શ્રદ્ધાંજલિ/ કલ્યાણ સિંહે એક ભાષણમાં કહ્યું હતું કે હું મરી જાઉં તો મારૂં મૃતદેહ ભાજપના ધ્વજમાં લપેટાઇને જાય

કલ્યાણ સિંહની કથળતી તબિયતના સમાચાર મળ્યા બાદ સીએમ યોગીએ તેમની ગોરખપુર મુલાકાત રદ કરી અને પીજીઆઈ પહોંચ્યા હતા

Top Stories
કલ્યાણસિંહ

ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ યુપી સીએમ અને રાજસ્થાનના પૂર્વ ગવર્નર કલ્યાણ સિંહે લાંબી બીમારી બાદ શનિવારે અંતિમ શ્વાસ લીધા છે  આ પ્રસંગે તેમને લોકો  શ્રદ્ધાંજલિ આપી રહ્યા  છે. કલ્યાણ સિંહે એક ભાષણમાં કહ્યું હતું – ‘મેં મારું જીવન ભાજપ માટે સમર્પિત કર્યું છે, હું ઈચ્છું છું કે જો હું મરી જાઉં તો મારું મૃતદેહ ભાજપના ધ્વજમાં લપેટાઇને જાય.

કલ્યાણ સિહનું સાંજે તેમનું નિધન  થયું છે. અને તેમની ઉમર 89 વર્ષની હતી. તેઓ બે વખત યુપીના સીએમ હતા અને રાજ્યપાલ પણ હતા. તેઓ એવા નેતા હતા જેમણે ભાજપને હાંસિયામાંથી ફ્રન્ટ લાઈન સુધી લઈ જવાનું કામ કર્યું.

કલ્યાણ સિંહની કથળતી તબિયતના સમાચાર મળ્યા બાદ સીએમ યોગીએ તેમની ગોરખપુર મુલાકાત રદ કરી અને પીજીઆઈ પહોંચ્યા હતા. અને  24 કલાકની અંદર બીજી વખત એવું બન્યું કે સીએમ યોગીએ પૂર્વ સીએમની તબિયત જાણી. સૂત્રોના જણાવ્યા અનુસાર તેની કિડનીમાં ફરીથી ચેપ વધી ગયો હતો.

તમને જણાવી દઈએ કે આ પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શુક્રવારે PGI માં દાખલ થયેલા પૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યપાલ કલ્યાણ સિંહને જોવા આવ્યા હતા. CM એ કલ્યાણસિંહ ના સ્વાસ્થ્ય વિશેની માહિતી PGI ના ડાયરેક્ટર ડો.આર.કે.ધીમાન અને પરિવારના સભ્યો પાસેથી મેળવી હતી. ક્રિટિકલ કેર મેડિસિન (CCM) ના ICU માં દાખલ કલ્યાણ સિંહ વેન્ટિલેટર સપોર્ટ પર હતા. અને  તેમની તબિયત સતત બગડી રહી હતી.