Not Set/ હૈદરાબાદ ગેંગરેપ-હત્યા/ CM કેસીઆરે તોડી ચુપ્પી, હવે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલશે કેસ

તેલંગાણામાં મહિલા ડૉક્ટરની સાથે નિર્દયતાથી સમગ્ર રાષ્ટ્ર ગુસ્સામાં છે. મહિલા પશુચિકિત્સા સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને આગનાં હવાલે કરી તેની હત્યા કરવામાં આવી હતી, આરોપીઓને ફાંસી આપવાની માંગ ઝડપથી વધી રહી છે. વળી આ ઘટનાનાં ચાર દિવસ બાદ તેલંગાણાનાં મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે પહેલીવાર મૌન તોડ્યું છે. મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે આ ઘટના અંગે […]

Top Stories India
images 53 હૈદરાબાદ ગેંગરેપ-હત્યા/ CM કેસીઆરે તોડી ચુપ્પી, હવે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલશે કેસ

તેલંગાણામાં મહિલા ડૉક્ટરની સાથે નિર્દયતાથી સમગ્ર રાષ્ટ્ર ગુસ્સામાં છે. મહિલા પશુચિકિત્સા સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને આગનાં હવાલે કરી તેની હત્યા કરવામાં આવી હતી, આરોપીઓને ફાંસી આપવાની માંગ ઝડપથી વધી રહી છે. વળી આ ઘટનાનાં ચાર દિવસ બાદ તેલંગાણાનાં મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે પહેલીવાર મૌન તોડ્યું છે.

મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે આ ઘટના અંગે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવાની જાહેરાત કરી હતી. વળી કેસીઆરે આ કેસમાં જવાબદાર અધિકારીઓને મહિલા ડૉક્ટર સાથે ગેંગરેપ અને હત્યાનાં કેસમાં ઝડપથી તપાસ કરવા સૂચના આપી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે ગુનેગારોને વહેલી તકે સજા કરવામાં આવશે. તેમણે 25 વર્ષીય મહિલા ડૉક્ટર પર ગેંગ રેપ અને મર્ડર કેસને ભયાનક ગણાવી તેના પર ઉંડી વ્યથા વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સરકાર પીડિતનાં પરિવારને તમામ શક્ય સહાય પૂરી પાડશે.

વળી તેલંગાણામાં મહિલા ડૉક્ટરની સાથે હેવાનિયતને જોયા બાદ લોકોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. લોકોએ સોશિયલ મીડિયા પર જોરદાર પ્રતિક્રિયા આપી છે. વળી કોંગ્રેસ આ મામલો આજે સંસદમાં ઉઠાવશે. કોંગ્રેસનાં સાંસદ રેવંત રેડ્ડી આજે લોકસભામાં હૈદરાબાદનાં ડૉક્ટર પર થયેલી હેવાનિયતનાં મામલાને ઉઠાવશે. તેલંગાણા ગેંગ રેપ અને મર્ડર કેસ મામલે ભાજપનાં સાંસદો આજે પીએમ મોદીને પણ મળશે.

ઉલ્લેખનીય છે કે, સીએમ કેસીઆરે આ ઘટના અંગે તેલંગાણામાં જન્મેલા તણાવ વચ્ચે હાઈપ્રોફાઈલ લગ્નમાં હાજરી આપી હતી. મુખ્યમંત્રીએ તેમના એક ધારાસભ્યની પુત્રીનાં હાઇ પ્રોફાઇલ લગ્નમાં હાજરી આપી હતી, પરંતુ પીડિતાનાં પરિવારને મળ્યા ન હોતા, જેને લઇને વિપક્ષે કેસીઆરને ઘેરી લીધા હતા. આપને જણાવી દઈએ કે હૈદરાબાદ નજીક સાઇબરાબાદમાં મહિલા પશુચિકિત્સ સાથે 4 શખ્સોએ ગેંગરેપ કર્યા બાદ તેને જીવતી જ સળગાવી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.