સુરેન્દ્રનગર/ વઢવાણ તાલુકાનાં વસ્તડી ગામનાં ભોગાવો નદીમાં બેફામ ગેરકાયદેસર રેતી ચોરીનો રાફડો ફાટ્યો

સુરેન્દ્રનગર જિલ્લાનાં વઢવાણ તાલુકાનાં વસ્તડી ગામનાં ભોગાવા નદીમાં છેલ્લા એક વર્ષથી ગેરકાયદેસર રેતી ખનન થઈ રહ્યું હોવાની ગ્રામજનો દ્વારા રાવ ઉઠવા પામી છે.

Gujarat Others
1 276 વઢવાણ તાલુકાનાં વસ્તડી ગામનાં ભોગાવો નદીમાં બેફામ ગેરકાયદેસર રેતી ચોરીનો રાફડો ફાટ્યો

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

  • જોરાવરનગર પોલીસ મથકના પોલીસ તંત્રની રહેમ દ્રષ્ટિએ જોરાવનગરની હદમાં આવેલા વસ્તડી ગામમાં ભુ માફિયાઓ બે ફામ બન્યા હોવાની લોકમુખે ચર્ચા.
  • વસ્તડી ગામના સરપંચ રેખાબેન અજીતસિંહ ગોહિલ અને ગ્રામપંચાયત પાણી સમિતિના ચેરમેન G.D ગોહિલે જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ વડા, અને ખાણ ખનીજ વિભાગ સહિત રાજ્ય સ્તરે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરતા ખળભળાટ મચ્યો.
  • વસ્તડી ગામના ભોગાવો નદીમાં એક ડઝનથી વધુ ટ્રેક્ટરો મારફત દરરોજના 250 થી વધુ રેતીના ફેરા બારોબાર વહન થતા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો.
  • ભોગાવો નદીમાં ગેરકાયદેસર રેતી ખનન વહનથી લાખો રૂપિયાની નાખેલી પાણીની પાઈપલાઈન તુટી જતા સિંચાઈ માટે નુકસાન થઈ રહ્યા હોવાનો બળાપો ઠાલવ્યો.

સુરેન્દ્રનગર જિલ્લાનાં વઢવાણ તાલુકાનાં વસ્તડી ગામનાં ભોગાવા નદીમાં છેલ્લા એક વર્ષથી ગેરકાયદેસર રેતી ખનન થઈ રહ્યું હોવાની ગ્રામજનો દ્વારા રાવ ઉઠવા પામી છે. ત્યારે ખેડૂતોએ પાણી માટે નાખેલ પાણીની પાઈપ લાઈનો અંદાજે 50 લાખથી વધારે રૂપિયાની નાખેલી પાણીની લાઈનો જમીન ભૂમાફિયાએ તોડી નાંખી છે અને જોરાવનગર પોલીસ મથકની હદમાં આવેલુ વસ્તડી ગામમાં જમીન ભૂમાફિયાઓ પોલીસ તંત્રની રહેમ દ્રષ્ટિએ બેફામ બન્યા હોવાની લોકમુખે થતી ચર્ચાએ જોર પકડ્યું છે.

1 277 વઢવાણ તાલુકાનાં વસ્તડી ગામનાં ભોગાવો નદીમાં બેફામ ગેરકાયદેસર રેતી ચોરીનો રાફડો ફાટ્યો

તંત્રની બેદરકારી: લીંબડીમાં એક તરફ લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું અને બીજી બાજુ હજારો લીટર પાણીનો વેડફાટ

જે લોકો જમીન ભૂમાફિયા સામે અવાજ ઉઠાવે તો તેને ધાક-ધમકી અને મારી નાખવાની ધમકી આપી રહ્યા હોવાનું વસ્તડી ગામનાં ખેડૂત ઘનશ્યામ સિંહ ગોહિલે જણાવ્યું હતું. અને વધુમાં જણાવ્યું હતું કે વસ્તડી ગામ આખું ભયનાં ઓથાર હેઠળ જીવી રહ્યું છે. અમારા વસ્તડી ગામમાં માથાભારે અસામાજિક તત્વો જમીન ભૂમાફિયા અમોને ધાક-ધમકી આપી દેવા આવી રહ્યા છે. ઘનશ્યામ સિંહ ગોહિલે જણાવ્યું હતું. જમીન ભૂમાફિયાઓએ ભોગાવામાં નાખેલી પાણીની પાઈપ લાઈનો તોડી નાંખવા આવી છે. અને ભોગાવા નદીમાં વસ્તડી ગામમાં બે વોસ પ્લાન્ટ ઉભા કરી 15 ટેકટર મારફત રેતીની ચોરી કરવામાં આવે છે. અને દિવસભર 250 થી 300 ટેકટર રેતીના ફેરા કરવામાં આવી રહ્યા છે. જેના કારણે કુવાને નુકસાન થય રહ્યું છે અને ખેડૂતોએ નાખેલી પાણીની પાઈપલાઈનોને મોટુ નુકસાન થતા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડાની એસપી કચેરીએ વસતડી ગામના આગેવાનો દોડી જઈ રજુઆત કરી હતી.

kalmukho str 6 વઢવાણ તાલુકાનાં વસ્તડી ગામનાં ભોગાવો નદીમાં બેફામ ગેરકાયદેસર રેતી ચોરીનો રાફડો ફાટ્યો