કિરણબેનના પિતાએ તેના પતિને સાઇકલ લઈ બહાર જતા જોયા બાદ દીકરીના રૂમ તરફ જોતાં બહારથી તાળું મારેલું હતું. કંઈક અજુગતું જણાતાં પિતાએ પડોશીઓને જાણ કરી હતી. તેમણે રૂમની બારી ખોલીને જોતાં દીકરી કિરણ નિશાદ પલંગ પર પડેલી હતી.મૃતકની છાતીમાં ચપ્પુના ઘા હતા. બાદમાં તકિયાથી મોઢું દબાવી પત્નીને મોતને ઘાટ ઉતારી સાઇકલ લઈ ભાગી છૂટ્યો હતો.હાલ તો પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ આદરી છે.

પોલીસે જણાવ્યું હતું કે મૃતક કિરણ ગોડના 6 મહિના પૂર્વે જ લગ્ન થયાં હતા. હત્યા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી કરવામાં આવી છે. પતિએ જ રાત્રી દરમિયાન હત્યા કરી હોવાનો મૃતક યુવતીના પરીવારજનોનો આક્ષેપ કર્યો છે. હત્યા કર્યા બાદ પતિ ઘરને તાળું મળી ભાગી ગયો છે. હાલ કીમ પોલીસે ઘટના સ્થળે જઇ તપાસ હાથ ધરી છે.

હત્યારા પતિને પકડવા એલસીબીના 12 અને એસઓજીના 8 પોલીસકર્મી મળી 20 પોલીસકર્મીએ દિવસભર વિસ્તારમાં સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. ત્યારે વિસ્તારમાં 9 જેટલા સીસીટીવી ચેક કરતાં હત્યારો સીસીટીવીમાં ઝડપાઇ ગયો હતો, જેમાં એક સોસાયટીના કેમેરામાં હત્યારો સાઇકલ થોભાવી કમરે પટ્ટો બાંધતો સ્પષ્ટ નજરે પડતાં પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો : નડિયાદના નાનકડા એવા મહુધામાં લગ્નેત્તર સંબંધનો ભાંડો ફૂટ્યો, જાણો શું છે ઘટના

આ પણ વાંચો :મોટા ગામે દલિત યુવકના પરિવારે લગ્ન પ્રસંગમાં માથે સાફો બાંધતાં ટીખળખોરોએ કર્યો પથ્થરમારો

આ પણ વાંચો :વાડીએ કામ કરતા બે પિતરાઈ ભાઈનું કરંટ લાગતા મોત, પરિવાર ઘેરા આઘાતમાં

આ પણ વાંચો :ભુવાએ મહિલા પર આચર્યું દુષ્કર્મ, અંધશ્રદ્ધાની આડમાં કર્યું કૃત્ય