Not Set/ સુરતીઓ દીવાળીમાં બહાર ફરવા જવાના હોઈ તો પહેલા ખાસ વાંચી લો આ સમાચાર

દિવાળી ટૂર પર જનારા લોકો માટે આ નિર્ણય ખુબ મહત્વનો છે. ત્યારે મનપાને આ નિર્ણયથી ફાયદો થઇ શકે તેમ છે. લોકો આ નિર્ણય બાદ વધુ વેક્સિન લે તેવી સંભાવના છે

Gujarat Surat
Untitled 397 સુરતીઓ દીવાળીમાં બહાર ફરવા જવાના હોઈ તો પહેલા ખાસ વાંચી લો આ સમાચાર

સુરતમાં તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાના ભય અને તહેવારોને ધ્યાને રાખીને મહાનગરપાલિકાનો મોટો નિર્ણય સામે આવ્યો છે. જાહેર કરવામાં આવ્યું છે કે દિવાળીમાં ફરવા જનારા લોકો પાસે વેક્સિનેશનનું સર્ટીફિકેટ હોવું ફરજિયાત છે.વેક્સીનને  લઈને સુરત મનપાએ શહેરીજનોને વેક્સિનના બંને ડોઝ લેવા તાકીદ કરી છે. જાહેર છે કે ગત વર્ષે દિવાળી વેકેશન બાદ કોરોનાના કેસ વધ્યા હતા. જેને લઈને આ વર્ષે સાવચેતી જરૂરી છે. સુરત પાલિકાએ ફરવા જતા તમામ લોકોને કોરોના વેક્સિનના બંને ડોઝ લઇ લેવા તાકીદ કરી છે.

આ  પણ  વાંચો:મોટું નિવેદન / પંજાબના પ્રભારી હરિશ રાવતે કહ્યું હાઇકમાન્ડે સિદ્વુનો રાજીનામું સ્વીકારી લેવાની જરૂર હતી

જાહેર છે કે દેશમાં 100 કરોડ વેક્સિનના ડોઝ લાગી ચુક્યા છે. ત્યારે ગુજરાતમાં પણ વેક્સિનેશન અભિયાન જોરશોરથી ચાલુ છે. આવામાં તહેવારોમાં ભેગી થતી ભીડને લઈને ચિંતાઓ વ્યક્ત પણ કરવામાં અવી રહી છે. ત્યારે આ ભીડ ત્રીજી વેવને આમંત્રણ ના આપે અને સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે વેક્સિનના બંને ડોઝ લેવા જરૂરી છે. દિવાળી ટૂર પર જનારા લોકો માટે આ નિર્ણય ખુબ મહત્વનો છે. ત્યારે મનપાને આ નિર્ણયથી ફાયદો થઇ શકે તેમ છે. લોકો આ નિર્ણય બાદ વધુ વેક્સિન લે તેવી સંભાવના છે.

આ પણ વાંચો:ગુજરાત / રાજયમાં મહેસુલ વિભાગમાંથી ભ્રષ્ટ્રાચાર દૂર કરવા ટાસ્ક ફોર્સની રચના કરાશ