Not Set/ ના હોય, આ યુનિવર્સિટીએ કેમ્પસમાં ગાંજો પીવાની છુટ આપી

વાન કુંવર, દુનિયામાં ધીરે ધીરે ગાંજાના સેવનને માન્યતા મળી રહી છે.કેટલાક દેશોએ ગાંજો વેચવાને માન્યતા આપ્યા પછી હવે કેનેડામાં ગાંજાના વેચાણને કાયદેસરની માન્યતા મળી છે.કેનેડામાં બ્રિટિશ કોલંબિયા વિશ્વવિદ્યાલયમાં ગાંજો પીવા માટેની પરવાનગી મળી શકશે તેવું જાણવા મળ્યું છે. આ રીતે યુનિવર્સિટીમાં ગાંજાની પરવાનગી આપનાર દુનિયાની પ્રથમ યુનિવર્સિટી હોઈ શકે છે. જોકે યુનિવર્સિટીમાં ગાંજો પીવા માટે […]

World
WhatsApp Image 2018 11 18 at 18.02.41 ના હોય, આ યુનિવર્સિટીએ કેમ્પસમાં ગાંજો પીવાની છુટ આપી

વાન કુંવર,

દુનિયામાં ધીરે ધીરે ગાંજાના સેવનને માન્યતા મળી રહી છે.કેટલાક દેશોએ ગાંજો વેચવાને માન્યતા આપ્યા પછી હવે કેનેડામાં ગાંજાના વેચાણને કાયદેસરની માન્યતા મળી છે.કેનેડામાં બ્રિટિશ કોલંબિયા વિશ્વવિદ્યાલયમાં ગાંજો પીવા માટેની પરવાનગી મળી શકશે તેવું જાણવા મળ્યું છે. આ રીતે યુનિવર્સિટીમાં ગાંજાની પરવાનગી આપનાર દુનિયાની પ્રથમ યુનિવર્સિટી હોઈ શકે છે.

જોકે યુનિવર્સિટીમાં ગાંજો પીવા માટે વિદ્યાર્થીઓએ કોઈ ચોક્ક્સ જગ્યાએ જવું પડશે.બ્રિટિશ કોલંબિયાના કાઉન્સિલનું આ વિશે કહેવું છે કે અમે એવું માનીએ છીએ કે સામાજિક રીતે જે ચીજ સ્વીકૃત નથી તેને અમલમાં મુક્તા પહેલાં ઘણો ખ્યાલ રાખવો પડે.અમે ગાંજાને કાયદેસર કરતા પહેલા રિસર્ચ કર્યું હતું. અમારી પોલિસી તે વાતનું પણ ધ્યાન રાખશે કે યુનિવર્સિટીના કેમ્પસમાં ડીસીપ્લીન જળવાઈ રહે અને અપરાધ સંલગ્ન કોઈ ઘટના થાય નહીં.

યુનિવર્સિટીએ કેમ્પસમાં ગાંજો વેચવા અને ખરીદવા પર પણ પ્રતિબંધ છે.એ સિવાય ગાંજો પીવાનો પણ સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે.

યુનિવર્સિટીના કેમ્પસમાં કોઈ ચોક્કસ નક્કી કરેલા સ્થળ સિવાય યુનિવર્સિટીના કેમ્પસમાં ક્યાંય પણ ગાંજો પીવો કાયદેસર ગણવામાં આવશે નહીં. કેમ્પસમાં ગાંજાની ખેતી અને વેચાણ પર પણ પ્રતિબંધ છે. યુનિવર્સિટીના કર્મચારીઓને કાર્ય દરમિયાન અથવા તે પહેલા આલ્કોહોલ અને ગાંજા સહિત કોઈપણ નુક્સાનકારક પદાર્થના સેવનથી દૂર રહેવું પડશે.