Not Set/ રાજ્યમાં 26 જેટલા સનદી અધિકારીઓની એકસાથે બદલી

રાજ્યમાં મોટા પાટે સંદી અધિકારીઓની બદલીનો ગંજીફો ચીપાયો  છે.  રાજ્યના ૨૬ જેટલા સનદી અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં નીચેના અધિક્જરીઓનો સમાવેશ થાય છે.

Top Stories Gujarat Others
transfer રાજ્યમાં 26 જેટલા સનદી અધિકારીઓની એકસાથે બદલી

રાજ્યમાં મોટા પાયે સનદી અધિકારીઓની બદલીનો ગંજીફો ચીપાયો  છે.  રાજ્યના ૨૬ જેટલા સનદી અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં નીચેના અધિકારીઓ સમાવેશ થાય છે.

પંકજ કુમાર IAS,  વિપુલ મિત્રા, ડો. રાજીવ કુમાર ગુપ્તા, અમરેન્દ્ર કુમાર રાકેશ, સુનયના તોમર, કમળ દયાની, મનોજ દાસ, મનોજ અગ્રવાલ, અરુણ કુમાર એમ. સોલંકી, મમતા વર્મા, સોનલ મિશ્રા, રમેશ ચાંદ મીના, હરિત શુક્લા, વિજય નેહરા, જયપ્રકાશ શિવહરે, રૂપવંતસિંઘ, પી. સ્વરૂપ , મનીષા ચંદ્રા, બન્છાનીધી પાની , હર્ષદ કુમાર રતિલાલ પટેલ, પોનું ગુમાટલા ભારથી, રણજીત કુમાર જે, શાલીની અગ્રવાલ, કેકે નિરાલા, એચ કે પટેલ, એસ.એ. પટેલ ની  ટ્રાન્સફર કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે  વિજય નહેર ને રૂરલ ડેવલોપમેન્ટ  માંથી સાયન્સ એન્ડ ટેકનોલોજી ડીપાર્ટમેન્ટ  સચિવાલ ખાતે બદલી કરવામાં આવી છે. જયારે કે.કે.  નીરલાને  મહિલા અને બાળ વિકાસ માં કમિશનર તરીકે નિમણુક કરવામાં આવી છે.તો  પંકજ કુમાર, અગ્ર સચિવ- ગૃહવિભાગમાંથી ખસેડીને રેવન્યુ વિભાગમાં મુકાયા છે.  વિપુલ મિત્રા, શ્રમ વિભાગમાંથી ખસેડીને પંચાયત વિભાગમા મૂકાયા છે.  ડોક્ટર રાજીવ કુમાર ગુપ્તા, વનવિભાગમાંથી ખસેડીને ઉદ્યોગ વિભાગમા મૂકાયા છે.  અમરેન્દર કુમાર રાકેશ, પંચાયત વિભાગમાંથી ખસેડીને સામાન્ય વહિવટ વિભાગમાં મૂકાયા છે.  સુનૈયના તૌમર, ઊર્જા વિભાગમાંથી ખસેડીને સામાજિક ન્યાય વિભાગમા મૂકાયા છે.

 કમલ દયાણી, સામાન્ય વિભાગમાંથી ખસેડીને મહેસૂલ વિભાગ,  મનોજ કુમાર દાસ, ચીફ મિનિસ્ટરના એડિશનલ ચીફ સેક્રેટરી પદેથી ખસેડીને પરિવહન વિભાગમા,  મનોજ અગ્રવાલ, સામાજિક વિભાગમાંથી ખસેડીને આરોગ્ય વિભાગમા મૂકાયા છે.  અરુણકુમાર એમ.સોલંકી, જીએમડીસીના એમડી પદેથી ખસેડીને વન વિભાગમાં મૂકાયા છે.   મમતા વર્મા, ઉદ્યોગ વિભાગમાંથી ખસેડીને ઊર્જા વિભાગમાં,  સોનલ મિશ્રા, જળ પુરવઠા વિભાગમાંથી ખસેડીને ગ્રામીણ વિકાસ વિભાગમાં,  રમેશચંદ મીણા, જમીન સુધારણા વિભાગમાંથી ખસેડીને સરદાર પટેલ ઈન્સ્ટીટ્યુટ વિભાગમા,  હરીત શુક્લા, વિજ્ઞાન વિભાગમાંથી ખસેડીને ઉદ્યોગ વિભાગમાં મૂકાયા છે.

 વિજય નહેરા, ગ્રામીણ વિભાગમાંથી ખસેડીને વિજ્ઞાન વિભાગમાં,  જયપ્રકાશ શિવહરે, આરોગ્ય કમિશનર તરીકે કામ કરશે, રુપવંત સિંહ, નાણા વિભાગમાંથી ખસેડીને જીઓલોજી,માઈનિગ વિભાગમાં,  સ્વરુપ પી.મ્યુનિસિપલ કોર્પોરેશન વડોદરામાંથી ખસેડીને મહેસૂલ વિભાગમાં ,  મનિષા ચંદ્રા, મહિલા બાળ વિકાસ વિભાગમાંથી ખસેડીને નાણા વિભાગમાં, બંછા નિધિ પાણી, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી ખસેડીને શહેર વિકાસ વિભાગ,  હર્ષદકુમાર રતિલાલ પટેલ, મહેસુલ વિભાગમાંથી ખસેડીને શ્રમ રોજગાર વિભાગમાં ,  પોન્ગુમટલા ભારથી, સર્વ શિક્ષા અભિયાનમાંથી ખસેડીને સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર, સર્વ શિક્ષા અભિયાનમાં નિમણુક આપવામાં આવી છે.

 રણજીત કુમાર, માઈક્રો,સ્મોલ વિભાગમાંથી ખસેડીને ઉદ્યોગ,ખાણ ખનીજ વિભાગમાં,  શાલિની અગ્રવાલ, વડોદરા કલેક્ટર પદેથી ખસેડીને વડોદરાના મ્યુનિસિપલ કમિશનર , કે કે નિરાલા, ગૃહ વિભાગમાંથી ખસેડીને મહિલા અને બાળ વિકાસ વિભાગમાં,  એચ.કે.પટેલ, મહેસાણાના કલેક્ટરને ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગ,  એસ.એ.પટેલ, જામનગરના મ્યુનિસિપલ કમિશનર પદેથી ખસેડીને મધ્યાહન ભોજન યોજના વિભાગમાં નિયુક્ત કરવા ઓર્ડર કરવામાં આવ્યો છે.