Not Set/ કોરોનાનાં કારણે હું આપની વચ્ચે નથી પણ તમે ભાજપ સાથે રહેશો : મુખ્યમંત્રી વિજય રૂપાણીનું હોસ્પિટલમાંથી સંબોધન

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કોરોના સંક્રમિત થયા બાદ બીજી વખત તેમણે ગુજરાતની જનતાની ચિંતાને ધ્યાનમાં લઇને હોસ્પિટલમાંથી મીડિયા સમક્ષ સંબોધન કર્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે

Top Stories Gujarat
rupani in hospital 1 કોરોનાનાં કારણે હું આપની વચ્ચે નથી પણ તમે ભાજપ સાથે રહેશો : મુખ્યમંત્રી વિજય રૂપાણીનું હોસ્પિટલમાંથી સંબોધન

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કોરોના સંક્રમિત થયા બાદ બીજી વખત તેમણે ગુજરાતની જનતાની ચિંતાને ધ્યાનમાં લઇને હોસ્પિટલમાંથી મીડિયા સમક્ષ સંબોધન કર્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે “લોકોની પ્રાર્થનાને કારણે મારી તબિયત સુધારા પર છે. 21 તારીખે ગુજરાતની જનતાને મતદાન કરવા માટે અપીલ કરું છું.ભાજપની કેન્દ્ર સરકારે ગુજરાતના વિકાસના દરવાજા ખોલી દીધા છે. કોરોનાનાં કારણે હું આપની વચ્ચે નથી પણ તમે ભાજપ સાથે રહેશો તેવી આશા છે. ભાજપ અને વિકાસ બંને એકબીજાના પર્યાય બન્યા છે કેન્દ્ર સરકાર પણ મદદ કરી રહી છે હું ભાજપ વતી ભરોસો આપું છું કે તમારો મત એળે નહીં જવા દઉં.”

 

CM / સંવેદનશીલ મુખ્યમંત્રી પ્રત્યે રાજકોટવાસીઓની લાગણી છલકાઈ, પોસ્ટર દ્વારા પરોક્ષ હાજરી બતાવવાનો પ્રયાસ

આજે મુખ્યમંત્રીએ સૌપ્રથમ હોસ્પિટલમાંથી ગુજરાતની જનતાને સંબોધનમાં આભાર વ્યક્ત કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે મારી તબિયતને લઈને ચિંતિત સૌ કોઈનો હું આભારી છું. ગુજરાતની જનતા સાથે અડીખમ છે, તેમજ ચૂંટણી એક ઉત્સવ છે ત્યારે સૌ કોઈને મતદાન કરવા માટે અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે દરેક ચૂંટણીમાં લોકો ભાજપ સાથે ઊભા છે તો ભાજપ માટે સત્તા એ સેવા માટે છે. પ્રજાના વિશ્વાસને પરિપૂર્ણ કરવાની અમારી જવાબદારી છે. ગુજરાતના શહેરોના વિકાસ માટે ઉત્તમ થી સર્વોત્તમ તરફ આગળ વધી રહ્યા છે.

PM Modi / વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની 15 લાખ સમિતિને બિરદાવી, પેજ પ્રમુખોને લખ્યો પત્ર

કોંગ્રેસના રાજમાં ગુજરાતને અન્યાય થયો હતો. ત્યારે દિલ્હીમાં ગુજરાતના પનોતા પુત્ર છે તેમ કહી વડાપ્રધાન તરફ ઈશારો કર્યો હતો. તેમજ ગુજરાતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ થઈ રહી છે તેના માટે વડાપ્રધાનને શ્રેય આપ્યું હતું. કોરોનાનાં સમયમાં ભાજપની સરકારે ઉત્તમ કામગીરી કરી છે તેમજ રાજ્ય સરકાર તમામ ક્ષેત્રમાં સર્વાંગી વિકાસ કરી રહી છે. સાથોસાથ તેઓની સરકાર સંવેદનશીલતા સાથે કામગીરી કરી રહી હોવાનું પણ જણાવ્યું હતું.

Pride / મોરનાં ઇંડા ચીતરવા ન પડે, પિતા ભાજપના ઉમેદવાર, માતા મિસિસ ઇન્ડિયા ગુજરાત અને દીકરો બન્યો લીટલ સ્ટાર પ્રચારક

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…