સુરત/ એક તરફી પ્રેમમાં પાગલ યુવકના ત્રાસથી પરણીતાએ કર્યો આપઘાતનો પ્રયાસ, પોતાને ચાંપી આગ

એક તરફી પ્રેમમાં યુવક પરણિતાને હેરાન કરતો હોવાથી પરણિતાએ આવું કમકમાટી ભર્યું પગલું લીધું હોવાનું જાણવા મળ્યું છે.

Gujarat Surat
પરણિતાએ
  • પાસોદરામાં આત્મહત્યાનો પ્રયાસ
  • પરણીતાએ પોતાને ચાંપી આગ
  • એક તરફી પ્રેમમાં યુવક કરતો હતો હેરાન
  • પોલીસે વધુ તપાસ હાથ ધરી 

સુરતના પાસોદરામાં પરણિતાએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. પરણિતાએ પોતાને આગ ચાંપીને  જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો છે. એક તરફી પ્રેમમાં યુવક પરણિતાને હેરાન કરતો હોવાથી પરણિતાએ આવું કમકમાટી ભર્યું પગલું લીધું હોવાનું જાણવા મળ્યું છે. સુરતમાં અવાર નવાર આવા હ્રદયદ્રાવક કિસ્સાઓ સામે આવતા રહે છે, જેથી પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. હાલ આ સમગ્ર ઘટનાને મામલે કામરેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :પલસાણામાં 11 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, જાણો સમગ્ર ઘટના

આ પહેલાં સુરતમાં બાળકી હવસખોરનો શિકાર બનતાં સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. 11 વર્ષીય બાળકી ઉપર દુષ્કર્મ કરી હત્યા કરી નાંખવામાં આવી છે. પલસાણાના જોળવામાં 11 વર્ષીય બાળકીને પિંખી નાખી હત્યા કરવામાં આવી છે.  માતા પિતા નોકરી ગયા હતા અને દીકરી નાના ભાઈ સાથે ઘરે એકલી હતી. બિલ્ડીંગમાં નજીકના અવાવરું રૂમમાંથી શોધખોળ બાદ મૃતદેહ મળી આવ્યો. ઘટના બનતા સુરત જિલ્લા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અમાનવીય કૃત્યમાં માસૂમ બાળાનું પ્રાણ પંખેડુ ઉડી ગયું. પરિવારના પ્રાથમિક નિવેદનના આધારે બે શંકમંદોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો : ગુજરાતમાં આજથી સ્કૂલો-કોલેજો સંપૂર્ણપણે ઓફલાઈન, રાબેતા મુજબ શિક્ષણ થયું શરૂ

આ પણ વાંચો :ગેરકાયદેસર ફરતા ઓવરલોડ ડમ્પરોના ત્રાસથી લોકો પરેશાન

આ પણ વાંચો :લીંબડી અઢી આકરી મેલડીમાંના મંદિર પાસે બે પક્ષો વચ્ચે મારામારી : 4ને ઈજા, 5 સામે ફરિયાદ