Not Set/ IIT એમટેકનો અભ્યાસ થયો 10 ગણો મોંઘો, સ્ટાઇપેન્ડ પણ થયુ બંધ

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (આઈઆઈટી) એ એમટેક કોર્સની ફીમાં મોટો ફેરફાર કર્યો છે. સરકારે એમટેકની ટ્યુશન ફી દસ ગણી વધારવાનો નિર્ણય લીધો છે. 2020 શૈક્ષણિક સત્રથી શરૂ થનારા ત્રણ વર્ષનાં અભ્યાસક્રમમાં ફી વધારીને 2 લાખ કરવામાં આવી છે. આ સિવાય વિદ્યાર્થીઓને આપવામાં આવતુ રૂ.12,400 નું સ્ટાઇપેન્ડ પણ ખતમ કરવા સૂચન કરવામાં આવ્યું છે. આ સ્ટાઇપેન્ડ […]

India
iirt IIT એમટેકનો અભ્યાસ થયો 10 ગણો મોંઘો, સ્ટાઇપેન્ડ પણ થયુ બંધ

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (આઈઆઈટી) એ એમટેક કોર્સની ફીમાં મોટો ફેરફાર કર્યો છે. સરકારે એમટેકની ટ્યુશન ફી દસ ગણી વધારવાનો નિર્ણય લીધો છે. 2020 શૈક્ષણિક સત્રથી શરૂ થનારા ત્રણ વર્ષનાં અભ્યાસક્રમમાં ફી વધારીને 2 લાખ કરવામાં આવી છે. આ સિવાય વિદ્યાર્થીઓને આપવામાં આવતુ રૂ.12,400 નું સ્ટાઇપેન્ડ પણ ખતમ કરવા સૂચન કરવામાં આવ્યું છે. આ સ્ટાઇપેન્ડ ગેટનાં આધાર પર આવનારા વિદ્યાર્થીઓને આપવામાં આવતુ હતુ.

આઈઆઈટીની કાઉન્સિલે શુક્રવારનાં રોજ બીટેકનાં અભ્યાસક્રમોની ફીની સમકક્ષ એમટેક પ્રોગ્રામ ફીને મંજૂરી આપી છે. બીટેકનાં અભ્યાસક્રમો માટેની ફી વાર્ષિક આશરે રૂ 2 લાખ રૂપિયા છે. આઇઆઇટીમાં એમટેક કોર્સની વર્તમાન પ્રવેશ માટેની ટ્યુશન ફી અને વાર્ષિક ફી 20 હજારથી લઈને 50 હજાર રૂપિયા સુધીની છે. આ રીતે, આઈઆઈટીનાં એમટેક પ્રોગ્રામની ફીમાં લગભગ 10 ટકાનો વધારો થશે. આઈઆઈટીનાં એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, હાલમાં આઈઆઈટીમાં એમટેક માટે વાર્ષિક રૂ. 20,000 થી 50,000 ફીસ લેવામાં આવે છે. જ્યારે આઈઆઈટીમાં એક વર્ષમાં એમટેક માટે વિદ્યાર્થી દીઠ સાત લાખ રૂપિયા ખર્ચ થાય છે.

આ સાથે, 23 આઈઆઈટીની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થાએ એન્જિનિયરિંગ (ગેટ) માં ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ હેઠળ એમટેકનાં અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ માટે દર મહિને રૂ. 12,400 નું સ્ટાઇપેન્ડ (શિષ્યવૃત્તિ) રદ કરી છે. અખબાર ધ મિન્ટે એક અધિકારીને ટાંકીને જણાવ્યું છે કે, 2019 માં, ગેટ હેઠળ આઈઆઈટીમાં એમટેક કોર્સ માટે 12,000 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. તેના બદલે, આ સ્ટાઇપેન્ડનો અમુક ભાગ યુજી લેબ્સ અને અભ્યાસક્રમોમાં શિક્ષણ સહાયક તરીકે ઉપયોગ કરવામાં આવશે. આ ભંડોળનો ઉપયોગ અન્ય વ્યાવસાયિક પ્રવૃત્તિઓ માટે પણ થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.