Ahmedabad/ અમદાવાદમાં ભર શિયાળે રોગચાળો વકર્યો, પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો બેકાબૂ બન્યા

શિયાળામાં આ વર્ષે શહેરમાં ઠંડીનું પ્રમાણ ઓછું જોવા મળતા અમદાવાદમાં ભર શિયાળે રોગચાળો વકરતા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો બેકાબૂ બન્યા છે.

Top Stories Ahmedabad Gujarat
YouTube Thumbnail 79 1 અમદાવાદમાં ભર શિયાળે રોગચાળો વકર્યો, પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો બેકાબૂ બન્યા

અમદાવાદમાં હોસ્પિટલોમાં દર્દીની સંખ્યામાં વધારો થયો છે. ભર શિયાળે રોગચાળો વકરતા લોકો બીમાર પડવા લાગ્યા છે. સામાન્ય રીતે ચોમાસની ઋતુમાં લોકો વધુ બીમાર પડતા હોય છે. ચોમાસામાં મચ્છરનો ઉપદ્રવ અને દૂષિત પાણીના કારણે લોકોને ઇન્ફેકશન થાય છે. પરંતુ હાલમાં શહેરની હોસ્પિટલો દર્દીથી ઉભરાઈ રહી છે. શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો બેકાબૂ બનતા ઝાડા ઉલ્ટીના 288,ટાઈફોડના 186 કેસ નોંધાયા છે.

શિયાળામાં આ વર્ષે શહેરમાં ઠંડીનું પ્રમાણ ઓછું જોવા મળ્યું. આ વર્ષે સરેરાશ ઠંડી કરતા ઓછી ઠંડી પડવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ જોવા મળ્યો. આ જ કારણોસર ભર શિયાળામાં ચોમાસામાં જોવા મળતા ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસ જોવા મળી રહ્યાછે. શહેરમાં ડેન્ગ્યુના 36, સાદા મલેરીયાના 9 અને ઝેરી મેલેરીયાના 5 કેસ નોંધાયા છે. ડેન્ગ્યુ બીમારી એક સમયે બહુ ગંભીર માનવામાં આવતી હતી. શરૂઆતમાં આ રોગના કારણે લોકો મૃત્યુ પામતા હોવાની ઘટનાઓ પણ બની છે. તેમજ ઝેરી મેલેરીયા પણ વધુ ગંભીર બીમારી માનવામાં આવે છે. જો કે હાલમાં ડેન્ગ્યુ અને ઝેરી મેલેરીયાની બીમારીમાં દવાઓ અસર કરતા દર્દીને રાહત રહે છે.

Mosquito-borne diseases rise in Ahmedabad after corona | રોગચાળો બેકાબૂ:  અમદાવાદમાં કોરોના બાદ મચ્છરજન્ય રોગોએ માથું ઉચક્યું, ડેન્ગ્યુના 1100 અને  ચિકનગુનિયાના 600થી ...

શહેરમાં ભર શિયાળે રોગચાળો વકરવાનું કારણ ઠંડીનું ઓછું પ્રમાણ હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે ચોમાસામાં દૂષિત પાણીના કારણે મચ્છરનો ઉપદ્રવ વધે છે. જ્યારે તેના બાદ શિયાળાની સિઝન આવે ત્યારે ઠંડીનું પ્રમાણ વધતા મચ્છરનો ત્રાસ ઘટે છે. પરંતુ આ વર્ષે શહેરમાં મધ્યમ ઠંડી જોવા મળી. દરમ્યાન ડિસેમ્બર માવઠાના મારના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો હોઈ શકે. શહેરમાં અત્યારે ઝીણી મચ્છીઓનો ત્રાસ વધ્યો છે. શક્ય છે કે બદલાતા વાતાવરણને કારણે શહેરમાં ડેન્ગ્યુ, ટાઈફોઇડ અને મેલેરિયા જેવી બીમારીઓના કેસ વધી રહ્યા છે.

પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વધતા લોકોએ સ્વાસ્થ્ય અને સ્વચ્છતા પ્રત્યે જાગૃત રહેવાની જરૂર છે. સામાન્ય રીતે શિયાળામાં લોકો તંદુરસ્તી પ્રત્યે વધુ સભાન બનતા વોકિંગ, સાયકલિંગ અને યોગ જેવી કસરતો કરતા જોવા મળી છે. સાથે આ સિઝનમાં વધુ તાજગીભર્યા શાક અને ફળો આવતા હોવાથી ખોરાકમાં પણ રૂચિ વધે છે. આ વખતે ભર શિયાળે ડેન્ગ્યુ અને મેલેરિયા જેવી બીમારીઓના કેસ વધતા સ્વસ્થ રહેવા લોકોએ ગરમ અને શુદ્ધ પાણી, તેમજ પૌષ્ટિક આહાર પર ધ્યાન આપવું જોઈએ.


આ પણ વાંચો:અયોધ્યા રામ મંદિર/અયોધ્યાને મળી નવી આઠ ફલાઇટ,આ શહેરોમાંથી નિયમિત ફલાઇટ ઉડાન ભરશે

આ પણ વાંચો:INDIAN NAVY/ભારતીય નૌકાદળનું વધુ એક સફળ ઓપરેશન,શ્રીલંકાના જહાજને ચાંચિયાઓથી બચાવ્યું

આ પણ વાંચો:મદ્રાસ હાઇકોર્ટ/મંદિર બહાર બોર્ડ લગાવી દો, ગેરહિન્દુઓનો પ્રવશે પ્રતિબંધ- મદ્રાસ હાઇકોર્ટ