નવી દિલ્હી/ નિર્દોષ કૂતરાને જાનથી મારી નાખવાનો યુવકે કર્યો પ્રયાસ, તો મેનકા ગાંધીએ કર્યું આવું…

એક કૂતરાને બેરહેમીથી મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, આ મામલામાં કોઈ કાર્યવાહી ન થતાં મામલો મેનકા ગાંધીના ધ્યાન પર આવ્યો હતો.

India
કૂતરાને

કૂતરાને માણસનો સૌથી વફાદાર સાથી માનવામાં આવે છે અને આ વાત ઘણી વખત સાબિત પણ થઈ ચૂકી છે, ઘણા લોકો આ જીવને ખૂબ પ્રેમ પણ કરે છે અને તેને પોતાના પરિવારનો સભ્ય માને છે, જ્યારે આ  અબોલા પ્રાણી સાથે ઘણી વખત ગેરવર્તનના કિસ્સા પણ સામે આવે છે. ઝારખંડના ધનબાદથી તાજેતરનો મામલો સામે આવ્યો છે.

આ પણ વાંચો :PM મોદી 30 જાન્યુઆરીએ કરશે ‘મન કી બાત’, આ કારણે કાર્યક્રમ અડધો કલાક થશે મોડો

અહીં એક કૂતરાને બેરહેમીથી મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, આ મામલામાં કોઈ કાર્યવાહી ન થતાં મામલો મેનકા ગાંધીના ધ્યાન પર આવ્યો હતો, ત્યારબાદ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી.

ફરિયાદ નોંધાવનાર યુવતીનું નામ રિચા છે અને તેણીએ કહ્યું છે કે તે એક કૂતરાની સંભાળ રાખી રહી છે જે પોલિયોથી પીડિત છે જેના કારણે કૂતરો ચાલી શકતો નથી.તેની સાથે તેના પડોશમાં રહેતો યુવકે જેનું નામ સુબોધ ભારતી છે તેના દ્વારા કૂતરાને મારી મારીને લોહી લુહાણ કરવામાં આવ્યો હતો. જે બાદ આ બાબત પોલીસના ધ્યાન પર આવ્યા બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

આ પણ વાંચો : BSPના સુપ્રીમો માયાવતીએ કોંગ્રેસ અને પ્રિયંકા ગાંધી પર કર્યા આકરા પ્રહાર,જાણો સમગ્ર વિગત

આવું કરીને કૂતરાનો જીવ લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જ્યારે તેણે વાંધો ઉઠાવ્યો તો તે પણ તેની સાથે ગુસ્સે થઈ ગયો અને તેની સાથે પણ ગેરવર્તણૂક કકર્યું, આ બાબત પોલીસના ધ્યાને લાવ્યા બાદ પણ કાર્યવાહી કરવામાં આવી ન હતી, પછી તેણે મેનકા ગાંધીને ફોન કર્યો.આખી વાત જણાવી. આપને જણાવી દઈએ કે, રિચા પીપલ ફોર એનિમલ્સની સભ્ય છે.

આ પછી મેનકા ગાંધીનો ફોન જતાં આ મામલે તરત જ ફરિયાદ દાખલ કરવામાં આવી. ઝરીયા પોલીસના જણાવ્યા અનુસાર રિચા દ્વારા ફરિયાદ કરવામાં આવી છે, એફઆઈઆર નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ અધિનિયમ હેઠળ આરોપીઓ સામે કલમો લગાવવામાં આવી છે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :અમર જવાન જ્યોતિ મામલે અખિલેશ યાદવ 26 જાન્યુઆરીએ લેશે આ સંકલ્પ,જાણો વિગત

આ પણ વાંચો : IRCTC તેજસ એકસપ્રેસમાં મુસાફરી કરી રહેલા 544 મુસાફરોને એક લાખ રૂપિયાથી વધુ આપશે,જાણો વિગત

આ પણ વાંચો :ચૂંટણી લડવાનો રેકોર્ડ બનાવનાર આ ભારતીય હવે 100મી ચૂંટણી લડવાનો કર્યો નિર્ધાર,જાણો વિગત