Not Set/ દિવસે ઉંઘશો તો આવી આફત નોતરશો 

અમદાવાદ,  એક જુના કહેવત છે કે, દિવસ કામ કરવા માટે બન્યો છે અને રાત ઊંઘવા માટે. પરંતુ આ વાત તે લોકો પર લાગુ નથી પડતી જે નાઈટ શિફ્ટ કરે છે. કારણકે નાઈટ શિફ્ટમાં કામ કરનાર વ્યક્તિ જો દિવસે ઊંઘશે નહીં તો તેની ઊંઘ પુરી કેવી રીતે થશે. તેથી નાઈટ શિફ્ટવાળા લોકો  આ નિયમથી બાકાત છે. […]

Health & Fitness Lifestyle
9u દિવસે ઉંઘશો તો આવી આફત નોતરશો 
અમદાવાદ, 
એક જુના કહેવત છે કે, દિવસ કામ કરવા માટે બન્યો છે અને રાત ઊંઘવા માટે. પરંતુ આ વાત તે લોકો પર લાગુ નથી પડતી જે નાઈટ શિફ્ટ કરે છે. કારણકે નાઈટ શિફ્ટમાં કામ કરનાર વ્યક્તિ જો દિવસે ઊંઘશે નહીં તો તેની ઊંઘ પુરી કેવી રીતે થશે. તેથી નાઈટ શિફ્ટવાળા લોકો  આ નિયમથી બાકાત છે. આપણા ધર્મમાં દિવસે ઊંઘવુ એ વર્જિત માનવામાં આવે છે. શા માટે લખવામાં આવ્યું છે કે, દિવાસ્વાપં ચ વર્જયેત્‌. અર્થાત દિવસમાં ઊંઘવુ સારુ નથી.
Image result for Day of sleep
દિવસમાં ઊંઘવુ એ કેવળ શા†માં જ વર્જિત નથી ગણવામાં આવ્યું બલ્કે આયુર્વેદ પણ આ વાતની પુષ્ટિ કરે છે કે, દિવસમાં ઊંઘવાથી કેટલીક પ્રકારની બીમારીઓ થવાની શક્યતા રહેલી છે. દિવસમાં ઊંઘવુ સ્વાસ્થ્ય માટે નુકશાનકારક સાબત થઈ શકે છે. આયુર્વેદના જણાવ્યા અનુસાર, દિવસમાં ઊંઘવાથી શરદી થવાની શક્યતા વધી જાય છે.
Related image
આ ઉપરાંત વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ રાત્રે સંપૂર્ણ ઊંઘ લઈને દિવસમાં કાર્ય કરવાને વધુ ઉત્તમ માનવામાં આવે છે. સાથે જ દિવસમાં ઊંઘવાથી મેદસ્વીતા સહિતની ઘણી બિમારીઓ થવાની શક્યતા રહેલી છે. એવું પણ માનવામાં આવે છે કે, દિવસ કામ કરવા માટે છે અને રાત ઊંઘવા માટે  કેટલાક લોકો દિવસે પણ સુતા હોય છે, પરંતુ દિવસમાં ઊંઘવાથી સ્વાસ્થયની દ્રષ્ટિએ તો નુકશાનકારક છે જ અને ધર્મમાં પણ દિવસમાં ઊંઘવાનુ ટાળવા માટે આગ્રહ કરાયો છે.
Related image
જણાવ્યા મુજબ, દિવસે એ જ વ્યક્તિ ઊંઘી શકે છે જે અસ્વસ્થ હોય. રાત્રે ઊંઘવાથી શરીરને પર્યાપ્ત આરામ મળી રહે છે, જેનાથી સવારે ઉઠીને શરીરમાં ઊર્જાનો સંચાર થાય છે, જે દિવસભર માટે પર્યાપ્ત હોય છે. જેથી બપોરનાં સમયે ઉંધવાની જરૂર પડતી નથી.