Not Set/ ICICI બેંકનાં પૂર્વ સીઈઓ ચંદા કોચરનાં પતિની ED એ કરી ધરપકડ

  ઉદ્યોગપતિ અને આઈસીઆઈસીઆઈ બેંકનાં ભૂતપૂર્વ સીઈઓ ચંદા કોચરનાં પતિ દીપક કોચરને મની લોન્ડરિંગનાં આરોપમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ બેંક અને વીડિયોકોન ગ્રુપ વચ્ચેનાં સોદાને લઇને કરવામાં આવી છે. દિપક કોચરની સોમવારે બપોરથી આ કેસમાં પૂછપરછ કરવામાં આવી હતી, બાદમાં રાત્રે તેમની ધરપકડ કરવામાં આવી હતી. નોંધપાત્ર વાત એ છે […]

Uncategorized
6a37b81c7f1ac88b9376ca48efdee968 1 ICICI બેંકનાં પૂર્વ સીઈઓ ચંદા કોચરનાં પતિની ED એ કરી ધરપકડ
 

ઉદ્યોગપતિ અને આઈસીઆઈસીઆઈ બેંકનાં ભૂતપૂર્વ સીઈઓ ચંદા કોચરનાં પતિ દીપક કોચરને મની લોન્ડરિંગનાં આરોપમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ બેંક અને વીડિયોકોન ગ્રુપ વચ્ચેનાં સોદાને લઇને કરવામાં આવી છે. દિપક કોચરની સોમવારે બપોરથી આ કેસમાં પૂછપરછ કરવામાં આવી હતી, બાદમાં રાત્રે તેમની ધરપકડ કરવામાં આવી હતી.

નોંધપાત્ર વાત એ છે કે તપાસ એજન્સીએ ચંદા કોચર, તેમના પતિ દીપક અને વીડિયોકોન ગ્રુપનાં વેણુગોપાલ ધૂત વિરુદ્ધ ગયા વર્ષનાં પ્રારંભમાં મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ હેઠળ ફોજદારી કેસ નોંધ્યો હતો. આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા મંજૂર કરવામાં આવેલી 1875 કરોડ રૂપિયાની લોનમાં કથિત ગેરરીતિઓ માટે આ કેસ નોંધવામાં આવ્યો હતો. કેન્દ્રીય તપાસ બ્યુરો એટલે કે સીબીઆઈ, આઇસીઆઈસીઆઈ બેંકનાં ભૂતપૂર્વ સીઈઓ ચંદા કોચર, તેમના પતિ દીપક કોચર અને વીડિયોકોન ગ્રુપનાં એમડી વેણુગોપાલ ધૂત સામે નોટિસ ફટકારવામાં આવી હતી અને તેમના વિદેશ જવા પર પ્રતિબંધ મૂક્યો હતો. વીડિયોકોન ગ્રુપ માટે 1875 કરોડ રૂપિયાની લોન મંજુર કરવાના કથિત ભ્રષ્ટાચારનાં કેસમાં આરોપી દેશમાંથી છટકી ન શકે તે માટે આ પગલું ભરવામાં આવ્યુ હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.