પ્રતિબંધ/ જામનગરમાં આ સ્થળોએ ડ્રોન ઉડાડ્યું તો સીધા જેલભેગા થશો, વાંચો કેમ?

જામનગરમાં હવે મહત્વના સ્થળોએ ડ્રોન ઉડાડવું ભારે પડશે, ત્યાં ડ્રોન ઉડાડ્યું તો સીધા જેલ ભેગા થશો. તેની પાછળનું કારણ એ છે કે  જામનગર જિલ્લો ભારતની પશ્વિમ આતંરરાષ્ટ્રીય દરિયાઈ સીમાએ આવેલ અતિ-સંવેદનશીલ જિલ્લો છે.

Rajkot Gujarat
YouTube Thumbnail 28 1 જામનગરમાં આ સ્થળોએ ડ્રોન ઉડાડ્યું તો સીધા જેલભેગા થશો, વાંચો કેમ?

@ સંજય વાઘેલા

જામનગરઃ જામનગરમાં હવે મહત્વના સ્થળોએ ડ્રોન ઉડાડવું ભારે પડશે, ત્યાં ડ્રોન ઉડાડ્યું તો સીધા જેલ ભેગા થશો. તેની પાછળનું કારણ એ છે કે  જામનગર જિલ્લો ભારતની પશ્વિમ આતંરરાષ્ટ્રીય દરિયાઈ સીમાએ આવેલ અતિ-સંવેદનશીલ જિલ્લો છે. જામનગર જિલ્લાની હદમાં એશિયાની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી તથા જી.એસ.એફ.સી, એરફોર્સ, આઇ.એન.એસ. વાલસુરા, આર્મી,  હેડકવાટર, એરફોર્સ સ્ટેશન સમાણા વગેરે જેવા અતિ-સંવેદનશીલ વાઇટલ ઇન્સ્ટોલેશન્સ આવેલ છે.

જામનગર જિલ્લા વિસ્તારમાં આવેલ કુલ-154 ક્રિટીકલ/સ્ટ્રેટેજીકલ મહત્વ ધરાવતા ઇન્સ્ટોલેશન્સને રેડ ઝોન, યલો ઝોન કે ગ્રીન ઝોનમાં વિભાજીત કરેલ છે, જે પૈકી રેડ ઝોનમાં ૧૧૨ તથા યલો ઝોનમાં ૪૨ ઇન્સ્ટોલેશન્સ આવેલ છે જે સ્થળોએ ડ્રોનના ઉપયોગ સંબધે અધિક કલેકટરશ્રી બી.એન.ખેર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી પ્રતિબંધાત્મક હુકમો જાહેર કરાયા છે.  તેના અન્વયે કુલ 154 ઝોનમાં ડ્રોન ઉડાડી શકાશે નહી. જો ઉડાડવામાં આવ્યું તો સજા થશે. આ જાહેરનામું તા.08/01/2024 સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાંનો ભંગ કરનાર વ્યક્તિ ભારતના ફોજદારી અધિનિયમ-૧૮૬૦ (૪૫ માં અધિનિયમ)ની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.


આ પણ વાંચોઃ Stock Market/ નબળા પ્રારંભ પછી શેરબજાર જબરજસ્ત રીતે વધીને બંધ

આ પણ વાંચોઃ Cricket World Cup 2023/ વર્લ્ડકપ-2023 ભારત-ન્યુઝીલેન્ડ સેમીફાઈનલ મેચ ‘મેદાનની અંદર અને બહાર થયા રેકોર્ડ’

આ પણ વાંચોઃ Ahmedabad/ અમદાવાદમાં અંબિકા ફટાકડા સ્ટોરમાં ITના દરોડા