Not Set/ વારંવાર છીંક આવવાની સમસ્યા છે તો અપનાવો આ ઘરેલું નુસ્ખાઓ, તરત જ મળશે આરામ

છીંક આવવી એ એક ખૂબ જ સરળ ગતિવિધિ છે. સામાન્ય રીતે 2-4 છીંક આવવી ખૂબ જ નાની વાત છે. જો કે, જ્યારે આ સંખ્યા મોટી થાય છે અને જો સમયસર તેનું નિયંત્રણ કરવામાં આવતું નથી, તો તે એક ગંભીર સમસ્યા બની શકે છે. વારંવાર છીંક આવવાને કારણે અનેક પ્રકારની સમસ્યાઓ શરૂ થાય છે. સતત છીંક […]

Lifestyle
sneezing વારંવાર છીંક આવવાની સમસ્યા છે તો અપનાવો આ ઘરેલું નુસ્ખાઓ, તરત જ મળશે આરામ

છીંક આવવી એ એક ખૂબ જ સરળ ગતિવિધિ છે. સામાન્ય રીતે 2-4 છીંક આવવી ખૂબ જ નાની વાત છે. જો કે, જ્યારે આ સંખ્યા મોટી થાય છે અને જો સમયસર તેનું નિયંત્રણ કરવામાં આવતું નથી, તો તે એક ગંભીર સમસ્યા બની શકે છે. વારંવાર છીંક આવવાને કારણે અનેક પ્રકારની સમસ્યાઓ શરૂ થાય છે. સતત છીંક આવવાને કારણે માથાનો દુખાવો, નાકમાંથી પાણી નીકળવું, શરીરમાં દુખાવો, ચીડિયાપણું જેવી સમસ્યાઓ થવા લાગે છે. જો તમે પણ છીંકથી પરેશાન થાવ છો, તો પછી તમે આ ઘરેલું ઉપાય અપનાવીને આરામ મેળવી શકો છો.

શું તમને ઘડી ઘડી શરદી થાય છે? | Gujarat Samachar Sahiyar Mazagine 14 September 2020 | Gujarati News - News in Gujarati - Gujarati Newspaper - ગુજરાતી સમાચાર - Gujarat Samachar

જમ્યા બાદ તરત જ ગેસ, એસિડીટી થાય છે તો અપનાવો આ ઘરેલુ નુસ્ખાઓ, મળશે રાહત

આદુ
એક ચમચી આદુના રસમાં અડધો ચમચી ગોળ મિક્સ કરો અને દિવસમાં બે વાર તેનું સેવન કરો. આનાથી છીંક આવવાથી બચી શકાય છે.

તજ
એક ગ્લાસ ગરમ પાણી લો અને તેમાં એક ચમચી મધ અને અડધી ચમચી તજ પાવડર નાખીને પીવો. આનાથી આરામ મળશે.

હીંગ
સાફ રૂમાલમાં થોડી હિંગ બાંધો અને જ્યારે પણ તમને છીંક આવે ત્યારે સમયે સમયે તેને સુંઘવાથી તમને ઘણી રાહત મળશે.

Toto je bezpečná vzdialenosť, aby ste sa nenakazili od kýchajúceho človeka | TVnoviny.sk

ફુદીનાનું તેલ
એક વાસણમાં પાણી ઉકાળો અને તેમાં ફુદીનાના થોડા ટીપા નાખો અને તેની વરાળ લો. આમ તમને છીંકવાની સમસ્યાથી ઘણી રાહત આપશે.

હળદર
ખાવામાં હળદરનું સેવન કરો. આ સિવાય તમે ગરમ દૂધમાં એક ચમચી હળદર મિક્સ કરી શકો છો. આ તમને છીંકની સમસ્યાથી રાહત આપશે.

લીંબુ
અડધો લીંબુનો રસ એક ગ્લાસ ગરમ પાણીમાં નાખો. હવે તેમાં એક ચમચી મધ નાખો. લીંબુ અને મધ સાથેનું આ ગરમ પાણી તમને ખૂબ આરામ આપશે.