impact fee/ ઇમ્પેક્ટ ફીનો કકળાટઃ હજુ જૂની ફાઇલો પણ ધૂળ ખાઈ રહી છે

એએમસીના ભ્રષ્ટ ખાતાઓમાં ટીડીઓ અને એન્જિનિયરિંગ ટોચ પર છે. ગેરકાયદે બાંધકામોનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. ગુજરાત એક જ એવું રાજ્ય છે જ્યાં 21 વર્ષના ગાળામાં ત્રીજી વખત નામોશીભરી ઇમ્પેક્ટ ફીનો કાયદો લાવવો પડ્યો છે.

Mantavya Exclusive

Impact Fee: એએમસીના ભ્રષ્ટ ખાતાઓમાં ટીડીઓ અને એન્જિનિયરિંગ ટોચ પર છે. ગેરકાયદે બાંધકામોનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. ગુજરાત એક જ એવું રાજ્ય છે જ્યાં 21 વર્ષના ગાળામાં ત્રીજી વખત નામોશીભરી ઇમ્પેક્ટ ફીનો (Impact Fee)કાયદો લાવવો પડ્યો છે. ટીડીઓ ખાતાના અધિકારીઓએ ગાંધીનગરથી ઓકે થઈને આવેલી ફાઇલોનો પણ હજી સુધી નિકાલ નથી કર્યો, તે કેટલાય મહિનાઓથી ધૂળ ખાય છે. આ તંત્રમાં કોઈને કોઈ પૂછનાર જ ના હોય અંધેર રાજ ચાલે છે!

પ્રફુલ્લ ત્રિવેદી, એસોસિયેટ એડિટર

ગુજરાતમાં 21 વર્ષના ટૂંકા ગાળામાં જ ત્રણ-ત્રણ વખત ઇમ્પેક્ટ ફી(Impact Fee) લાવવાની રાજ્ય સરકારને ફરજ પડી છે. ગેરકાયદે બાંધકામને પાયામાંથી જ રોકવાની જેમની જવાબદારી છે, તેવા ટીડીઓ ખાતાના ઇન્સ્પેક્ટર-અધિકારીઓની સામે ગેરકાયદે બાંધકામ બાબતે કોઈ જ પગલાં લેવાતા ના હોવાથી તગડો પગાર લેતા અને તગડો ભ્રષ્ટાચાર કરતાં અધિકારીઓને ફાવતુ જડ્યુ છે.

કેટલાક તો ભગવાનને પ્રાર્થના કરતાં હોય છે કે તેમના કાર્યકાળ દરમિયાન એક કે બે વખત ઇમ્પેક્ટ ફીનો (Impact Fee) કાયદો આવી જાય તો સાત પેઢીનું સાજુ થઈ જાય ! વારંવાર ગેરકાયદે બાંધકામને ફી લઈને કાયદેસર કરવાની ફરજ પડે તે બાબત સરકાર માટે પણ શરમજનક છે. જીડીસીઆરના કાયદા ઘડનારાઓનું અપમાન છે અને પ્લાન પાસ કરાવી કાયદેસર બાંધકામ કરાવનારને હળાહળ અન્યાય છે.

બીજી વખત ઇમ્પેક્ટ ફી આવી ત્યારે શહેરી વિકાસના તે સમયના ટોચના અધિકારી આઇ.પી. ગૌતમે મીડિયાની હાજરીમાં મ્યુનિ. અધિકારીઓને સૂચના આપી હતી કે જેટલી અરજીઓ આવે તે અંગે પોઝિટિવલી વિચારી અને ઝડપથી નિકાલ કરી નાખશો. નાની નાની બાબતમાં અમને પૂછવાની જરૂર નથી. આમ છતાં છ લાખથી વધુ ગેરકાયદે બાંધકામો પૈકી માત્ર 2,43,105 અરજીઓ આવી હતી.

તેમાથી ટીડીઓએ માત્ર 1,26,333 અરજીઓ પાસ કરી હતી. 1,17,600 રિજેક્ટ કરી હતી. લગભગ અડધો અડધ એટલે કે 48 ટકા જેટલીઓ અરજીઓ રદ કરી હતી. આ પૈકી કેટલાકે ગાંધીનગરમાં એપેલેટ અધિકારી સમક્ષ ધા નાખી હતી, ત્યાંથી પાસ થઈને આવેલી અરજીઓ લાંબા સમયથી ધૂળ ખાતી પડી રહી હતી. હવે નવેસરથી નવી ઇમ્પેક્ટ ફી આવી. સામાન્ય કલાર્ક પણ સમજી શકે કે જૂની અરજીનો નિકાલ તે પ્રમાણે અને નવી અરજીનો નિકાલ નવા પ્રમાણે કરવો પડે.

આમ છતાં જવાબદારીથી ભાગતા અધિકારીઓએ પોતાની વિવેકબુદ્ધિ વાપરીને નિર્ણય લેવાના બદલે મ્યુનિ.ના લીગલ ડિપાર્ટમેન્ટને પૃચ્છા કરી છે કે જૂના કેસોનું શું કરવું? આ પ્રકારનું વલણ નકારાત્મકતાની પરાકાષ્ઠા તરીકે લેખાવુ જોઈએ, ખરેખર તો ઉચ્ચ અધિકારીઓ અને સત્તાવાળાઓએ ટીડીઓ ખાતાનો જવાબ માંગવો જોઈએ કે ગાંધીનગરથી ઓકે થઈને આવેલી ફાઇલોનો નિકાલ કેમ ન કરાયો?

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે હમણા જ ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ભ્રષ્ટાચારના મુદ્દે ઝીરો ટોલરન્સનો અમલ થશે અને કોઈનાા ટેબલ પર લાંબા સમયથી ફાઇલ પડતર હશે તો તેના ખુલાસા સાથે ફાઇલ સીએમઓમાં મોકલવાની રહેશે. પરંતુ એએમસીમાં તો કોઈની કોઈ જવાબદારી જ ન હોય તેવું નિંભર વાતાવરણ પ્રવર્તે છે.
ગેરકાયદે બાંધકામો માટે ત્રણ જ રસ્તા છેઃ (1) પાયામાંથી રોકો, નોટિસો આપ્યા બાદ કેમ પગલાં લેવાતા નથી? હપ્તાથી મોં સીવાઈ જાય છે? (2) ગેરકાયદે બાંધકામને ઇમ્પેક્ટ ફી આવે ત્યારે જો કાયદેસર કરી ના શકો તો શું તેને તોડવાની હિંમત અને માનસિકતા છે, અધિકારીઓની! (3) ઉચ્ચ અધિકારીઓ દર સપ્તાહે ગેરકાયદે બાંધકામની સમીક્ષા થાય તેવી નીતિ કેમ ઘડતા નથી? અન્યથા દર દસ વર્ષે ઇમ્પેક્ટ ફી લાવવી પડશે અને કાયદાનું કાયદા તરીકે કોઈ મહત્વ જ નહી રહે.!

flower show 2023/ફલાવર શોની મુલાકાત લેતા પહેલા આ માહિતી જાણવી તમારા માટે અનિવાર્ય છે,આ તારીખથી શરૂ થશે

Health Bulletin/PM મોદીના માતા હીરાબા જલદી સ્વસ્થ થાય માટે રાજ્યમાં ઠેર ઠેર લોકો કરી રહ્યા છે પ્રાર્થના