Not Set/ બેઠા બેઠા સેલ્ફી લેવાની આદત હોય તો વાંચી લો આ ખબર, આવું આવી શકે છે પરિણામ!!

જો તમે વધુ સેલ્ફી લેવાના શોખીન હોય, તો સાવચેત રહો, કારણ કે હવે તે એક ખતરનાક રોગને આમંત્રણ આપી શકે છે. આ રોગનું નામ સેલ્ફી એલ્બો છે. તે ગરદન, ખભા, કોણી, કાંડા અને હાથને નુકસાન કરે છે. જો તમે તાજેતરના અહેવાલને ધ્યાનમાં લો તો, આ રોગ ટેનિસ એલ્બો અથવા ગોલ્ફ એલ્બોની જેમ જ છે.  સેલ્ફી […]

Health & Fitness Lifestyle

જો તમે વધુ સેલ્ફી લેવાના શોખીન હોય, તો સાવચેત રહો, કારણ કે હવે તે એક ખતરનાક રોગને આમંત્રણ આપી શકે છે. આ રોગનું નામ સેલ્ફી એલ્બો છે. તે ગરદન, ખભા, કોણી, કાંડા અને હાથને નુકસાન કરે છે.

જો તમે તાજેતરના અહેવાલને ધ્યાનમાં લો તો, આ રોગ ટેનિસ એલ્બો અથવા ગોલ્ફ એલ્બોની જેમ જ છે.  સેલ્ફી લેવા દરમિયાન, કોણી આસપાસ સ્નાયુઓ પર બિનજરૂરી દબાણ આવે છે,  જેથી તેના સૂક્ષ્મ વિઘટનને કારણે કોણીમાં સોજો અને પીડા ની સમસ્યા શરૂ થાય છે.

અમેરિકન મેડિસિન નિષ્ણાત જોર્ડન માટઝલના જણાવ્યા મુજબ, જ્યારે આપણે આપણા હાથને સેલ્ફી માટે ઉપાડીએ છીએ ત્યારે કોણી વળે છે. લોકો આ પરિસ્થિતિમાં 20-30 ક્લિક કરે છે. આ રીતે, સ્નાયુઓ પર ઘણું દબાણ આવે છે,  જેનાથી તેમાં સૂક્ષ્મ વિઘટન ઊભુ થાય છે અને કોણીમાં સોજા અને પીડા ની સમસ્યા શરૂ થાય છે.

આવો કેસ ત્યારે સામે આવ્યો જયારે, યુ.એસ. ટીવીના પત્રકારને કોણીમાં વિચિત્ર પીડા થવાનું શરૂ થયું. તબીબી પરીક્ષણમાં, એવું જાણવા મળ્યું હતું કે તેના સેલ્ફીપ્રેમનુ પરિણામ તેમના હાથની પીડા સ્વરૂપે બહાર આવ્યું હતું. તે જ સમયે, અમેરિકન સાયકિયાટ્રિક એસોસિએશન (એપીએ) એ સત્તાવાર રીતે પુષ્ટિ આપી છે કે ઘણા લોકોમાં એક સેલ્ફી લેવી તેવો માનસિક વિકાર પણ છે.