અકસ્માત/ વાંકાનેરના કણકોટ પાસે કાર કુવામાં ખાબકતાં અમદાવાદ પરિવારના ચાર સભ્યોના મોત

કૂવામાં કાર ખાબકતા એક જ પરિવારના બે મહિલા અને બે બાળકો સહિત ચારના ઘટના સ્થળે મોત નિપજયા હતા તો પરિવારના બે સભ્યોનો બચાવ થયો હતો

Gujarat
accident 2 વાંકાનેરના કણકોટ પાસે કાર કુવામાં ખાબકતાં અમદાવાદ પરિવારના ચાર સભ્યોના મોત

વાંકાનેર તાલુકાના કણકોટ ગામ પાસે કૂવામાં કાર ખાબકતા એક જ પરિવારના બે મહિલા અને બે બાળકો સહિત ચારના ઘટના સ્થળે મોત નિપજયા હતા તો પરિવારના બે સભ્યોનો બચાવ થયો હતો અકસ્માત બાદ કારચાલક નાસી ગયો હતો પોલીસ કાર ચાલક સામે ગુનો નોધી તેણે ઝડપવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની મળતી વિગત મુજબ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા રતિભાઈ ભવનભાઈ પ્રજાપતિ ( ૬૯ ) ઇકો કાર નંબર જીજે એચ ઝેડ ૧૪૫૩ ના ચાલકની સામે ફરિયાદ નોંધાવી છે કે વાંકાનેર તાલુકાના કણકોટ ગામના પાટિયા પાસે કાર ચાલકને ઝોકું આવતા પોતાની કાર રોડની સાઈડમાં નીચે ઉતારી દેતાં કાર કુવામાં ખાબકી હતી જેથી કારમાં બેઠેલ ફરિયાદની પત્ની મંજુલાબેન રતિલાલભાઈ પ્રજાપતિ (૬૦) ,પુત્રવધૂ મીનાબેન દિનેશભાઈ પ્રજાપતી(૪૩) ,પૌત્ર આદિત્ય દિનેશભાઈ પ્રજાપતિ ( ૧૬) અને પૌત્ર દિનેશભાઈ પ્રજાપતિ (૭) ના ઘટનાસ્થળે જ મોત નિપજયા હતા

જયારે ઘટનામાં ફરીયાદી રતિભાઈ અને તેના પુત્ર દિનેશભાઈ પ્રજાપતિ નો બચાવ થયો હતો.વધુમાં મળતી વિગત મુજબ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા રતિભાઈ પ્રજાપતિ અને તેનો પરિવાર દિવાળીની રજા હોવાથી ગત તારીખ ૫ ના રોજ ફરવા માટે નીકળ્યો હતો અને સોમનાથ દ્વારકા દર્શન કરીને પરત મોરબી ના મકનસર ગામે સંબંધી રહેતા હોય તેમના ઘરે આવતા હતા પણ સતત કાર ચાલવાન કારણે ઇકો કારના ચાલકને ઝોકું આવી જતાં તેની કાર રોડની સાઈડમાં નીચે ઉતરી ગઈ હતી અને રોડની બાજુમાં આવેલ કુવાની અંદર કાર ખાબકી હતી.એક જ પરિવારના ચાર સભ્યોના ઘટના સ્થળેજ મોત નિપજતા પ્રજાપતિ પરિવારમાં શોકમાં ગરકાવ થયો છે અને કાર ચાલકને ઝડપવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.