Covid-19/ અમદાવાદમાં કોરોનાનાં કેસ સતત વધતા વેપારી સંગઠનોએ લીધો મોટો નિર્ણય

રાજ્યમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે. રોજ કોરોનાનાં કેસનો આંક પોતાનો જ રેકોર્ડ તોડી રહ્યો છે. સતત વધી રહેલા કોરોનાનાં કેસથી હવે સરકાર પણ ચિંતામાં આવી ગઇ છે. રાજ્યમાં સૌથી વધુ કફોડી હાલત અમદાવાદની છે.

Top Stories Ahmedabad Gujarat
123 11 અમદાવાદમાં કોરોનાનાં કેસ સતત વધતા વેપારી સંગઠનોએ લીધો મોટો નિર્ણય
  • અમદાવાદમાં કોરોનાના સંક્રમણમાં સતત વધારો,
  • શહેરનાં સાબરમતી વિસ્તારમાં આજથી આંશિક બંધ,
  • વેપારીઓ બપોરે 2 વાગ્યા બાદ દુકાનો રાખશે બંધ,
  • ન્યૂ રાણીપ અને નિર્ણયનગરમાં પણ દુકાનો રહેશે બંધ,
  • કોરોન સતત વધી રહેલા કેસને લઈ લેવાયો નિર્ણય

રાજ્યમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે. રોજ કોરોનાનાં કેસનો આંક પોતાનો જ રેકોર્ડ તોડી રહ્યો છે. સતત વધી રહેલા કોરોનાનાં કેસથી હવે સરકાર પણ ચિંતામાં આવી ગઇ છે. રાજ્યમાં સૌથી વધુ કફોડી હાલત અમદાવાદની છે. અહી સંક્રમણમાં રોજ વધારો થઇ રહ્યો છે. હોસ્પિટલો દર્દીઓથી સતત ભીડમાં પરિવર્તિત થઇ રહી છે.

Covid-19 / છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નવા કેસ અને મોતનાં આંકડાએ તોડ્યો રેકોર્ડ

કોરોનાનાં કારણે અમદાવાદની સ્થિતિ દિવસેને દિવસે ખરાબ બનતી જઇ રહી છે. શહેરનાં સાબરમતી વિસ્તારમાં આજથી આંશિક બંધ કરવામા આવશે. વેપારીઓએ બપોરે 2 વાગ્યા બાદ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ સાથે ન્યૂ રાણીપ અને નિર્ણયનગરમાં પણ બપોરે 2 વાગ્યા બાદ દુકાનો બંધ રહેશે. આ નિર્ણય સતત વધી રહેલા કોરોનાનાં કેસને ધ્યાનમાં રાખતા લેવાયો છે.

ગુજરાત: સુરતની સિવિલ-સ્મીમેર હોસ્પટલમાં 1,322 દર્દીઓ ગંભીર, 13 વેન્ટિલેટર અને 703 દર્દીઓ ઓક્સિજન સપોર્ટ પર

AMC દ્વારા ડ્રાઇવ થ્રૂ ટેસ્ટિંગની વ્યવસ્થા

રાજ્યમાં કોરોનાનાં કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે . પરિસ્થિતિ ખુબ જ ગંભીર જોવા મળી રહી છે, એક પણ હોસ્પિટલમાં બેડ્સ ખાલી જોવા મળી નથી રહ્યા. અમદાવાદની વાત કરીએ તો અહી સ્થિતિ બેકાબુ બની ગઇ છે. હોસ્પિટલોની બહાર એમ્બ્યુલન્સની લાંબી કતાર જોવા મળી રહી છે. એમ્બ્યુલન્સમાં દર્દીઓનાં સગા રાહ જોઇ રહ્યા છે કે ક્યારે અંદર દાખલ દર્દી બેડ્સ ખાલી કરે અને અમને જગ્યા મળે. આવી સ્થિતિમાં હવે લોકો કોરોનાનાં ટેસ્ટ કરાવી રહ્યા છે. જેને લઇને હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રાઇવેટ લેબની મદદથી પૂર્વ વિસ્તારમાં પણ ડ્રાઇવ થ્રૂ ટેસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

શ્વાસનું સંકટ / ગુજરાતમાં ઓક્સિજનની ડિમાન્ડ પ્રતિદિન 500 ટન પર પહોચી, જાણો કયા રાજ્યોમાં છે અછત?

ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનું તાંડવ સતત ઘેરાતું જઇ રહ્યું છે. રાજ્યમાં સતત કોરોના કેસ અને મૃત્યુ આંકમાં વધારો નોધાઇ રહ્યો છે. કોરોના કેસનાં દૈનિક આંકડા રોજ પોતાનો જ રેકોર્ડ તોડી રહ્યા છે. રાજ્યનાં આરોગ્ય વિભાગનાં જણાવ્યા અનુસાર રાજ્યમાં રવિવારે 10,340 રેકોર્ડ બ્રેક કેસ સામે આવ્યા હતા.  જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 4,04,569 ઉપર પહોચ્યો છે. રાજ્યનાં આરોગ્ય વિભાગનાં જણાવ્યા અનુસાર ગુજરાતમાં 110  લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 3981 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 61,647 છે.અમદાવાદમાં નવા 3694 કેસ સામે 28નાં મોત થયા છે. સુરતમાં નવા 2425 કેસ, 28નાં મોત ,રાજકોટમાં 811 અને વડોદરમાં 509 કેસ નોંધાયા છે. ભાવનગરમાં 198 અને જામનગરમાં 366 કેસ નોંધાયા. ગાંધીનગરમાં 150 અને જૂનાગઢમાં 122 કેસ નોંધાયા.

Untitled 34 અમદાવાદમાં કોરોનાનાં કેસ સતત વધતા વેપારી સંગઠનોએ લીધો મોટો નિર્ણય