Not Set/ મધ્ય ગુજરાતમાં ચાંદીપુરા તાવને પગલે 7 જીલ્લામાં તંત્ર એલર્ટ, સર્વે શરુ કરાયો

મધ્ય ગુજરાતમાં ચાંદીપુરા તાવના ખતરાને પગલે વડોદરા સહિત સાત જિલ્લામાં તંત્રને સાબદા રહેવા તાકીદ કરવામાં આવી છે. આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા મધ્ય ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમજ દવાના છંટકાવની કામગીરી પણ શરૂ કરાઈ છે. ચાંદીપુરા તાવના કેસો છેલ્લા કેટલાક વર્ષોમાં સામે આવતા તંત્ર અત્યારથી જ સક્રીય બન્યું છે. આ […]

Top Stories Gujarat Surat Vadodara Others
chn મધ્ય ગુજરાતમાં ચાંદીપુરા તાવને પગલે 7 જીલ્લામાં તંત્ર એલર્ટ, સર્વે શરુ કરાયો

મધ્ય ગુજરાતમાં ચાંદીપુરા તાવના ખતરાને પગલે વડોદરા સહિત સાત જિલ્લામાં તંત્રને સાબદા રહેવા તાકીદ કરવામાં આવી છે. આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા મધ્ય ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમજ દવાના છંટકાવની કામગીરી પણ શરૂ કરાઈ છે.

ચાંદીપુરા તાવના કેસો છેલ્લા કેટલાક વર્ષોમાં સામે આવતા તંત્ર અત્યારથી જ સક્રીય બન્યું છે. આ રોગચાળો સામાન્ય રીતે જૂલાઈ મહિનામાં વકરે છે. જૂલાઈ મહિનામાં બેવડી ઋતુ હોવાથી રોગચાળો વકરતો હોવાનું આરોગ્ય વિભાગ માને છે. તેમજ ગ્રામ્ય વિસ્તારમાં આ રોગચાળાના વધુ લક્ષણો જોવા મળે છે.

chn1 મધ્ય ગુજરાતમાં ચાંદીપુરા તાવને પગલે 7 જીલ્લામાં તંત્ર એલર્ટ, સર્વે શરુ કરાયો

આરોગ્ય વિભાગ દ્વારા મધ્ય ગુજરાતના વડોદરા, ખેડા, આણંદ, પંચમહાલ અને મહિસાગર સહિતના 7 જિલ્લામાં ચાંદીપુરા રોગચાળાની શકયતાને પગલે એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ સર્વેની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત દવા છાંટવાની કામગીરી પણ શરૂ કરાઈ છે.

રાજ્યમાં વર્ષ 2010માં ફાટી નીકળેલા ચાંદીપુરા તાવના રોગચાળામાં 29 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા હતા. જે પૈકી 17 દર્દીઓનો માત થયા હતા. આ ઉપરાંત વર્ષ 2013માં 1 કેસ નોંધાયો હતો આ દર્દીનું પણ મોત થયું છે. વર્ષ 2014માં 11 કેસ નોંધાયા હતા. જે પૈકી 7 દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા હતા.

chn2 મધ્ય ગુજરાતમાં ચાંદીપુરા તાવને પગલે 7 જીલ્લામાં તંત્ર એલર્ટ, સર્વે શરુ કરાયો

વર્ષ 2015માં 2 કેસ નોંધાયા હતા. જે પૈકી 1 દર્દીનું મોત થયું હતું. વર્ષ 2016માં 5 કેસ નોધાયા હતા. જે પૈકી 1 દર્દીનું મોત થયું હતું. આવી જ રીતે વર્ષ 2017માં 2 કેસ નોંધાયા હતા. જે પૈકી 1નું મોત થયું હતું. જ્યારે વર્ષ 2018માં 6 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં 6 દર્દીઓના મોત થયા હતા.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.