Haryana/ હરિયાણામાં ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે ભાજપને મોટો ફટકો, BJP નેતા અશોક તંવર કોંગ્રેસમાં જોડાયા

હરિયાણામાં ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપના નેતા અશોક તંવર કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે.

Top Stories India

Haryana News: હરિયાણામાં ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપના નેતા અશોક તંવર કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. ગઈકાલ સુધી તેઓ ભાજપ માટે પ્રચાર કરતા હતા પરંતુ આજે તેઓ રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. અશોક તંવર અગાઉ કોંગ્રેસ પાર્ટીના નેતા હતા, તેઓ લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા અને ભાજપે તેમને સિરસાથી શૈલેજા સામે મેદાનમાં ઉતાર્યા હતા.

Congress to BJP via Trinamool & AAP — inside former Rahul Gandhi confidant Ashok Tanwar's political turns

અશોક તંવરનો કોંગ્રેસમાં જોડાવાનો વિડીયો જાહેર કરતા કોંગ્રેસ પાર્ટીએ X પર કહ્યું કે કોંગ્રેસે સતત શોષિત અને વંચિતોના અધિકારો માટે પોતાનો અવાજ ઉઠાવ્યો છે અને બંધારણની રક્ષા માટે સંપૂર્ણ ઈમાનદારી સાથે લડત આપી છે. અમારા સંઘર્ષ અને સમર્પણથી પ્રભાવિત થઈને આજે ભાજપના વરિષ્ઠ નેતા, પૂર્વ સાંસદ, હરિયાણામાં ભાજપની પ્રચાર સમિતિના સભ્ય અને સ્ટાર પ્રચારક અશોક તંવર કોંગ્રેસમાં જોડાયા. કોંગ્રેસે કહ્યું કે, અશોક તંવરની વાપસીથી તમારા આવવાથી દલિતોના અધિકારની લડાઈ વધુ મજબૂત થશે.

ચૂંટણી પ્રચાર દરમ્યાન રાહુલ ગાંધીના પ્રહાર

હરિયાણામાં ચૂંટણી પ્રચાર દરમ્યાન રાહુલ ગાંધીએ પોતાના કાર્યકરોને પ્રોત્સાહિત કર્યા હતા. એક જનસભાને સંબોધતા તેમણે કહ્યું હતું કે  મારા બબ્બર શેર કાર્યકરો, કોંગ્રેસના ટાઈગરો કોઈથી ડરતા નથી! કોઈ અપશબ્દો બોલે કે લાકડીઓ મારે તેનાથી કોઈ ફરક પડતો નથી – અમે સાથે મળીને ભારતનો અવાજ ઉઠાવવાનું ચાલુ રાખીશું અને દરેક ખૂણે પ્રેમની દુકાનો ખોલીશું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં તિરૂપતિ એપાર્ટમેન્ટ ખાલી કરાવવા નોટિસ પાઠવવામાં આવી

આ પણ વાંચો:‘ભગવાનને તો રાજનીતિથી દૂર રાખો’ તિરુપતિ મંદિર પ્રસાદ મામલે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી

આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટ આજે તિરુપતિ લાડુ મામલે કરશે સુનાવણી, CBI તપાસની પણ માગ ઉઠી