Not Set/ ICC World Cup PAK vs SA : પાકિસ્તાનનાં કેપ્ટનને આવી અક્કલ, ટોસ જીતી લીધી પહેલી બેટિંગ

આઈસીસી ક્રિકેટ વિશ્વકપ 2019નાં 30માં મુકાબલામાં દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાનની ટીમ વચ્ચે આજે લોડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં મેચ રમાશે. બંન્ને ટીમનાં કેપ્ટન જ્યારે ટોસ માટે મેદાને પહોચ્યા ત્યારે સૌ કોઇનું ધ્યાન પાકિસ્તાની કેપ્ટન સરફરાજ પર હતુ. મેચમાં ટોસ જીતીને પાકિસ્તાનનાં કેપ્ટને પહેલા બેટિંગનો નિર્ણય કર્યો છે. આપને જણાવી દઇએ કે, આ પહેલા પાકિસ્તાનની મેચ ભારત સામે […]

Top Stories Sports
pak captain ICC World Cup PAK vs SA : પાકિસ્તાનનાં કેપ્ટનને આવી અક્કલ, ટોસ જીતી લીધી પહેલી બેટિંગ

આઈસીસી ક્રિકેટ વિશ્વકપ 2019નાં 30માં મુકાબલામાં દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાનની ટીમ વચ્ચે આજે લોડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં મેચ રમાશે. બંન્ને ટીમનાં કેપ્ટન જ્યારે ટોસ માટે મેદાને પહોચ્યા ત્યારે સૌ કોઇનું ધ્યાન પાકિસ્તાની કેપ્ટન સરફરાજ પર હતુ. મેચમાં ટોસ જીતીને પાકિસ્તાનનાં કેપ્ટને પહેલા બેટિંગનો નિર્ણય કર્યો છે. આપને જણાવી દઇએ કે, આ પહેલા પાકિસ્તાનની મેચ ભારત સામે હતી જ્યા ટોસ જીતીને પાકિસ્તાનનાં કેપ્ટન સરફરાજ અહમદે બોલિંગ લેવાનો નિર્ણય કર્યો હતો. જે બાદ તેની ઘણી આલોચના થઇ હતી.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ

પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકાની ટીમ વચ્ચે આજે લોડ્સનાં ક્રિકેટ મેદાનમાં મેચ શરૂ થઇ ગઇ છે. આ મેચમાં ટોસ જીતી પાકિસ્તાનનાં કેપ્ટન સરફરાજ અહમદે પહેલા બેટિંગનો નિર્ણય કર્યો છે. દેરથી પણ સરફરાજને ખબર પડી ગઇ કે ટોસ જીતી બેટિંગ લેવી તેના માટે ફાયદા બરાબર રહેશે. પાકિસ્તાનનો ઈતિહાસ કહે છે કે તેનો મજબૂત પક્ષ બોલિંગ રહ્યો છે, જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમ બોલિંગમાં હાલમાં નબળી દેખાઇ રહી છે. દક્ષિણ આફ્રિકામાં એક રબાડા સિવાય કોઇ વિકેટ ટેકિંગ ખેલાડી નથી. ઈજાનાં કારણે ડેલ સ્ટેઇન પણ વિશ્વકપથી બહાર થઇ ગયો હતો. ત્યારે પાકિસ્તાન માટે પહેલી બેટિંગનો નિર્ણય તેને આ મેચમાં જીત અપાવી શકે છે તે તો જોવાનું જ રહેશે.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ

ઉલ્લેખનીય છે કે, ભારત સામેની મેચમાં પાકિસ્તાનનાં કેપ્ટન સરફરાજ અહમદે ટોસ જીત્યો હતો અને પહેલા બોલિંગનો નિર્ણય કર્યો હતો. જે બાદ ક્રિકેટ એક્સપર્ટ પણ ચોંકી ગયા હતા કે પાકિસ્તાનનાં કેપ્ટન સરફરાજ પોતાની ટીમની સ્ટ્રેન્થ બોલિંગ હોવા છતા આ નિર્ણય કેમ લીધો હતો. જો કે આ મેચમાં સરફરાજે પોતાની ભૂલને સુધારવાનો પ્રયત્ન કરતા ટોસ જીતી પહેલા બેટિંગનો નિર્ણય કર્યો છે. જોવાનું રહેશે કે શું આ નિર્ણય તેને જીત અપાવશે કે કેમ?

દક્ષિણ આફ્રિકા

South Africa 1 ICC World Cup PAK vs SA : પાકિસ્તાનનાં કેપ્ટનને આવી અક્કલ, ટોસ જીતી લીધી પહેલી બેટિંગ

ફેફ ડુપ્લેસી(કેપ્ટન), ક્વિંટન ડીકોક, હાશિમ આમલા, ડેવિડ મિલર, રાસી વૈન ડર ડૂસન, જે પી ડ્યુમિની, એંડિલે ફેહલુકવે, કાગિસો રબાડા, તબરેઝ શમ્સી, ઈમરાન તાહિર, ક્રિસ મોરિસ.

પાકિસ્તાન

342fed33c19c33dafbecd505eea155ac ICC World Cup PAK vs SA : પાકિસ્તાનનાં કેપ્ટનને આવી અક્કલ, ટોસ જીતી લીધી પહેલી બેટિંગ

ફખર જામન, ઇમામ-ઉલ-હક, બાબર આઝમ, સરફરાઝ અહમદ(કેપ્ટન), આસિફ અલી, મોહમ્મદ હફીઝ, હસન અલી, મોહમ્મદ આમિર, શાદાબ ખાન, શોએબ મલિક અને વહાબ રિયાઝ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.