Not Set/ સંવેદનશીલ મુખ્યમંત્રીના શહેરમાં જ ગેરકાયદે ગર્ભપરીક્ષણનો પર્દાફાશ

રાજકોટ શહેરમાં ગર્ભપરીક્ષણના ગોરખધંધાનો પર્દાફાશ થયો છે. શહેરના રૈયા રોડ પર કનૈયા ચોકમાં આવેલા એક મકાનમાં ચોરીછૂપીથી ગર્ભપરીક્ષણ કરવામાં આવતું હતું

Top Stories Gujarat Rajkot
રાજકોટ સંવેદનશીલ મુખ્યમંત્રીના શહેરમાં જ ગેરકાયદે ગર્ભપરીક્ષણનો પર્દાફાશ

થોડા દિવસો પહેલાં મહીસાગરના સંતરામપુરમાં એક મહિલાના ગેરકાયદે ગર્ભપાતની ઘટના  સામે આવી હતી. ત્યારે આ ઘટના બાદ હવે રાજકોટમાં ગેરકાયદે કરવામાં આવતા ગર્ભપરીક્ષણ અને ગર્ભપાતનો પર્દાફાશ થયો છે. એક મહિલા કોન્સ્ટેબલને ડમી ગ્રાહક તરીકે મોકલીને પોલીસે આ ગોરખધંધાનો પર્દાફાશ કર્યો છે.

  • ગેરકાયદે ગર્ભપરીક્ષણનો પર્દાફાશ
  • એક મકાનમાં થતું હતું ગેરકાયદે ગર્ભપરીક્ષણ
  • ગર્ભપરીક્ષણ બાદ ગર્ભપાત પણ કરવામાં આવતો હતો
  • એક મહિલાની કરાઈ ધરપકડ

રાજકોટ શહેરમાં ગર્ભપરીક્ષણના ગોરખધંધાનો પર્દાફાશ થયો છે. શહેરના રૈયા રોડ પર કનૈયા ચોકમાં આવેલા એક મકાનમાં ચોરીછૂપીથી ગર્ભપરીક્ષણ કરવામાં આવતું હતું. જે અંગે બાતમી મળતાં પોલીસે આરોગ્ય વિભાગને સાથે રાખીને કાર્યવાહી કરી. મહિલા કોન્સ્ટેબલ સહિત બે ડમી ગ્રાહક  બનાવીને મોકલવામાં આવ્યા અને ગેરકાયદે થતા ગર્ભપરીક્ષણના વેપલાનો ભાંડો ફૂટી ગયો.

રાજકોટ ૩ સંવેદનશીલ મુખ્યમંત્રીના શહેરમાં જ ગેરકાયદે ગર્ભપરીક્ષણનો પર્દાફાશ

ડમી ગ્રાહક બનીને કોન્સ્ટેબલ રાણા અને  મહિલા કોન્સ્ટેબલ શાંતુબેન ગર્ભપરીક્ષણ માટે પહોંચ્યા ત્યારે મકાનમાં સરોજ ડોડિયા નામની મહિલા અને તેની સાથે હેતલ ઝાલા નામની મહિલા હતી. શાંતુબેને પોતાની ઓળખ જેવી પોલીસકર્મી તરીકે આપતાં બંને ભાગવા ગઈ. જો કે  સરોજ નામની મહિલાને ડોડિયાને એક મહિલાને ઝડપી લીધી છે. જેણે માત્ર ધોરણ-12 સુધીનો જ અભ્યાસ કર્યો છે. જ્યારે હેતલ ઝાલા નામની બીજી મહિલા નાસી છૂટી છે. સ્થળ પરથી ગર્ભપરીક્ષણ અને ગર્ભપાતનો સામાન તથા દવા જપ્ત કરવામાં આવી છે.

રાજકોટ 2 સંવેદનશીલ મુખ્યમંત્રીના શહેરમાં જ ગેરકાયદે ગર્ભપરીક્ષણનો પર્દાફાશ

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે છેલ્લા ત્રણ ચાર મહિનાથી અહીંના મકાનમાં  ગેરકાયદે ગર્ભપરીક્ષણ અને ગર્ભપાતનો ધંધો કરવામાં આવતો હતો.  પોલીસના હાથમાંથી જે મહિલા હેતલ ઝાલા ભાગી છૂટી છે એ જ ગ્રાહકો લાવવાનું કામ કરતી હતી. જો કે આ સિવાય કોઈ અન્ય એજન્ટ કે અન્ય કેટલા શખ્સો આ ધંધામાં સામેલ છે અને અત્યાર સુધીમાં  કેટલી મહિલાઓનો ગર્ભપાત કરવામાં આવ્યો છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

Weather Update / યૂપી-બિહાર સહિત આ રાજ્યોમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી

શાબ્દિક હુમલો / રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર કર્યો શાબ્દિક પ્રહાર..જાણો શું કહ્યું

ઈસ્લામાબાદની ભૂમિકાનો દાવો / અફઘાનિસ્તાનમાં તાલીબાનના રાજથી પાકિસ્તાન ખુશ , જણાવ્યું કે….

બનાસકાંઠા /  સગા સાળાઓ જ બનેવી માટે બન્યા હત્યારા, છરીના ઘા ઝીંકીને કરી નિર્મમ હત્યા