Not Set/ મારા ક્ષેત્રમાં કોઇએ જાતિવાદની વાત કરી તો તેને માર પડશે :નીતિન ગડકરી

પુણે છેલ્લાં થોડા સમયથી એક પછી એક ચોંકાવનારા સ્ટેટમેન્ટ આપી રહેલાં મોદી સરકારાના વાહનવ્યવહાર મંત્રી નીતિન ગડકરીએ ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.પુણેમાં આયોજીત એક કાર્યક્રમમાં નીતિન ગડકરીએ કહ્યું કે મારા ક્ષેત્રમાં કોઇએ જાતિવાદની વાત કરશે તો તેની ધોલાઇ થશે. ગડકરીએ કહ્યું કે મેં કાર્યકર્તાઓને ચેતવણી પણ આપી છે કે જો કોઈ જાતિ અંગે વાત […]

Top Stories India Politics
nitin gadkari મારા ક્ષેત્રમાં કોઇએ જાતિવાદની વાત કરી તો તેને માર પડશે :નીતિન ગડકરી

પુણે

છેલ્લાં થોડા સમયથી એક પછી એક ચોંકાવનારા સ્ટેટમેન્ટ આપી રહેલાં મોદી સરકારાના વાહનવ્યવહાર મંત્રી નીતિન ગડકરીએ ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.પુણેમાં આયોજીત એક કાર્યક્રમમાં નીતિન ગડકરીએ કહ્યું કે મારા ક્ષેત્રમાં કોઇએ જાતિવાદની વાત કરશે તો તેની ધોલાઇ થશે. ગડકરીએ કહ્યું કે મેં કાર્યકર્તાઓને ચેતવણી પણ આપી છે કે જો કોઈ જાતિ અંગે વાત કરશે તો હું તેને માર મારીશ.

 

પિંપરી ચિંચવાડ વિસ્તારમાં પુનરોત્થાન સમરસતા ગુરુકુલમના કાર્યક્રમમાં નીતિ ગડકરીએ કહ્યું કે કહ્યું કે મારા ક્ષેત્રમાં જાતિવાદ માટે કોઇ જગ્યા નથી. તેમણે કાર્યકર્તાઓને ‘ચેતવણી’ પણ આપી દીધી છે.જે કોઇ આવું કરશે તેને માર પડશે.સમાજને આર્થિક અને સામાજિક સમાનતાના આધારે સાથ લાવવા જોઈએ. જેમાં જાતિવાદ અને સાંપ્રદાયકિતાની કોઈ જગ્યા ન હોવી જોઈએ.

નીતિન ગડકરીએ કહ્યું કે અમે જાતિવાદમાં વિશ્વાસ કરતા નથી. મને નથી લાગતું કે તમારે ત્યાં શું છે, પરંતું અમારા પાંચ જિલ્લામાં જાતિવાદની કોઇ જગ્યા નથી.જે લોકો જાતિવાદ ફેલાવે છે તે બધાને મેં ચેતવણી આપી દીધી છે.

નિતિન ગડકરીએ ગયા મહિને મુંબઇમાં એક કાર્યક્રમ દરમ્યાન નેતાઓને લઇને જે નિવેદન કર્યું હતું તેના કારણે પણ ખાસ્સો વિવાદ થયો હતો. તેમણે કહ્યું કે પ્રજાને સ્વપ્નો દેખાડનાર નેતા સારા લાગે છે પરંતુ સપના પૂરા નહીં થાય તો જનતા ધોલાઇ પણ કરે છે.