Not Set/ ઉતર કોરીયાના તાનાશાહ કિમ જોંગની EX-ગર્લફ્રેન્ડ, જોવા મળી આ દેશમાં

ખુબ જ ક્રૂર ઉતર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની એક્સ ગર્લફ્રેન્ડ હાલ પડોસી દેશ દક્ષિણ કોરિયામાં જોવા મળી હતી. આ છોકરીનું નામ હિયોન સાંગ વોલ છે. જે દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલમાં છે. હિયોન સાંગ વોલને મસાલા ગર્લ તરીકે પણ ઓળખવામાં આવે છે. હિયોને મસાલા ગર્લ નામ અટલે પડ્યું છે કે તે ‘સ્પાઈસી ગર્લ્સ’ નામથી એક […]

World

ખુબ જ ક્રૂર ઉતર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની એક્સ ગર્લફ્રેન્ડ હાલ પડોસી દેશ દક્ષિણ કોરિયામાં જોવા મળી હતી. આ છોકરીનું નામ હિયોન સાંગ વોલ છે. જે દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલમાં છે.

હિયોન સાંગ વોલને મસાલા ગર્લ તરીકે પણ ઓળખવામાં આવે છે. હિયોને મસાલા ગર્લ નામ અટલે પડ્યું છે કે તે ‘સ્પાઈસી ગર્લ્સ’ નામથી એક બેન્ડપાર્ટી ચલાવતી હતી. તેનું બેન્ડપાર્ટી નોર્થ કોરિયામાં ખુબ જ ફેમેસ હતું.

અફવાઓ એવી છે કે તાનાશાહ કિમ જોંગની ગર્લફ્રેન્ડ દક્ષિણ કોરિયામાં વિન્ટર ઓલમ્પિકને જોવા માટે ગઈ છે. પણ હિકમતમાં આ ઓલમ્પિકમાં તે સ્પાઈસી ગર્લ બેન્ડ પર્ફોર્મન્સ માટે તેને બોલવવામાં આવી છે. મીડીયાએ તેની સાથે વાત કરવાની કોશિશ કરી પણ તે કોઈ પણ વાત કર્યા વગર ત્યાંથી નીકળી ગઈ.

હિયોન સાંગને કિમ જોંગની એક્સ ગર્લફ્રેન્ડ માનવામાં આવતી હતી. એવી ખબરો ફરતી થઈ હતી કે તાનાશાહે હિયોન પર ફાયરીંગ કરાવડાવીને તેની હત્યા કરાવડાવી દીધી હતી. પણ આ ખબર અફવા સાબિત થઈ હતી.