cricket world cup 2023/ વર્લ્ડકપ-2023 ભારત-ન્યુઝીલેન્ડ સેમીફાઈનલ મેચ ‘મેદાનની અંદર અને બહાર થયા રેકોર્ડ’

વર્લ્ડ કપ 2023 અત્યાર સુધીમાં સૌથી વધુ રોમાંચ જગાવનાર વર્લ્ડકપ સાબિત થહ્યો છે. આ વર્લ્ડકપમાં ધુરંધરો માત ખાઈ રહ્યા છે જ્યારે નવા ખેલાડી સારું પ્રદર્શન કરતા જોવા મળ્યા. વર્લ્ડકપમાં નબળી ગણાતી નેધરલેન્ડ તેમજ અફઘાનિસ્તાન ટીમનું શાનદાર પ્રદર્શન રહ્યું.

Top Stories Sports
મનીષ સોલંકી 4 1 વર્લ્ડકપ-2023 ભારત-ન્યુઝીલેન્ડ સેમીફાઈનલ મેચ ‘મેદાનની અંદર અને બહાર થયા રેકોર્ડ’

ભારતમાં રમાતો વર્લ્ડકપ-2023 અનેક રીતે યાદગાર બની રહ્યો છે. આ વર્લ્ડકપ ફક્ત ભારત નહિ પરંતુ અન્ય ટીમો માટે પણ વધુ રોમાંચક બન્યો. 15 નવેમ્બરના રોજ મુંબઈમાં ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલ સેમીફાઈનલ મેચમાં ઘણા રેકોર્ડ નોંધાયા. મેદાનની અંદર બોલર અને બેટસમેને રેકોર્ડ કર્યા જ્યારે મેદાનની બહાર ક્રિકેટ ચાહકોએ પણ એક વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે.

સેમીફાઈનલ મેચમાં થયા અનેક રેકોર્ડ

વર્લ્ડકપ-2023ની પ્રથમ સેમીફાઈનલ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઈ. આ સેમીફાઈનલમાં ભારતે પ્રથમ બેટિંગ કરી 397નો મોટો સ્કોર ન્યુઝીલેન્ડને આપ્યો. વિરટા કોહલીએ સેમીફાઈનલમાં ભારતના ક્રિકેટના ભગવાન મનાતા એવા સચિન તેંડુલકરનો 49 ODI સદી ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો. આ મેચમાં વિરાટ કોહલીએ તેની 50મી ODI સદી ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, જ્યારે મોહમ્મદ શમી વર્લ્ડ કપમાં સૌથી વધુ પાંચ વિકેટ ઝડપનાર બોલર બન્યો.

1200 900 20027360 thumbnail 16x9 new jpg વર્લ્ડકપ-2023 ભારત-ન્યુઝીલેન્ડ સેમીફાઈનલ મેચ ‘મેદાનની અંદર અને બહાર થયા રેકોર્ડ’

ભારતના બેટસમેન અને બોલરોને રેકોર્ડ નોંધાવવામાં તેમના ફેન્સે પણ ઉત્સાહજનક સાથ આપ્યો. ગતરોજ મેદાનની બહાર વધુ દર્શકોએ વર્લ્ડકપની સેમીફાઈનલ મેચ નિહાળવાનો રેકોર્ડ નોંધાવ્યો. ભારત vs ન્યુઝીલેન્ડ વર્લ્ડ કપ 2023 સેમિફાઇનલ મેચ વિશ્વમાં સૌથી વધુ જોવાયેલી ક્રિકેટ મેચ બની ગઈ છે. જ વર્લ્ડ કપ દરમિયાન, જ્યારે વિરાટ કોહલીએ ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ લીગ મેચમાં સદી પૂરી કરી, ત્યારે 4.3 કરોડ લોકો ડિઝની પ્લસ હોટસ્ટાર એપ્લિકેશન અને વેબસાઇટ પર લાઇવ મેચ જોઈ રહ્યા હતા. તે જ સમયે, વર્લ્ડ કપ સેમિફાઇનલમાં આ સંખ્યા વધુ 10 મિલિયન વધીને 5.3 મિલિયન થઈ ગઈ.

Capture 10 વર્લ્ડકપ-2023 ભારત-ન્યુઝીલેન્ડ સેમીફાઈનલ મેચ ‘મેદાનની અંદર અને બહાર થયા રેકોર્ડ’

અગાઉ વર્લ્ડકપની ભારત વિરુદ્ધ પાકિસ્તાન લીગ મેચ દરમિયાન 3.5 કરોડ સહવર્તી દર્શકો નોંધાયા હતા, જ્યારે સેમી ફાઈનલ મેચમાં પણ આ આંકડો 5 કરોડને પાર કરતા એક વૈશ્વિક રેકોર્ડ બની ગયો છે, કારણ કે પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં લોકોએ OTT પ્લેટફોર્મ પર એક સાથે લાઈવ સ્ટ્રીમિંગ જોયું છે. ક્રિકેટ રસિયાઓની આ સિદ્ધિને લઈને બીસીસીઆઈના સચિવ જય શાહ પણ ખુશ છે. તેમણે સ્ટાર સ્પોર્ટ્સનું રીટ્વીટ કર્યું,  ‘હોટસ્ટાર પર એક સાથે 5.3 કરોડથી વધુ લોકોએ મેચ જોઈ, ક્રિકેટ ઈતિહાસમાં અત્યાર સુધીની સૌથી વધુ દર્શકોનો રેકોર્ડ બનાવ્યો’.

વર્લ્ડ કપ 2023 બન્યો યાદગાર

વર્લ્ડ કપ 2023 અત્યાર સુધીમાં સૌથી વધુ રોમાંચ જગાવનાર વર્લ્ડકપ સાબિત થહ્યો છે. આ વર્લ્ડકપમાં ધુરંધરો માત ખાઈ રહ્યા છે જ્યારે નવા ખેલાડી સારું પ્રદર્શન કરતા જોવા મળ્યા. વર્લ્ડકપમાં નબળી ગણાતી નેધરલેન્ડ તેમજ અફઘાનિસ્તાન ટીમનું શાનદાર પ્રદર્શન રહ્યું, તો પાકિસ્તાન અને શ્રીલંકા જેવી ધરુંધર ટીમના ખરાબ પ્રદર્શનને લઈને પણ વિવાદ જોવા મળી.

સેમીફાઈનલની વાત કરીએ તો ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, શુભમન ગિલ, રોહિત શર્મા અને કેએલ રાહુલની તોફાની ઇનિંગ્સના આધારે 397 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 327 રનમાં સમેટાઈ ગઈ હતી અને 70 રનથી મેચ હારી ગઈ હતી.

Capture7 વર્લ્ડકપ-2023 ભારત-ન્યુઝીલેન્ડ સેમીફાઈનલ મેચ ‘મેદાનની અંદર અને બહાર થયા રેકોર્ડ’

ભારતના સ્ટાર બોલર મોહમ્મદ શમીની તોફાની બોલિંગ કરી 7 વિકેટ ઝડપી લેતા ન્યુઝીલેન્ડની મજબૂત બેટિંગ લાઈનને તોડવામાં ભારતને સફળતા મળી. કિવી ટીમ માટે ડેરીલ મિશેલે સદી ફટકારી હતી અને કેપ્ટન કેન વિલિયમસનના બેટમાંથી અડધી સદી આવી હતી. મોહમ્મદ શમીએ શાનદાર બોલિંગ પ્રદર્શન કરતાં મેન ઓફ ધ મેચ આપવામાં આવ્યો.


whatsapp ad White Font big size 2 4 વર્લ્ડકપ-2023 ભારત-ન્યુઝીલેન્ડ સેમીફાઈનલ મેચ ‘મેદાનની અંદર અને બહાર થયા રેકોર્ડ’


આ પણ વાંચો : અમદાવાદ/ સાબરમતી નદીમાંથી એક જ દિવસમાં 4 મૃતદેહ મળી આવતા અરેરાટી

આ પણ વાંચો : અમદાવાદમાં અંબિકા ફટાકડા સ્ટોરમાં ITના દરોડા

આ પણ વાંચો : Foreign Minister Jaishankar/ ધર્મનિરપેક્ષતાનો અર્થ બિન-ધાર્મિક નથી, પરંતુ તમામ ધર્મો માટે સમાન સન્માન છે: વિદેશ પ્રધાન જયશંકર