Politics/ હું રાજકારણમાં સક્રિય જ રહેવાનો છું, ભાજપની જીત માટે કરીશ મહેનત : વજુભાઇ વાળા

મિશન 182 પૂર્ણ કરવાનો પ્રયાસ કરીશ. ચૂંટણીના પરિણામ બાદ હું મારી ભૂમિકા નક્કી કરીશ.

Gujarat Others
હું રાજકારણમાં સક્રિય જ રહેવાનો છું

રાજકોટમાં ભાજપનાં સિનિયર નેતા વજુભાઇ વાળાની કર્ણાટકનાં રાજ્યપાલે નિવૃત્તિ બાદ ફરી રાજકારણમાં સક્રિયતા વધતાં રાજકારણ ગરમાયું છે.અગાઉ રાજકોટમાં વજુભાઇ વાળાનાં નિવાસસ્થાને મહત્વની બેઠક મળી હતી.જેમાં જશાભાઇ બારડ સહિત કારડીયા રાજપૂત સમાજનાં અગ્રણીઓ એકઠા થયા હતા.આગામી 2022ની ચૂંટણીને લઇને કારડીયા સમાજને એકજૂથ કરવા અંગે સમાજસેવામાં વજુભાઇ સક્રિય ભૂમિકા ભજવશે..આ ઉપરાંત ઉમિયાધામની જેમ કારડીયા રાજપૂત સંગઠનનું ભવ્યાતિભવ્ય મંદિર સુરેન્દ્રનગર પાસે બનશે તેને લઇને અને ભાજપ સંગઠનને મજબુત કરવા હેતુ વજુભાઇ વાળાએ આ પ્રમાણે પ્રતિક્રિયા આપી હતી.

આ પણ વાંચો : ગુજરાતમાં ડેલ્ટા, ડેલ્ટા+ બાદ હવે કપ્પા વેરિયન્ટની એન્ટ્રી, નોંધાયા આટલા કેસ

તેમણે જણાવ્યું હતું કે, મિશન 182 પૂર્ણ કરવાનો પ્રયાસ કરીશ. ચૂંટણીના પરિણામ બાદ હું મારી ભૂમિકા નક્કી કરીશ. હું સંગઢનમાં રહીને કામ કરીશ, શાસનમાં રહીને નહીં. હું માર્ગદર્શક નહીં, કાર્યકર બનીને રહીશ. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી બનવાની મારી કોઈ ઇચ્છા નહીં. વિજયભાઈએ પોતાનું પર્ફોમન્સ બતાવ્યું છે. પાર્ટી સોંપશે એ કામ કરીશ.

રાજકોટમાં કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાને ત્યાં મહત્વની બેઠક મળી હતી. શુક્રવારે મોડી સાંજે વજુભાઇ વાળાના ઘરે મળેલી બેઠક સામાજિક એકતા સાથે રાજકીય શક્તિ પ્રદર્શનની મહત્વની રણનીતિ ધડાઈ. પૂર્વ મંત્રી અને અખિલ ગુજરાત કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ જશાભાઈ બારડ, માવજી ભાઈ ડોડીયા સહીત ગણતરીના અગ્રણીઓ હાજર રહ્યા હતા. ખોડલધામ જેવું જ કારડીયા રાજપૂત સમાજ દ્વારા ભવાની માતાજીનું મંદીર બનાવવાનો નિર્ણય લેવાયો છે.

આ પણ વાંચો :આમોદ નજીક ટ્રક ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતાં પિતા-પુત્રનું મોત

શક્તિની ભક્તિ સાથે સમાજ એકતાના આ મંદીર નિર્માણ સહીતનું સુકાન વજુભાઈ વાળાને સોંપાશે. લીંબડી હાઇવે પર સમાજનુ ભવ્ય ભવાની માતાજીનુ મંદીર નિર્માણ થશે.

એક તરફ વજુભાઈની સક્રિયતા તો બીજી તરફ સૂત્રોના જણાવ્યા અનુસાર, કારડિયા રાજપૂત સમાજની વિવિધ પેટાજ્ઞાતિઓ સાથે બેઠકો યોજી ભવાની માતાજીના મંદિર માટે સહમતી બાદ મંદિર માટે અમદાવાદ હાઈવે ઉપર દર્શન હોટલ સામે ખરીદવામાં આવેલી જમીન ઉપર જ સમસ્ત કારડિયા રાજપૂત સમાજનું એક વિશાળ સંમેલન યોજવાનું આયોજન છે. આગામી જાન્યુઆરી-2022 આસપાસ યોજાનારા આ સંમેલનમાં કારડિયા રાજપૂત સમાજ પોતાની રાજકીય દિશા નક્કી કરે તેવી સંભાવના છે.

મહત્વનું છે કે આગામી સમયામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે તેને લઈ બેઠકોને દોર ચાલી રહ્યો છે ગુજરાતમાં આ વખતે ભાજપ માટે કપરા ચઢાણ સાબિત થઈ શકે છે કેમ કે રાજ્યમાં અનેક નવા પક્ષો આ વખતે તમામ વિધાસભાની બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવાની જાહેરાત કરી ચુક્યા છે એવામાં ભાજપને બેઠકો ગુમાવવાનો ડર સતાવી રહ્યો છે ત્યારે પાર્ટીના અને પક્ષના મોટા નેતાઓને રાજકીય સ્થિતિ સુધારવાની કમાન સોંપવામાં આવી છે.

આ પણ વાંચો :દુધરેજ ગામના લોકોનો હોબાળો, સુવિધાઓની અછતની ઉઠી ફરિયાદ

જ્યારે જ્યારે ચૂંટણીના દિવસો નજીક આવે છે ત્યારે ત્યારે જ્ઞાતિ આધારિત ચોગઠા ગોઠવવાની શરૂઆત થઈ જાય છે. સૌરાષ્ટ્રમાં વર્ષોથી જ્ઞાતિ આધારિત ચૂંટણી થતી આવે છે. ખરા સમયે જ જ્ઞાતિના આગેવાનો મેદાનમાં આવી પોલિટિકલ પાર્ટીને પ્રેશર કરતા હોય છે.