અલવિદા/ ‘મને બીજો જન્મ ન મળે તો સારું, મારે ફરી લતા મંગેશકર નથી બનવું… લતાજીએ કેમ કરી હતી આ વાત જાણો..

લતા મંગેશકર લાખો અને કરોડો લોકોની પ્રેરણા છે, પરંતુ રસપ્રદ વાત એ છે કે આટલી પ્રસિદ્ધિ હોવા છતાં, લતા દીદી નહોતા ઈચ્છતા કે તેઓ આગામી જીવનમાં લતા મંગેશકર બને

Top Stories Entertainment
2 8 'મને બીજો જન્મ ન મળે તો સારું, મારે ફરી લતા મંગેશકર નથી બનવું... લતાજીએ કેમ કરી હતી આ વાત જાણો..

ભારતીય સિનેમાની સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકરે પોતાનું આખું જીવન ઈન્ડસ્ટ્રીને આપી દીધું. તમામ ઉતાર-ચઢાવ વચ્ચે પણ ભારત રત્ન મેળવનાર લતા મંગેશકરે એ સ્થાન હાંસલ કર્યું જ્યાં સુધી પહોંચવાનું લોકો સપનામાં પણ વિચારી ન શકે.

લતા દીદીએ વર્ષો સુધી પોતાના અવાજથી ઈન્ડસ્ટ્રી પર રાજ કર્યું, આ અવાજને કારણે લતા મંગેશકરે માત્ર દેશમાં જ નહીં પરંતુ દુનિયામાં પોતાની ઓળખ બનાવી. તે સમયથી આજ સુધી ભાગ્યે જ એવા ઘણા લોકો હશે જેઓ લતા મંગેશકરના અવાજના દિવાના ન હોય અને તેમના જેવા મધુર બનવા માંગતા ન હોય. લતા મંગેશકર લાખો અને કરોડો લોકોની પ્રેરણા છે, પરંતુ રસપ્રદ વાત એ છે કે આટલી પ્રસિદ્ધિ હોવા છતાં, લતા દીદી નહોતા ઈચ્છતા કે તેઓ આગામી જીવનમાં લતા મંગેશકર બને.

એક ઈન્ટરવ્યુ દરમિયાન લતા મંગેશકરે પોતે કહ્યું હતું કે તે આગામી જીવનમાં લતા મંગેશકર બનવા માંગતી નથી. લતા દીદીના અવસાન બાદ તેમના ઈન્ટરવ્યુની આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે, જેમાં ગાયક કહી રહી છે કે, મને પહેલા પણ કોઈએ પૂછ્યું હતું, તો હવે પણ મારો એજ જવાબ છે કે હું જન્મ ન જ લઉં અને જો મારો ફરી જન્મ થાય તો લતા મંગેશકર બનવા નથી માંગતી  કારણ કે લતા મંગેશકરના જીવનની તકલીફો માત્ર તે જ જાણે છે.

https://www.instagram.com/reel/CZocUhtlJij/?utm_source=ig_web_copy_link

ઉલ્લેખનીય છે કે લતા મંગેશકર 8 જાન્યુઆરીએ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. જે બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ઘણા દિવસોની સારવાર બાદ તેમની તબિયતમાં સુધારો થયો હતો. પરંતુ શનિવારે ફરી તબિયત લથડતાં તેમને વેન્ટિલેટર પર રાખ્યા હતા  જે બાદ આજે લતા દીદીએ દુનિયાને હંમેશ માટે અલવિદા કહી દીધું.