Not Set/ જો નિયંત્રણ ન મેળવાયું તો ક્રિમમસ સુધીમાં 20 લાખ સુધી પહોંચી શકે છે કેસનો આંકડો….

દુનિયામાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનનું ભયાનક સ્વરૂપ દેખાવા લાગ્યું છે ઓમિક્રોન વેરિઅન્ટ અત્યાર સુધીમાં ૮૯ દેશોમાં ફેલાઈ ચૂક્યો છે.

World
Untitled 48 6 જો નિયંત્રણ ન મેળવાયું તો ક્રિમમસ સુધીમાં 20 લાખ સુધી પહોંચી શકે છે કેસનો આંકડો....

દૂનિયાભરના દેશોમાં કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન હાહાકાર મચાવી રહ્યો છે. બ્રિટનમાં ઓમિક્રોનના દૈનિક કેસનો આંકડો 10 હજારને પાર કરી ગયો છે. આસાથે બ્રિટનમાં ઓમિક્રોનના કુલ કેસોની સંખ્યા 37 હજારના આંકડાને પાર કરી ગઇ છે.

આ પણ વાંચો ;Bollywood / ગોલ્ડન કલરના લહેંગામાં ખૂબ જ સુંદર જોવા મળી આલિયા ભટ્ટ, જુઓ તસવીરો

દુનિયામાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનનું ભયાનક સ્વરૂપ દેખાવા લાગ્યું છે ઓમિક્રોન વેરિઅન્ટ અત્યાર સુધીમાં ૮૯ દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. બ્રિટનમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટે હાહાકાર મચાવ્યો છે. બ્રિટનમાં ઓમિક્રોનથી મરનારા દર્દીઓની સંખ્યા વધીને ૭ થઈ ગઈ છે જ્યારે ઓમિક્રોનના દૈનિક ૧૦ હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે..આ સાથે બ્રિટનમાં 24 કલાકમાં ઓમિક્રોનના નવા દૈનિક ૧૨ હજાર ૧૩૩ કેસ થયા છે અને કુલ સંખ્યા વધીને ૩૭ હજાર ૧૦૧ થઈ છે. બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી સાજિદ જાવેદે ચેતવણી આપી છે કે ક્રિસમસની ઊજવણી પહેલાં નિયંત્રણો નહીં લદાય તો ઓમિક્રોનના કેસ ૨૦ લાખ સુધી પહોંચી શકે છે.

આ પણ વાંચો :ટિપ્સ / બીચ પર કરવાની છે નવા વર્ષની ઉજવણી તો.. કરી લો આ તૈયારીઓ

બ્રિટનમાં રવિવારે કોરોનાના નવા ૮૨ હજાર ૮૮૬ કેસ નોંધાયા હતા અને વધુ ૪૫ દર્દીઓનાં મોત થયા હતા.આ સાથે બ્રિટનમાં કોરોનાના કુલ કેસ ૧ કરોડ ૧૩ લાખ ૬૧ હજાર ૩૮૭ થયા છે. જ્યારે મૃત્યુઆંક ૧,૪૭,૨૧૮ થયો છે.