Not Set/ જૂનાગઢની જેલ બાદ જંગલમાં ગેરકાયદેસર બર્થડે પાર્ટી, વનવિભાગના ફોરેસ્ટર, ગાર્ડની ઉપસ્થિતિમાં પાર્ટી

વિસાવદરના અભયારણ્યમાં આવેલ કુટીયા થાણાં વિસ્તારમાં બહારનાં લોકોએ પાર્ટી યોજી હોવાનુ જાણવા મળ્યુ છે. આ પાર્ટીમાં વનવિભાગના ફોરેસ્ટર અને ગાર્ડ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Gujarat Others
બર્થ ડે પાર્ટી
  • જંગલમાં ગેરકાયદેસર બર્થડે પાર્ટી યોજાઈ
  • પ્રતિબંધ વિસ્તારમાં યોજાઇ બર્થ ડે પાર્ટી
  • વિસાવદરના અભયારણ્યમાં કુટીયા થાણાં પાર્ટી
  • વનવિભાગના ફોરેસ્ટર, ગાર્ડની ઉપસ્થિતિમાં પાર્ટી
  • વનવિભાગના હંગામી કર્મીની બર્થડે પાર્ટી
  • ગતરાત્રીના અભ્યારણ્યમાં યોજાઈ પાર્ટી

જૂનાગઢની જેલ બાદ જંગલમાં ગેરકાયદેસર બર્થડે પાર્ટી મનાવવાનો કિસ્સો સામે આવ્યો છે.અભ્યારણ્યના પ્રતિબંધ વિસ્તારમાં આ બર્થ ડે પાર્ટી યોજવામાં આવી હતી. વિસાવદરના અભયારણ્યમાં આવેલ કુટીયા થાણાં વિસ્તારમાં બહારનાં લોકોએ પાર્ટી યોજી હોવાનુ જાણવા મળ્યુ છે. આ પાર્ટીમાં વનવિભાગના ફોરેસ્ટર અને ગાર્ડ પણ ઉપસ્થિત રહ્યા હતા.વનવિભાગના હંગામી કર્મીની બર્થડે પાર્ટી હોવાનુ સામે આવ્યુ છે. ગતરાત્રે અભ્યારણ્યમાં જ બર્થડે પાર્ટીનુ આયોજન કરાયુ હતુ.

a 148 જૂનાગઢની જેલ બાદ જંગલમાં ગેરકાયદેસર બર્થડે પાર્ટી, વનવિભાગના ફોરેસ્ટર, ગાર્ડની ઉપસ્થિતિમાં પાર્ટી

અત્રે ઉલ્લેખનીય છે કે,  જુનાગઢ જેલના કેદીઓએ નિયમોના લીરેલીરા ઉડાવી ઠાઠમાઠ સાથે જન્મદિવસની પાર્ટી કરતા ચકચાર મચી હતી. જેલની અંદર કેદીઓ લાજવાને બદલે ગાજતા હોય તેમ બર્થ-ડે પાર્ટીના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા, ત્યારે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. રાજ્યના જેલ વડા સહીત 7થી 8 જેટલા ઉચ્ચ અધિકારીઓની ટીમ જુનાગઢ જેલ પહોંચી તપાસ હાથ ધરી હતી.

સતત 2 દિવસ તપાસ દરમિયાન જેલમાંથી મોબાઇલ સહિતની ગેરકાયદેસર વસ્તુઓ પણ મળી આવી છે. જેમાં 2 મોબાઈલ અને એક રાઉટર મળી આવ્યું હતું. જોકે, એક કી-પેડવાળો મોબાઈલ અને રાઉટર પાણીની ટાંકી નીચે છુપાવ્યા હતા, જ્યારે બીજો કિ-પેડવાળો મોબાઈલ કચરા પેટીમાંથી મળી આવ્યો હતો.