ગુજરાત/ “મીડિયામાં છો એટલે ઉભા રહેવા દીધા નહીંતર ઉંચકીને નાખી દીધા હોત” કૃષ્ણનગર D-સ્ટાફ PSI ની દાદાગીરી

SHE ટીમ માટે આપેલી ઈનોવા કારમાં ફરતા ડી- સ્ટાફ PSI આઈપીએસ અધિકારી જેવો રોંફ મારતા ફરે છે….

Ahmedabad Gujarat
123 76 "મીડિયામાં છો એટલે ઉભા રહેવા દીધા નહીંતર ઉંચકીને નાખી દીધા હોત" કૃષ્ણનગર D-સ્ટાફ PSI ની દાદાગીરી

@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

અમદાવાદમાં પોલીસ અને પબ્લિક વચ્ચે ઘર્ષણનાં અનેક બનાવો સામે આવે છે. ત્યારે વિશ્વ પ્રેસ સ્વાતંત્ર્ય દિવસ પર મીડિયા સાથે પોલીસની દાદાગીરીની ઘટના બની છે. સોમવારે રાત્રી કરફ્યુનાં સમયમાં લોકોને પકડી કરફ્યુ ભંગની કામગીરી સરકારી ચોપડે બતાવાની લ્હાયમાં કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ડી સ્ટાફ પીએસઆઈ પોતે કાયદો ભૂલી ગયા હોય તેમ પત્રકારો પર દબંગાઈ બતાવી હતી.

મુલાકાત: CM રૂપાણી પહોંચ્યા જૂનાગઢ, કોરોનાની કામગીરીની કરશે સમીક્ષા, જિલ્લા વહીવટીતંત્ર સાથે યોજશે બેઠક

મંતવ્ય ન્યૂઝની ટીમ સોમવારે રાતનાં 9:30 વાગે કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હીરાવાડી સર્કલ પર પહોંચી. તે સમયે ત્યાં અચાનક બે બાઈક પર 4 શખ્સો અને પીસીઆર વાનમાં અમુક પોલીસકર્મી અને She ટીમને આપવામાં આવેલી મોંઘીદાટ ઇનોવા કારમાં સિવિલ ડ્રેસમાં ડી સ્ટાફ PSI ત્યાં આવ્યા હતા, અને પોતાનો રોફ ઝાડતા કેમ ઉભા છો અહીંયા તેવા સવાલ કર્યા હતા. જો કે મંતવ્ય ન્યૂઝનાં રિપોર્ટર ભાવેશ રાજપૂત અને કેમેરામેન મુંજાલ ભટ્ટે પોતે મીડિયા કર્મી છે તેવું કહેતા સીવીલ ડ્રેસમાં આવેલા ડી સ્ટાફનાં કર્મીઓએ પ્રેસનું આઈકાર્ડ માંગ્યું હતું. અને તેઓને આઈકાર્ડ બતાવતા બાઈક પર આવેલા ડી સ્ટાફનાં કર્મીઓ બાઈક લઈને નીકળતા હતા. તે સમયે ઇનોવા કારમાં સવાર ડી સ્ટાફ PSI ને જાણે પોતે કોઇ ખાસ હોય તેવો રુઆબ બતાવતા કેમેરામેન મુંજાલ ભટ્ટને માસ્ક ઊંચું કરવાનું કહ્યું હતું. અને તે બાદ ગાડી થોડી આગળ લઈ જઈ ઉભી રાખી મંતવ્ય ન્યૂઝનાં રિપોર્ટર ભાવેશ રાજપૂતને ગાડી પાસે બોલાવી સામે કેમ જુઓ છો. તેમ કહ્યું હતું. જોકે પત્રકારે અમે પ્રેસમાંથી છીએ અને ગાડીમાં પંચર હોવાથી ગાડી સામેનાં પેટ્રોલ પંપે ગઈ છે તેવું કહ્યું હતું.

કોરોના સંક્રમિત: CMનાં અગ્ર મુખ્યસચિવ કે.કૈલાસનાથન થયા સંક્રમિત, હળવા લક્ષણો હોવાથી એક સપ્તાહથી હોમઆઇસોલેટ

ઈનોવા કારમાં બેઠેલા કૃષ્ણનગર પોલીસ સ્ટેશનનાં ડી સ્ટાફ PSI વી.એમ ગોહિલે પત્રકાર સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરીને “મીડિયામાં છો એટલે ઉભા રહેવા દીધા છે નહીંતર ક્યારનાં ઉંચકીને નાખી દીધા હોત” તેવું કહીને ગાડી પુર ઝડપે હંકારીને નીકળી ગયા હતા. જોકે સવાલ એ ઉભો થાય છે કે, આ પોલીસકર્મી મીડિયાનાં કર્મીઓ સામે પણ દબંગાઈ બતાવતા હોય ત્યારે સામાન્ય માણસોને તો કેવો વારો લેતા હશે. કૃષ્ણનગર વિસ્તારમાં અનેક સામાજિક તત્વો બેફામ બન્યા છે ત્યારે તેઓને પકડવાના બદલે પોલીસ સ્ટેશનનું આખું ડી સ્ટાફ માત્ર કરફ્યુ ભંગનાં કેસો સરકારી ચોપડે બતાવા માટે નીકળતા હોય છે. આ વિસ્તારમાં રાત્રી કરફ્યુ માત્ર સરકારી ચોપડે હોય છે બાકી લોકો રાતે 12 વાગ્યે પણ ફરતા જોવા મળે છે. ડી સ્ટાફનાં કર્મીઓ કરફ્યુ ભંગનાં કેસ બતાવવા માટે લોકોને પકડીને પોલીસ સ્ટેશન લાવે તે પહેલાં જ જમીનદારને પોલીસ સ્ટેશન બોલાવી લેતા હોય છે અને ચા પાણીનાં પૈસા લઈને જામીન આપી દે છે, ત્યારે મીડિયા કર્મીઓ સાથેનું આ પ્રકારનું વ્યવહાર કેટલું યોગ્ય છે તે સવાલ ઉભો થયો છે. ત્યારે આ મામલે ડી સ્ટાફનાં PSI વી.એમ ગોહિલ સામે અધિકારીઓ કોઈ પગલાં લે છે કે કેમ તે જોવાનું રહ્યું.

sago str 2 "મીડિયામાં છો એટલે ઉભા રહેવા દીધા નહીંતર ઉંચકીને નાખી દીધા હોત" કૃષ્ણનગર D-સ્ટાફ PSI ની દાદાગીરી