Gaza-Israel war/ I am alive… સોશિયલ મીડિયા પર પ્રખ્યાત ઇઝરાયેલની ‘વંડરવુમને’ ફેન્સને કહ્યું

ઇઝરાયલની ભૂતપૂર્વ પોલીસ કોમ્બેટ ઓફિસર નતાલિયા ફેવીવ ‘ઈઝરાયલી ફેન્ટસી ગર્લ’ તરીકે પ્રખ્યાત છે. ઇઝરાયલના સંરક્ષણદળમાં સામેલ નતાલિયાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.

Top Stories World
Natalia Fadeev

ઇઝરાયલની ભૂતપૂર્વ પોલીસ કોમ્બેટ ઓફિસર નતાલિયા ફેવીવ ‘ઈઝરાયલી ફેન્ટસી ગર્લ’ તરીકે પ્રખ્યાત છે. સોશિયલ મીડિયામાં નતાલિયા ગન વાઈકુ (Gun Waifu)ના નામથી જાણીતી છે. ઇઝરાયલના સંરક્ષણદળ ((IDF))માં નતાલિયા સામેલ થઈ છે. નતાલિયાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જેના બાદ સોશિયલ મીડિયામાં અટકળો શરૂ થઈ હતી. હાલમાં નતાલિયા ફેવીવએ ટ્વીટ કરી ફેન્સને કહ્યું ‘હું જીવિત છું’. તેમ જણાવી નતાલિયાએ પોતાનો લશ્કરી પોશાકમાં ફોટો પોસ્ટ કર્યો. ઇઝરાયલની આ ગર્લ સૈનિકે પોસ્ટ કરી છે કે તેણે હમાસને ગ્રહ પરથી “ભૂંસી નાખવાની” શપથ લીધી છે.

wonder women israel

નતાલિયા ફેવીવ નિયમિતપણે સોશિયલ મીડિયા ફોટો પોસ્ટ કરે છે. અગાઉ પણ નતાલિયાએ મિલિટરી યુનિફોર્મમાં પોઝ આપતો ફોટો પોસ્ટ કરતા કમેન્ટ બોક્સ લગ્નની દરખાસ્તથી ભરાઈ ગયું હતું. ઉલ્લેખનીય છે કે યુક્રેન અને રશિયા બાદ હમાસ અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ છેડાયું છે. હમાસે ઇઝરાયેલની નાગરિકોને બંધક બનાવતા ઇઝરાયલએ પણ પલટવાર કરતા બંને દેશો વચ્ચે સંઘર્ષ ફાટી નીકળ્યો છે. બંને દેશો વચ્ચે ચાલી રહેલ યુદ્ધમાં નાગરિકો પણ સામેલ થઈ રહ્યા છે.

ઇઝરાયલના સંરક્ષણદળમાં સામેલ થયેલ નતાલિયા પોસ્ટમાં લખે છે કે “આ યુદ્ધ નથી, આ માનવતા વિરુદ્ધ ગુનો છે”. જ્યારે બીજી પોસ્ટમાં લખે છે કે ભયંકર યુદ્ધ અને યુદ્ધમાંથી બચી ગયેલા લોકોની ફક્ત વાતો સાંભળી હતી પરંતુ આજે તે યુદ્ધની ભયનાકતાની સાક્ષી બની છે. તેણે એવી વસ્તુઓ નિહાળી છે જે તેને રાતે પણ જાગૃત રાખે છે. અન્ય એક પોસ્ટમાં હમાસ વિશે કહે છે કે તેઓ માનવતા વિરુદ્ધનું કૃત્ય કરી રહ્યા છે. આથી આપણે તેમને ભૂંસી નાખવાના છે, તેમનો નાશ કરવો પડશે.

નતાલિયા ફેવીવ ઇઝરાયલ સૈનિક છે. ગત અઠવાડિયે તેણે ટ્વીટ કર્યું હતું કે તેમને લાગે છે કે મને ઇન્સ્ટાગ્રામ પર પ્રતિબંધિત કરવાથી હું શાંત થઈશ? જો કે તેમની ઇચ્છા પૂર્ણ નહિ થાય. મારું ઇન્સ્ટા એકાઉન્ટ નિષ્ક્રિય કરવામાં આવ્યું છે. હાલ હું બેકઅપનો ઉપયોગ કરી રહું છું. મને “મૌન” કરવાનો તેમનો પ્રયાસ સફળ થશે નહિ. હું સોશિયલ મીડિયા પર પણ તેમની સાથે War (#StandsWithIsrael”) માટે તૈયાર છું. સાથે નતાલિયાએ દુશ્મનોના વિરોધવાદને છતી કરવા તેની પોસ્ટ શેર કરવા કહ્યું. તેમજ જરૂરી માહિતી આપવા તેને મેસેજ કરવા વિનંતી કરી”.


whatsapp ad White Font big size 2 4 I am alive... સોશિયલ મીડિયા પર પ્રખ્યાત ઇઝરાયેલની ‘વંડરવુમને’ ફેન્સને કહ્યું

આ પણ વાંચો : ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધનો આજે 11મો દિવસ, જાણો કેવી છે સ્થિતિ