Not Set/ #ICC World Cup : હાર પર કોહલીએ આપી આવી પ્રતિક્રીયા

ઇંગ્લેન્ડનાં માનચેસ્ટરમાં ઑલ્ડ ટ્રેફર્ડ મેદાન પર રમાયેલી વિશ્વ કપની પ્રથમ સેમિ-ફાઇનલમાં ન્યૂઝીલેન્ડે ભારતને 18 રને હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન ચોક્કસ કરી લીધું છે. મંગળવારનાં વરસાદનાં કારણે મેચ અધુરી મુકવાનો વારો આવ્યો હતો. તો મેચ બુધવારે ફરી તે જ સ્થિતિથી રમવાની શરુ કરવામાં આવી હતી.ન્યૂઝીલેન્ડની ટીમે ભારતની સામે 240 રનનો લક્ષ્યાંક મુક્યો હતો. જેની સામે ભારતીય […]

Top Stories Sports
Cricket World Cup 2019 Wallpapers 2 #ICC World Cup : હાર પર કોહલીએ આપી આવી પ્રતિક્રીયા

ઇંગ્લેન્ડનાં માનચેસ્ટરમાં ઑલ્ડ ટ્રેફર્ડ મેદાન પર રમાયેલી વિશ્વ કપની પ્રથમ સેમિ-ફાઇનલમાં ન્યૂઝીલેન્ડે ભારતને 18 રને હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન ચોક્કસ કરી લીધું છે. મંગળવારનાં વરસાદનાં કારણે મેચ અધુરી મુકવાનો વારો આવ્યો હતો. તો મેચ બુધવારે ફરી તે જ સ્થિતિથી રમવાની શરુ કરવામાં આવી હતી.ન્યૂઝીલેન્ડની ટીમે ભારતની સામે 240 રનનો લક્ષ્યાંક મુક્યો હતો. જેની સામે ભારતીય બેટ્સમેનો સંઘર્ષ કરતા જોવા મળ્યા અને ભારત 49.3 ઑવરમાં 221 રન જ બનાવી ઓલ આઉટ થઇ જતા વિશ્વ કપ 2019માં ભારતની સફરનો અંત આવ્યો હતો

kohli 1562500210 #ICC World Cup : હાર પર કોહલીએ આપી આવી પ્રતિક્રીયા

ભારતની હારથી કેપ્ટન કોહલી દુ:ખી – દુ:ખી જોવા મળ્યો

ભારતની હારથી કેપ્ટન કોહલી દુ:ખી – દુ:ખી જોવા મળ્યો હતો. મેચ બાદ કોહલી દ્રારા આપવામાં આવેલી પ્રતિક્રિયામાં તેણે જણાવ્યું હતું કે “હારને સ્વીકારવી મુશ્કેલ થઇ રહી છે, પરંતુ ન્યૂઝીલેન્ડની ટીમ જીતની હકદાર હતી. પહેલા હાફમાં અમારું પ્રદર્શન સારું રહ્યું. અમે વિચાર્યું હતુ કે અમે ન્યૂઝીલેન્ડને એવા સ્કોર પર રોક્યું છે જેના પર પહોંચવું શક્ય છે, પરંતુ જે રીતે  ન્યૂઝીલેન્ડ દ્રારા બૉલિંગ કરવામાં આવી તેના કારણે અમે હાર્યા.”
Virat Kohli 4 #ICC World Cup : હાર પર કોહલીએ આપી આવી પ્રતિક્રીયા
કોહલીએ કહ્યું કે, “જ્યારે તમે સંપૂર્ણ ટૂર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરો છો અને ફક્ત 45 મિનિટનાં ખરાબ પ્રદર્શનનાં કારણે હારી જાઓ છો ત્યારે ખોટું લાગે છે.”

કોહલીએ જાડેજાની પ્રશંસા કરી

Ravindra Jadeja 1 #ICC World Cup : હાર પર કોહલીએ આપી આવી પ્રતિક્રીયા
Ravindra Jadeja of India London, England.

જાડેજાની પ્રશંસા કરતા કોહલીએ કહ્યું કે, “મને લાગે છે કે ન્યૂઝીલેન્ડનાં બોલરોએ જે પ્રકારનું પ્રદર્શન કર્યું છે તે દરેકે જોવું જોઇએ. જાડેજાએ ઘણી સારી રમત દર્શાવી. તેનું પ્રદર્શન ઘણું જ સકારાત્મક રહ્યું. ન્યૂઝીલેન્ડની ટીમ જીતની હકદાર છે. તેમણે અમારા પર દબાવ બનાવ્યો. મને લાગે છે કે અમારું શોટ સિલેક્સન વધારે સારું થઇ શકતુ હતો જેના કારણે અમે હાર્યા છીએ.”

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.