Not Set/ કોઈ નાગરિકના માથા પર ધરપકડ ની તલવાર લટકતી રહે તો સમજવું જોઈએ કે આપણે સભ્ય સમાજમાં નથી રહેતા: સુપ્રીમ કોર્ટ

SC/ST એક્ટને લઈને કેન્દ્ર સરકાર ની પુનર્વિચાર યાચિકા પર સુનાવણી કરતા કોર્ટે કહ્યુકે કોર્ટ નો જુનો આદેશ જ બની રહેશે. આ મામલામાં વધારે સુનાવણી કોર્ટની રજાઓ પછી કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે કહ્યું એકતરફા દાવાના આધાર પર કોઈ નાગરિકના માથા પર ધરપકડની તલવાર લટકતી રહે તો સમજવું જોઈએ કે આપણે સભ્ય સમાજમાં નથી રહેતા. જસ્ટીસ આદર્શ […]

India Trending
657928 supreme court કોઈ નાગરિકના માથા પર ધરપકડ ની તલવાર લટકતી રહે તો સમજવું જોઈએ કે આપણે સભ્ય સમાજમાં નથી રહેતા: સુપ્રીમ કોર્ટ

SC/ST એક્ટને લઈને કેન્દ્ર સરકાર ની પુનર્વિચાર યાચિકા પર સુનાવણી કરતા કોર્ટે કહ્યુકે કોર્ટ નો જુનો આદેશ જ બની રહેશે. આ
મામલામાં વધારે સુનાવણી કોર્ટની રજાઓ પછી કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે કહ્યું એકતરફા દાવાના આધાર પર કોઈ નાગરિકના
માથા પર ધરપકડની તલવાર લટકતી રહે તો સમજવું જોઈએ કે આપણે સભ્ય સમાજમાં નથી રહેતા.

જસ્ટીસ આદર્શ ગોયલે કહ્યું કે એવો કોઈ કાનુન બનાવવાનો સંસદ ને પણ અધિકાર નથી જેમાં નાગરિકોના જીવવાના અધિકારનું
હનન થતું હોઈ અને પ્રક્રિયાનું પાલન કાર્ય વિના જેલના સળિયા પાચલ નાખી દે. કોર્ટ નો આ આદેશ અનુચ્છેદ ૨૧ પ્રમાણે જીવવાના
અધિકારને સરક્ષણ આપવા માટે લીધો છે. કોર્ટે કહ્યું કે જીવવાના અધિકાર માટે કોઈને પણ ના નથી કહી શકાતી.
અટર્ની જનરલ કે કે વેણુગોપાલે કહ્યું કે "જીવન જીવવાનો અધિકાર ખુબજ વ્યાપક છે, આમાં રોજગાર નો અધિકાર , શેલ્ટર પણ
મૌલિક અધિકાર છે, પરંતુ વિકાસશીલ દેશ માટે બધા મૌલિક અધિકાર પુરા કરવાનું સંભવ નથી. શું સરકાર બધાને રોજગાર આપી શકે
છે?

મહત્વનું છે કે જસ્ટીસ ગોયલ ૬ જુલાઈના રોજ નિવૃત થઇ રહ્યા છે. એવામાં હવે આ મામલાની સુનાવણી નું શું થશે? આ સવાલ
છે. ગઈ સુનાવણી માં કોર્ટે કહ્યું હતું કે SC/ST એક્ટ અંતર્ગત મળેલી એજ ફરિયાદોમાં ધરપકડ પહેલા જાંચ કરવી જરૂરી છે જયારે
કરેલી ફરિયાદ મનઘડંત અથવા ખોટી લાગે.

અદાલતે કહ્યું કે દરેક ફરિયાદ પર પ્રારંભિક જાંચ કરવાની જરૂર નથી, સાથેજ અદાલતે ફરી એકવાર પોતાના આદેશ પર હમણાં માટે
સ્ટે મુકવાની ના કહી દીધી છે. અદાલતે ૨૦ માર્ચ ના આદેશને રક્ષાત્મક પગલું ગણાવ્યું છે. ૨૦ માર્ચે સુપ્રીમ કોર્ટે SC/ST એક્ટ
દ્વારા ફરિયાદ થવા પર તાત્કાલિક ધરપકડ પર રોક લગાવી દીધી હતી. અદાલતે કહ્યુકે ધરપકડ પહેલા પ્રારંભિક જાંચ થવી જોઈએ.
અને બીજા પણ નિર્દેશ આપેલાં હતા.

સુપ્રીમ કોર્ટે ટીપ્પણી કરી કે SC/ST એક્ટ દ્વારા થતી થોડી ફરિયાદો સાચી હોઈ છે જયારે થોડી ફરિયાદોમાં કોઈ દમ નથી હોતો.
જો કોઈ ફરિયાદમાં એવું લાગે કે એ મનઘડંત કે ખોટી છે તો એમાં પ્રારંભિક તપાસની જરૂર છે. થોડી ફરિયાદો એવી પણ હોઈ છે
જેમાં પોલીસ અધિકારી પણ એવું મેહસૂસ કરતા હોઈ છે કે આમાં દમ નથી. આવી ફરિયાદો પર પ્રારંભિક તપાસ થવી જોઇએ. કોર્ટે
કહ્યું કે આદેશમાં પ્રારંભિક તપાસ આવશ્યક નથી કહી , પરંતુ એવું કહ્યું છે કે પ્રારંભિક તપાસ થવી જોઈએ.