healthy lifestyle/ બહેનો, તમારે સ્લીમ-ટ્રીમ રહેવું છે ?  તો આટલું જરૂર વાંચો

આજના જમાનામાં કઇ એવી યુવતી હશે જેને સ્લીમ ટ્રીમ રહેવું નહીં ગમતું હોય.સ્થૂળ કાયા ધરાવતી જાડી મહિલાઓને પાતળી પરમારની ઇર્ષ્યા અચૂક આવે.

Health & Fitness Lifestyle
gq બહેનો, તમારે સ્લીમ-ટ્રીમ રહેવું છે ?  તો આટલું જરૂર વાંચો

આજના જમાનામાં કઇ એવી યુવતી હશે જેને સ્લીમ ટ્રીમ રહેવું નહીં ગમતું હોય.સ્થૂળ કાયા ધરાવતી જાડી મહિલાઓને પાતળી પરમારની ઇર્ષ્યા અચૂક આવે.તો જાડી મહિલાઓએ એવું શું કરવું જોઇએ જેનાથી શરીર પરની ચરબી ઘટે.

ચરબી યુક્ત બહેનોને પહેલો વિચાર ડાયટિંગનો આવે. પણ થોભો, આડેધડ ડાયટિંગ કરવાથી તમે પોતે સુકાઈ જશો કે નહીં તેની કોઈ ખાતરી નથી. હા, તમારો ચહેરો મુરઝાઈ જશે એ વાત નક્કી છે.નિષ્ણાંતોનું કહેવું છે કે બહેતર છે કે ખાઈ-પીને પાતળા રહો. કહેવાનો અર્થ એ છે કે તમારા રોજિંદા આહારમાં સઘળાં પૌષ્ટિક તત્વોને સામેલ કરો. એવો ખોરાક લો જેનાથી તમારું વજન તો ન વધે, પણ ચરબી ઘટે. તમારી પાચન શક્તિ વિકસે, શરીરમાં પેદા થતાં ઝેરી પદાર્થો બહાર ફેંકાઈ જાય. આવા પદાર્થોમાં બદામ, દહીં, ફળો અને કાચા શાકભાજી પુષ્કળ પ્રમાણમાં લો.

તમે જોયું હશે છે કે જો તમે થોડા દિવસ માટે કસરત કરવાનું બંધ કરો છો તો તરત તમારું વજન ઍક્દમ વધવા માંડે છે? એનું કારણ એ છે કે તમે જેટલું જમો છો તેટલી કેલરી બાળતા નથી. જીમમાં કસરત કરવાથી તમારી ભૂખ ઉઘડે છે, પરંતુ જરૂરી નથી કે ચરબીમાં વધ ઘટ થાય. શરીરમાં અંતઃસ્તાવોના અસમતુલને પરિણામે ક્યારેક  વજનમાં અતિશય વધારો કે  પછી ઘટાડો થાય છે. ધ્યાન તંત્રમાં સંવાદિતા પાછી લાવવામાં સહાયરુપ છે જેથી જો તમે સ્થૂળ છો તો તમારું વજન ઉતરે છે અને જો તમે પાતળા છો તો વજન વધારવાની તમને ક્ષમતા મળે છે.

પાતળા રહેવા માટે પણ પૂરતી ઊંઘ આવશ્યક છે. અપૂરતી નિંદરને કારણે ભૂખનું નિયમન કરતાં હોર્મોન્સનું સંતુલન ખોરવાય છે. તેથી જ ઘણીવાર વધુ થાકી ગયેલી વ્યક્તિ વધારે ખાય છે. ખાસ કરીને ગળી વસ્તુઓ.તેવી જ રીતે જ્યારે તમે ગળાડૂબ કામમાં હો ત્યારે તમારા શરીરમાં કોર્ટિસોલ નામના સ્ટ્રેસ ‘હોર્મોન્સનું સ્તર વધી જાય છે. પરિણામે તમારા પેટ અને કમર પર ચરબીના થર જામે છે.  રોજ કલાક યોગ, ધ્યાન અને પ્રાણાયામ કરો.

યોગ કરવાથી અને ધ્યાન કરવાથી શરીરના સંઘટનમાં સુધારો થાય છે અને કેલરીથી ભરપૂર આહાર લેવાની ઈચ્છા ઓછી થાય છે. આથી,તમને ભૂખ લાગે છે પરંતુ તમે ઓછી માત્રામાં ખોરાકથી સંતોષ પામો છો. આની શરીરના વજન પર લાંબા ગાળાની અસર થાય છે. જો તમે થોડા દિવસો સુધી કસરત નથી કરી શકતા તો પણ ઓચિંતા તમારું વજન વધી જતું નથી.

આ પણ વાંચો :Contraceptive pills/આ કારણોથી પુરુષો સ્ત્રીઓની જેમ ગર્ભનિરોધક ગોળીઓ નથી લઈ શકતા

આ પણ વાંચો :Men’s grooming tips/ચહેરાની ચમક વધારવા માટે, ચહેરો ધોવા અને શેવિંગ કરવું પૂરતું નથી, આ 5 ટિપ્સ અનુસરો

આ પણ વાંચો :Health Tips/તમારા પેટને હંમેશા સ્વસ્થ રાખવા માંગો છો? તો આ ભૂલો ક્યારેય ન કરો