Not Set/ IAS રાજકુમાર ગુજરાતના નવા ગૃહસચિવ,સોમવારથી સંભાળશે ચાર્જ

રાજ કુમાર ગુજરાતના આગામી મુખ્ય સચિવ બની શકે છે. વર્તમાન મુખ્ય સચિવ પંકજ કુમાર મે 2022 માં નિવૃત્ત થાય છે. ડિસેમ્બર’22 માં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પંકજ કુમારને એક્સ્ટેંશન આપવામાં આવશે પરંતુ રાજ કુમારનું ઘર વાપસી સમીકરણો બદલી શકે છે.

Top Stories Gujarat
IAS Rajkumar

રાજ્યના નવા ગૃહસચિવ કોણ હશે તેને લઇ IAS બેડામાં અને સચિવાલયમાં  ખૂબ જ અટકળો ચાલી રહી હતી અને આખરે તેનો અંત આવ્યો છે.  કેન્દ્રમાંથી પરત ફરેલા રાજકુમાર ગુજરાતના નવા ગૃહસચિવ તરીકે સોમવારથી ચાર્જ સંભાળશે.

નોંધનીય છે કે, અત્યારે ગૃહસચિવની જગ્યા પર રાજીવ ગુપ્તા કાર્યભાર સાંભળી રહ્યા હતા.

IAS રાજકુમાર સેક્રેટરી ડિફેન્સ પ્રોડક્શન રાજ કુમાર કે જેઓ ગુજરાત કેડરના 1987 બેચના IAS છે, તેમને રાજ્ય સરકારની વિનંતી પર તેમને પાછા મોકલવામાં આવ્યા છે.

સૂત્રોનું કહેવું છે કે રાજ કુમાર ગુજરાતના આગામી મુખ્ય સચિવ બની શકે છે. વર્તમાન મુખ્ય સચિવ પંકજ કુમાર મે 2022 માં નિવૃત્ત થાય છે. અગાઉ એવું માનવામાં આવતું હતું કે ડિસેમ્બર’22 માં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પંકજ કુમારને એક્સ્ટેંશન આપવામાં આવશે પરંતુ રાજ કુમારનું ઘર વાપસી સમીકરણો બદલી શકે છે.

1987 બેચના IAS ઓફિસ, રાજ કુમારે આર્થિક બાબતોના વિભાગમાં સંયુક્ત સચિવ તરીકે, અગ્ર સચિવ, ગુજરાત સરકાર અન્ન અને પુરવઠા વિભાગમાં પણ સેવા આપી છે.

રાજ કુમાર ઉત્તર પ્રદેશના બદાઉનના છે અને તેણે IIT કાનપુરમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યું છે. તેણે ટોક્યોમાંથી પબ્લિક પોલિસીમાં માસ્ટર્સ પણ કર્યું છે. રાજ કુમાર 2015 થી દિલ્હીમાં છે. સંરક્ષણ ઉત્પાદન વિભાગમાં ફરજ  બજાવતા પહેલા કર્મચારી રાજ્ય વીમા નિગમના ડિરેક્ટર જનરલ તરીકે સેવા આપી હતી.

IAS Rajkumar