OMG!/ લો બોલો..!! હવે આઇસક્રીમને પણ થયો કોરોના

લો બોલો..!! હવે આઇસક્રીમને પણ થયો કોરોના

Top Stories World
corona ૧૧૧૧ 2 લો બોલો..!! હવે આઇસક્રીમને પણ થયો કોરોના

દુનિયાભરના માણસોમાં ફેલાતો કોરોના વાયરસ હવે આઇસક્રીમ સુધી પણ પહોંચી ગયો છે. હા, તમે બરાબર વાંચ્યું છે! આ કેસ ઉત્તર ચીનના તિયાંજિન મ્યુનિસિપાલિટી વિસ્તારનો છે જ્યાં રોગચાળા સામે કામ કરતા અધિકારીઓને ત્રણ આઈસ્ક્રીમ નમૂનાઓમાં કોરોના સંક્રમણ જોવા મળ્યું છે. હવે તંત્ર દ્વારા એવા લોકોની શોધ કરવામાં આવીરહી છે કે જેના દ્વારા આ આઇસક્રીમમાં કોરોના ચેપ ફેલાયો છે.

Vaccine / બંગાળમાં પ્રથમ દિવસે TMCના ધારાસભ્યો-નેતાઓને અપાઈ રસી, વિજયવ…

આઇસક્રીમ તિયાંજિનની ડાકિયાઓડા ફૂડ કંપની દ્વારા બનાવવામાં આવ્યું હતું. હવે ચેપને કારણે, કંપનીએ 2089 આઈસ્ક્રીમ કેનનો નાશ કરવો પડ્યો. જો કે, અધિકારીઓ માને છે કે લગભગ 4,836 આઈસ્ક્રીમ કેનમાં ચેપ લાગ્યો છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, જ્યાં સુધી આ ચેપ લાગ્યો ન હતો ત્યાં સુધીમાં, અડધાથી વધુ આઇસક્રીમ કેન વિવિધ વિક્રેતાઓને વેચાણ માટે વહેંચવામાં આવી હતી. તિયાંજિનની બહારના પ્રાંતોમાં આઇસક્રીમ વિશે બજારના નિયમનકારોને જાણ કરવામાં આવી છે. આ આઈસ્ક્રીમ ખરીદનારા ગ્રાહકોને તેમની આરોગ્યની માહિતી આપવા પણ કહેવામાં આવ્યું છે.

Corona Update / દેશમાં રિકવરી રેટમાં સતત ઉછાળો, નવા 15 હજાર કોરોનાનાં કેસ,17…

ફોક્સ ન્યૂઝના અહેવાલ મુજબ, કંપનીએ અત્યાર સુધીમાં તેના 1,662 કર્મચારીઓના કોરોના પરીક્ષણો કર્યા છે અને તેમને ક્વોરોન્ટાઇન કર્યા છે. અધિકારીઓ માને છે કે કોરોના વાયરસ આઈસ્ક્રીમમાં બચી ગયો કારણ કે તે ખૂબ જ ઠંડી હોય છે. તેમના કહેવા મુજબ, કોરોના વાઈરસ ચેપગ્રસ્ત વ્યક્તિથી આઇસક્રીમ સુધી પહોચ્યો છે.

લીડ્સ યુનિવર્સિટીના વાઇરોલોજિસ્ટ ડો. સ્ટીફન ગ્રિફિને જણાવ્યું હતું કે આઇસક્રીમના ચેપ સુધી પહોંચતા ગભરાવાની જરૂર નથી. સંભવ છે કે તે ચેપગ્રસ્ત વ્યક્તિથી આવ્યો છે. પ્રાથમિક તપાસ મુજબ, કંપનીએ ન્યુઝિલેન્ડ અને તે યુક્રેનથી આયાત કરાયેલા મિલ્ક પાવડરનો ઉપયોગ કરીને આઈસ્ક્રીમ બનાવ્યો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…