Not Set/ હાર્ટના દર્દીઓ માટે આ મોબાઈલ એપ થશે ખુબ જ ઉપયોગી, વાંચો શું છે ફાયદા

દિલ્હી, હદય શરીરનું સૌથી મજબૂત અંગ છે પરંતુ તેના ખોટ્કાવાનું જોખમ એટલું જ વધારે છે આથી જ દર વર્ષે લાખો લોકો હદયરોગને કારણે જીવ ગુમાવે છે. ભારતમાં દર સેકન્ડે એક હદયરોગને કારણે મૃત્યુ થાય છે. ઘણીવાર આપણે ખબર નથી હોતી અને અચાનક જ હદય રોગ આવી જાય છે પંરતુ જો તમને હાર્ટ એટેક આવે એ પહેલા […]

Health & Fitness
heart app smartphones હાર્ટના દર્દીઓ માટે આ મોબાઈલ એપ થશે ખુબ જ ઉપયોગી, વાંચો શું છે ફાયદા

દિલ્હી,

હદય શરીરનું સૌથી મજબૂત અંગ છે પરંતુ તેના ખોટ્કાવાનું જોખમ એટલું જ વધારે છે આથી જ દર વર્ષે લાખો લોકો હદયરોગને કારણે જીવ ગુમાવે છે. ભારતમાં દર સેકન્ડે એક હદયરોગને કારણે મૃત્યુ થાય છે. ઘણીવાર આપણે ખબર નથી હોતી અને અચાનક જ હદય રોગ આવી જાય છે પંરતુ જો તમને હાર્ટ એટેક આવે એ પહેલા જ તમારો મોબાઈલ ફોન તેની જાણ કરે અને તમને અને તમારા ડોક્ટરને તેની જાણકારી આપી દે તો? આ અસંભવ લાગતી વાતને આઇઆઇટીના વિધાર્થીઓએ સંભવ બનાવી છે જે તમારા હદયની ગતિવિધિઓ પર ધ્યાન રાખીતી એક ‘ધડકન’ એપ્લીકેશન બનાવી છે જે હાર્ટએટેકથી પીડિત લોકોની હદયની ગતિવિધિઓ પર ધ્યાન રાખશે અને ઈમરજન્સીની સ્થિતિમાં મેડિકલની સુવિધા ઉપલબ્ધ કરાવશે.

આ એપ આઇઆઇટી રુડકીના કંપ્યુટેશનલ બાયોલોજી ગ્રુપે ઓલ ઇંડિયા ઇન્સ્ટીટયુટ ઓફ મેડિકલ સાયન્સની મદદથી બનાવવામાં આવી છે. આ એપ દર્દીના સ્વાસ્થ્યમાં કોઈ પણ જાતનો મોટો બદલાવ થાય તો તેવી પરીસ્થિતિમાં આ એપ દ્વારા  એની જાતે જ ડોક્ટર અને દર્દીની પાસે એક નોટિફિકેશન આવી જશે જેનાથી ખબર પડી જશે કે દર્દીને કેટલો ગંભીર રીતે હાર્ટએટેક આવાનો છે.

એમ્સના કાર્ડિયોલોજીના પ્રોફેસર ડૉ. સંદીપ સેઠે જણાવ્યું હતું કે, ‘ધડકન’ એપનું પહેલું વર્ઝનના દર્દીઓના ડેટા રેકોર્ડ કરવા માટે બે વર્ષ પહેલા બનવામાં આવી હતી અને આ સંસ્થામાં હાર્ટફેલ થવા વાળા દર્દીઓને મેડીકલ સુવિધા મળવાથી ઘણી મદદ મળી હતી.

આ એપમાં પહેલા રજીસ્ટ્રેશન કરવાવું રહેશે અને બધી ડીટેલ્સ આપવામી રહેશે. દર્દીને પોતાની તબીબી સારવાર કરનાર ડોક્ટર, નર્સ અથવા પેરામેડિકની જાણકારી આપવાની રહશે. આ એપ દર્દીના બ્લડ પ્રેશર, હાર્ટ રેટ, વજન સહિતના ડેટાનો સંગ્રહ કરે છે અને ડોકર્ટસ અથવા બીજા તબીબીઓને મોકલી આપે છે.

આ એપ ડોક્ટર અને દર્દીઓના બંને તરફથી કોમ્યુનિકેશન રાખવાની સુવિધા પૂરી પાડે છે. જયારે પણ જરૂર પડે ત્યારે દર્દી પોતાની ઈસીજી રીપોર્ટને ડોક્ટરને મોકલી શકે છે. આ એપની મદદથી ડોકર્ટસ દ્વારા જરૂરી ઉપાયો પણ આપવામાં આવશે.