@ભરત સુંદેશા, મંતવ્ય ન્યૂઝ – બનાસકાંઠા
આત્મનિર્ભર બનાવાની વાતો કરતી સરકાર વિદેશ પર નિર્ભર બની છે. પણ લોકોને હવે ખરેખર લાગી રહ્યુ છે કે આત્મનિર્ભર બનવુ જ પડશે. તેની શરૂઆત ડીસા તાલુકાના આસેડા ગામના લોકોએ શરૂ કરી દીધી છે. જેમણે એકઠા થઇને ગામની શાળામાં ઓક્સિજન સહીતની સારવાર મળી રહે તેવી સુવિધા ધરાવતી 40 બેડની હોસ્પિટલ શરૂ કરી દીધી. હાલના કોરોનાકાળમાં શહેર હોય કે ગામડું ચારે તરફ હોસ્પિટલો હાઉસફૂલ છે ત્યારે દર્દીઓને સારવાર આપવા માટે ગામલોકોએ જાતે જ વ્યવસ્થા ઉભી કરી દીધી છે. તંત્રની કોઇ પણ જાતની મદદ વિના અહી આસપાસના મળીને 100 થી વધારે લોકોને સારવાર આપવામાં આવી રહી છે.
બનાસકાંઠામાં દિન-પ્રતિદિન કોરોના કહેર સાથે વાયરલ ફીવરના કેસ વધતા હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે ત્યારે લોકોને સારવાર ક્યાં કરાવી તેને લઈને સમસ્યા ઊભી થઈ છે સાથે હાલમાં ગ્રામીણ વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે ત્યારે ગ્રામીણ વિસ્તારના લોકોને શહેરોની હોસ્પિટલમાં સારવાર ન મળતા ગ્રામજનોની મદદથી હવે ગામડાઓની અંદર હોસ્પિટલો ઉભી કરવામાં આવી છે જેમાં ડીસાના આસેડા ગામે ગ્રામજનોએ ઘરે ઘરે ફરી ખાટલાઓ ભેગા કરી અને પ્રાથમિક શાળામાં 40 બેડની હોસ્પિટલ શરૂ કરી છે અને બે તબીબો દ્વારા રોજ આસેડા સહિત આસપાસના 100 વધુ દર્દીઓને સારવાર અપાઇ રહી છે, જોકે ગ્રામજનો દ્વારા ગામમાં દર્દીઓ માટે ઓક્સિજન ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે ડીસાના જુનાડીસામાં પણ કોરોના અને વાઇરલ ફીવરના દર્દીઓ વધતા ગ્રામજનો દ્વારા ગામમાં ટેન્ટ નીચે દર્દીઓને સારવાર આપવા માટે વ્યવસ્થા ઊભી કરી છે, જેમાં રોજ 200થી વધુ દર્દીઓને તમામ પ્રકારની સારવાર આપવામાં આવી રહી છે.
જો કે, ગામની અંદર ઓક્સિજન ની પણ વ્યવસ્થા મળી રહે તે માટેનું આયોજન પણ કરવામાં આવ્યું છે તો કેટલાક દર્દીઓ ઝાડ ઉપર બોટલો લગાવી અને સારવાર લઇ રહ્યા છે તો ક્યાંક પેન્ટ નીચે બોટલો લગાવીને સારવાર કરી રહ્યા છે તો ક્યાંક શાળાઓમાં સારવાર લઇ રહ્યા છે જોકે હાલમાં ગ્રામીણ વિસ્તારમાં કોરોના ના કેસ વધતા હવે ગ્રામજનોએ ગામમાં હોસ્પિટલ ઉભી કરી દીધી છે જો કે બનાસકાંઠાના અનેક ગામો એવા છે.
જ્યાં ગામની અંદર શાળાઓમાં ,પંચાયત ઘરોમાં, હોસ્પિટલ ઉભી કરીને દર્દીઓને સારવાર મળી રહે તે માટેનું આયોજન કર્યું છે.આસેડા ના ગ્રામજને જણાવ્યું હતું કે અમે ગ્રામજનોએ શાળા માં હોસ્પિટલ ઉભી કરી છે અને પ્રાઇવેટ ડોક્ટરો સારવાર આપી રહ્યા છે જે દર્દીઓનવ ઓક્સિજન ની જરૂર હોય તો એ પણ અમે ઓક્સિજન બોટલ લાવીને રાખેલ છે.
ગ્રામીણ વિસ્તારોમાં હાલ કોરોના નો રાફડો ફાટ્યો છે ત્યારે આસેડા ગામ માં ખાનગી તબીબ નું કહેવુ છે કે અમે એક દિવસ માં 100 જેટલા દર્દીઓને સરવાર આપીએ છીએ અને દર્દીને જરૂર જણાય તો 40 બેડ ની શાળા માં ઉભી કરેલી હોસ્પિટલ દાખલ રાખીને સારવાર આપીએ છીએ સાથે ફી પેટે કે પણ દર્દી આપે એ લઈને સાજા કરવાનો પયત્ન કરીયે છીએ.
ડીસામાં મોટાભાગની હોસ્પિટલો હાઉસફૂલ છે જેથી ગ્રામીણ વિસ્તારના દર્દીઓ ને સારવાર ન મળતાં આસેડા જુનાડીસા અને રાણપુર જેવા ગામોમાં હાલ ગામલોકો દ્વારા ખૂબ જ સારી વ્યવસ્થા ઊભી કરાઇ છે.જોકે તંત્ર અને સરકાર ની મદદ વગર દર્દીઓ ખૂબ સારી રીતે સારવાર લઈ રહ્યા છે.