ગુજરાત/ NFSA કાર્ડ ધારકો માટે મહત્વનો નિર્ણય, હવે 50 રૂપિયામાં મળશે તુવેર દાળ

આ યોજના હેઠળ ભારત સરકાર વતી નાફેડ દ્વારા રાજય સરકારને તુવેરદાળનો જથ્થો પુરો પાડવામાં આવે છે

Top Stories Gujarat
Untitled 1 11 NFSA કાર્ડ ધારકો માટે મહત્વનો નિર્ણય, હવે 50 રૂપિયામાં મળશે તુવેર દાળ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજય સરકાર દ્વારા “રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-૨૦૧૩” હેઠળ સમાવિષ્ટ ૭૦ લાખ કુટુંબોને દર માસે રાહતદરે કઠોળના વિતરણ માટે પ્રતિ કુટુંબ ૧ કિલો તુવેરદાળ હવે ૫૦ રૂપીયા પ્રતિ કિલોના ફિક્સ ભાવે આપવાનો નિર્ણય કર્યો છે.

આ યોજના હેઠળ ભારત સરકાર વતી નાફેડ દ્વારા રાજય સરકારને તુવેરદાળનો જથ્થો પુરો પાડવામાં આવે છે.રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ આ નિર્ણયની વિગતો આપતા કહ્યું કે, ભારત સરકાર દ્વારા અપાતા તુવેરદાળના જથ્થાના ભાવનો દર ત્રણ/ચાર માસે બદલાતાં, વેચાણ કિંમત પણ બદલાતી રહેતી હતી, આથી રેશનકાર્ડઘારકો માટે તુવેર દાળનો વિતરણ ભાવ ૫ણ બદલાતો રહેતો હતો.

આ  પણ  વાંચો:વાંકાનેર /  દલડી નજીક યુવક યુવતીએ સજોડે કર્યો આપઘાત, 2 મહિના બાદ થવાના હતા લગ્ન

તુવેરદાળની આ યોજનામાં પ્રતિ કિલો એ રૂ.૩૦/- ફીક્સ સબસીડી રાજ્ય સરકાર દ્વારા મંજુર કરાયેલ હોવાથી ભારત સરકાર દ્વારા અપાતા તુવેરદાળના જથ્થાનો ભાવ તથા તેમાં ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા નિગમના ગોડાઉનથી વ્યાજબી ભાવની દુકાનો સુઘી ૫હોંચતી કરી, દુકાનદારોનું કમિશન ખર્ચ ગણીને લાભાર્થીઓ સુઘી વિતરણ કરવામાં આવે છે ત્યાં સુઘીના આનુષાંગિક ખર્ચને આધારે તુવેરદાળની વેંચાણ કિંમત નિયત થાય છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તુવેરદાળના વિતરણ બાબતે અનિશ્ચિતતા ન રહે તથા સરળતાથી યોજનાનું અમલીકરણ થાય અને એકંદર બજારભાવો સ્થિર રહે તે માટે અને રેશનકાર્ડધારકો તુવેરદાળનો ઉપયોગ કરે તે માટે તુવેરદાળનો વિતરણભાવ રૂ.૫૦/- પ્રતિ કિલો ફિકસ કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો:temples /  બ્રહ્મસમાજનું દુર્ગાધામનું થશે નિર્માણ, ૨૫૦ કરોડનાં ખર્ચે બનશે બાવળા તાલુકામાં….