ગુજરાત/ અગ્નિકાંડ બાદ પ્રશાસન એકશનમાં, છોટાઉદેપુર અને વેરાવળમાં ચાલ્યું બુલડોઝર

રાજકોટ અગ્નિકાંડ બાદ પ્રશાસનને કડક વલણ અપનાવ્યું છે. પ્રશાસન એકશનમાં આવતા ગેરકાયદેસર કામો લઈને કાર્યવાહી તેજ કરી છે. છોટાઉદેપુર અને વેરાવળમાં પ્રશાસનનું બુલડોઝર ચાલ્યું.

Top Stories Gujarat Others
Beginners guide to 2024 05 30T160719.798 અગ્નિકાંડ બાદ પ્રશાસન એકશનમાં, છોટાઉદેપુર અને વેરાવળમાં ચાલ્યું બુલડોઝર

ગુજરાત : રાજકોટ અગ્નિકાંડ બાદ પ્રશાસનને કડક વલણ અપનાવ્યું છે. પ્રશાસન એકશનમાં આવતા ગેરકાયદેસર કામો લઈને કાર્યવાહી તેજ કરી છે. છોટાઉદેપુર અને વેરાવળમાં પ્રશાસનનું બુલડોઝર ચાલ્યું. પ્રશાસને કડક કાર્યવાહી કરતા ગેરકાયદેસર બાંધકામો તોડ્યા તેમજ સંબંધિત લોકોને નોટિસ પાઠવી. પ્રશાસનની કડક કામગીરી કેટલીક વખત સ્થાનિકો માટે માથાનો દુખાવો બને છે. પ્રશાસને દબાણો દૂર કરતા કેટલાક લોકો નારાજ પણ થયા છે.

લોકસભા ચૂંટણીમાં વ્યસ્ત બનેલ પ્રશાસનને અગ્નિકાંડના તણખાએ જાગૃત કર્યા. જેના બાદ છોટાઉદેપુરમાં પ્રશાસનનું બુલ્ડોઝર ચાલ્યું. પ્રશાસને નેશનલ હાઈવે પર કરવામાં આવેલ ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડતા સંબંધિત લોકોને નોટિસ ફટકારી. ગેરકાયદેસર દબાણો દૂર કરવા SDM, મામલતદાર સહિત પોલીસ કાફલો તૈનાત કરાયો હતો. પ્રશાસને 40ને નોટિસ પાઠવી દબાણ દૂર કરવા તાકીદ કરી. જો કે દબાણ હટાવવાની કામગીરીનો સ્થાનિક મહિલા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. છોટાઉદેપુરની જેમ વેરાવળમાં પણ દબાણો પર પ્રશાસનનું બુલડોઝર ફેરવાયું. વેરાવળમાં ઉમરેઠી પાટીયા પાસેની 15 જેટલી ગેરકાયદે દુકાનો તોડી પાડવામાં આવી. દબાણો દૂર થતા 1.8 કરોડની જમીન ખુલ્લી કરાઈ.

રાજકોટ TRP ગેમઝોનમાં બનેલ અગ્નિકાંડે સુસ્ત અને પ્રચારમાં વ્યસ્ત બનેલ પ્રશાસનની ગાડી પાટા પર લાવી છે. રાજકોટ અગ્નિકાંડ ઘટનામાં 27 જેટલા લોકોના મોત થતા મોટો ઉહાપોહ મચ્યો હતો. જેના બાદ તંત્ર હરકતમાં આવતા વ્યાવસાયિક એકમો, શૈક્ષણિક એકમો અને મનોરંજનના એકમો પર સેફટીને લઈને સઘન પગલા લીધા. ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં ફાયર સેફ્ટી અને સુરક્ષા તેમજ મંજૂરીને લઈને વિવિધ એકમોમાં તપાસ થઈ રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: IRDAI હેલ્થ ઇન્સ્યોરન્સ મામલે લીધો મહત્વનો નિર્ણય, 1 કલાકમાં જ આપવી પડશે કેશલેસ ટ્રીટમેન્ટની મંજૂરી

આ પણ વાંચો: PM મોદીના કન્યાકુમારીના રોક મેમોરિયલ પર ધ્યાન મામલે વિપક્ષના પ્રહાર, ટેલિકાસ્ટ પર કરશે ફરિયાદ

આ પણ વાંચો: લો બોલો ! દિલ્હીમાં રેકોર્ડ તોડ 52.9 ડિગ્રી તાપમાન ‘સેન્સરની ભૂલ’ ?