ukraine russia conflict/ જો બિડેને વ્યક્ત કર્યો યુદ્ધનો ડર, કહ્યું- આગામી થોડા દિવસોમાં રશિયા યુક્રેન પર હુમલો કરી શકે છે

અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું છે કે યુક્રેન પર રશિયાનો હુમલો ‘આગામી થોડા દિવસોમાં’ શક્ય બની શકે છે. તેમણે એમ પણ કહ્યું કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને આમંત્રિત કરવાની તેમની કોઈ યોજના નથી

Top Stories World
2 1 4 જો બિડેને વ્યક્ત કર્યો યુદ્ધનો ડર, કહ્યું- આગામી થોડા દિવસોમાં રશિયા યુક્રેન પર હુમલો કરી શકે છે

અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું છે કે યુક્રેન પર રશિયાનો હુમલો ‘આગામી થોડા દિવસોમાં’ શક્ય બની શકે છે. તેમણે એમ પણ કહ્યું કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને આમંત્રિત કરવાની તેમની કોઈ યોજના નથી.

બિડેન વહીવટીતંત્ર યુક્રેન પર રશિયન હુમલાની સતત ચેતવણી આપી રહ્યું છે. જો કે આ દરમિયાન રશિયાએ યુક્રેનની સરહદ પરથી પોતાના કેટલાક સૈનિકોને પાછા હટાવવાની વાત કરી છે. અગાઉ, યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકને કહ્યું હતું કે યુએસ યુક્રેનની સરહદમાંથી રશિયન દળોને “કોઈ અર્થપૂર્ણ પીછેહઠ” જોતું નથી. તેમણે કહ્યું કે “વાસ્તવિક” ખતરો બાકી છે.

ઉલ્લેખનીય છે કે, યુક્રેન અને રશિયાનો મૃદ્દો ઘણા સમયથી ચર્ચામાં છે અને તેને લઇને સમગ્ર વિશ્વની નજર તેમના પર છે, હવે જોવુ રહ્યું કે યુક્રેન પર રશિયા હુમલો કરે છે કે પછી વાતાઘાટોથી નિવેડો આવે છે.