Not Set/ ICC વન-ડે રેન્કીંગ થયુ જાહેર, ભારતે મારી બાજી, જાણો કોહલી સહિત અન્ય કોણ છે ટોપ લીસ્ટમાં

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) એ મંગળવારે કોરોનાવાયરસ વચ્ચે તાજેતરની વનડે રેન્કિંગ જાહેર કરી છે. પહેલા અને બીજા ક્રમે ભારતનાં જ ખેલાડીઓ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્મા છે. કોહલીના 871 પોઇન્ટ છે અને રોહિતના 855 પોઇન્ટ છે. બોલિંગ રેન્કિંગમાં ભારતીય જસપ્રિત બુમરાહ 719 પોઇન્ટ સાથે બીજા ક્રમે છે. ટોપ -20 બેટ્સમેનોમાં ફક્ત ત્રણ ભારતીય છે. કોહલી-રોહિત સિવાય […]

Uncategorized
04ba077c9e9229329ff54609ff5ad0c1 ICC વન-ડે રેન્કીંગ થયુ જાહેર, ભારતે મારી બાજી, જાણો કોહલી સહિત અન્ય કોણ છે ટોપ લીસ્ટમાં

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) એ મંગળવારે કોરોનાવાયરસ વચ્ચે તાજેતરની વનડે રેન્કિંગ જાહેર કરી છે. પહેલા અને બીજા ક્રમે ભારતનાં જ ખેલાડીઓ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્મા છે. કોહલીના 871 પોઇન્ટ છે અને રોહિતના 855 પોઇન્ટ છે. બોલિંગ રેન્કિંગમાં ભારતીય જસપ્રિત બુમરાહ 719 પોઇન્ટ સાથે બીજા ક્રમે છે.

ટોપ -20 બેટ્સમેનોમાં ફક્ત ત્રણ ભારતીય છે. કોહલી-રોહિત સિવાય શિખર ધવન 17 મા ક્રમે છે. તેની પછી ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની 26 મા ક્રમે છે. ધવનના 700 અને ધોનીના 633 પોઇન્ટ છે.

b32cbcbc6f4c8dc0ec58a34d75dd6d36 ICC વન-ડે રેન્કીંગ થયુ જાહેર, ભારતે મારી બાજી, જાણો કોહલી સહિત અન્ય કોણ છે ટોપ લીસ્ટમાં

બોલિંગ રેન્કિંગમાં ન્યુઝીલેન્ડનો ટ્રેન્ટ બોલ્ટ ટોચ પર  

db10d8dd4f4873ee25318d202bdef263 ICC વન-ડે રેન્કીંગ થયુ જાહેર, ભારતે મારી બાજી, જાણો કોહલી સહિત અન્ય કોણ છે ટોપ લીસ્ટમાં

ઓલરાઉન્ડર રેન્કીંગ માં રવિન્દ્ર જાડેજા 8 માં ક્રમાંકે પહોંચી ગયો છે. તે એક ઉત્તમ ખેલાડી છે. તે એકમાત્ર ભારતીય ઓલરાઉન્ડર છે. આ યાદીમાં ટોપનું સ્થાન અફઘાનિસ્તાનના મોહમ્મદ નબીનો કબજે કર્યુ છે. તે પછી ઇંગ્લેન્ડના બેન સ્ટોક્સ 293 પોઇન્ટ સાથે છે. નબી અને સ્ટોક્સ વચ્ચે 8 પોઇન્ટનો તફાવત છે.

f94906d86baa9df09f9d483bce22dccf ICC વન-ડે રેન્કીંગ થયુ જાહેર, ભારતે મારી બાજી, જાણો કોહલી સહિત અન્ય કોણ છે ટોપ લીસ્ટમાં

ઉલ્લેખનીય છે કે, 13 માર્ચથી એક પણ વનડે આંતરરાષ્ટ્રીય મેચ રમવામાં આવી નથી , કોરોનાવાયરસને કારણે 13 માર્ચથી કોઈ વનડે મેચ નથી યોજાઇ. છેલ્લી મેચ સિડનીમાં કોઈ પ્રેક્ષકો વિના યોજાઇ હતી, જેમાં ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને 71 રને પરાજિત કર્યું હતું. હવે 139 દિવસ પછી, વનડે ઇન્ટરનેશનલ ઇંગ્લેંડથી પરત ફરશે. 30 જુલાઈના રોજ મેચ ઇંગ્લેન્ડ અને આયર્લેન્ડ વચ્ચે રમાશે. બંને દેશો વચ્ચે 3 વનડે સિરીઝ યોજાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews