આપઘાત/ અમદાવાદમાં સાસરિયાનાં ત્રાસથી વધુ એક પરિણીતાએ કર્યો આપઘાત

અમદાવાદના શહેરકોટડામાં આપઘાતની ઘટના સામે આવી છે. સાસરિયાનાં ત્રાસના કારણે પરિણીતાએ જીવન ટૂંકાવ્યું હતું. પરિણીતાએ ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું હતું.

Ahmedabad Gujarat
આપઘાત
  • અમદાવાદના શહેરકોટડામાં આપઘાતની ઘટના
  • સાસરિયાનાં ત્રાસના કારણે પરિણીતાએ કર્યો આપઘાત
  • લગ્નમાં સાસરિયાઓએ દહેજમાં માગ્યા હતા 10 લાખ
  • યુવતીનાં પિતાએ 4 લાખ રૂપિયા દહેજમા આપ્યા
  • લગ્નનાં બાદ દહેજ બાબતે યુવતીને અપાતો ત્રાસ
  • યુવતીએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત
  • પોલીસે ફરિયાદ નોધ તપાસ હાથ ધરી
  • 6 સાસરિયાઓ સામે આત્મહત્યા દુષ્પ્રેરણની ફરિયાદ

રાજ્યમાં મહિલા પર શારીરિક અને માનસિક ત્રાસના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં વધુ એક પરિણીતાએ આપઘાત કર્યો છે. જાણવા મળી રહ્યું છે કે, સાસરિયાનાં ત્રાસના કારણે પરિણીતાએ જીવન ટૂંકાવ્યું છે. આ મામલે પોલીસે ફરિયાદ નોંધાતા પોલીસ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : બગોદરા નજીક ટ્રક પાછળ ગાડી ઘુસી જતાં સર્જાયો અકસ્માત, 3 લોકોનાં મોત

મળતી માહિતી અનુસાર, અમદાવાદના શહેરકોટડામાં આપઘાતની ઘટના સામે આવી છે. સાસરિયાનાં ત્રાસના કારણે પરિણીતાએ જીવન ટૂંકાવ્યું હતું. પરિણીતાએ ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું હતું. આ ઘટના અંગે હાલ જાણવા મળી રહ્યું છે કે, લગ્નમાં સાસરિયાઓએ દહેજમાં 10 લાખ માગ્યા હતા.પરંતુ યુવતીનાં પિતાએ 4 લાખ રૂપિયા દહેજમા આપ્યા હતા. જેના કારણે સાસરિયાવાળા સતત યુવતી પર ત્રાસ ગુજરતા હતા. મહત્વનું છે કે, 6 સાસરિયાઓ સામે આત્મહત્યા દુષ્પ્રેરણની ફરિયાદ નોંધવામાં આવી છે.

આ પણ વાંચો :મોરબીમાં અનુભવાયા 3.2 ની તીવ્રતાના ભૂકંપના આંચકા, લોકોમાં છવાયો ભયનો માહોલ

આપને જણાવી દઈએ કે, આ પહેલા રાજકોટમાં પહેલી જ મેરેજ એનિવર્સરીના દિવસે પરિણીતાએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી હતી.શહેરના મહાદેવ વાડી મેઈન રોડ ઉપર રહેતા મૂળ ઉત્તરપ્રદેશના દંપતી મેરેજ એનિવર્સરીના દિવસે જ પત્નીએ આપઘાત કરતા ખુશીના માહોલમાં માતમમાં છવાઈ ગયો હતો. જો કે, પત્નીના આપઘાત કરવા પાછળનું કારણ હજી સામે આવ્યું નથી. બનાવની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :લીંબડીના મોટા ત્રાડીયા ગામની દિકરીનું ઓલ ઈન્ડિયા યુનિવર્સિટીમાં સિલેક્શન..

લોખંડના કારખાનામાં મજૂરી કરતો ગોવિંદ શાહોની પત્ની ક્રિષ્નાપતિ પતિ કારખાને ગયા બાદ આપઘાત કરી લીધો હતો. ગોવિંદ શાહો અને ક્રિષ્નાપતિના લગ્નને સોમવારે જ એક વર્ષ પૂરું થયું હતું અને ફર્સ્ટ મરેજ એનિવર્સરી હોવાથી પતિએ પત્નીને બહાર ફરવા જવાનું પૂછ્યું હતું. પરંતુ તેણીએ ના પાડી હતી, બાદમાં ગોવિંદ સવારે નોકરીએ ચાલ્યો ગયો હતો અને સાંજે પાછો આવ્યો ત્યારે પત્નીને આપઘાત કરેલી હાલતમાં જોઈને પગ નીચેથી જમીન ખસી ગઈ હતી.

આ પણ વાંચો :કોરોના સામે સાવધ રહો અને ફરજીયાત માસ્ક પહેરોની “ગેટ વેલ સુન”ની અપીલ સાથે કરાયું

અને બન્નેની પ્રથમ મરેજ એનિવર્સરી હોય પતિ ગોવિંદે પત્ની ક્રિષ્નાપતિને બહાર ફરવા જવાનું પૂછ્યું પરંતુ તેણીએ ના પાડી હતી બાદમાં ગીવિંદ સવારે કારખાને નોકરીએ ચાલ્યો ગયો હતો અને સાંજે પાછો આવ્યો ત્યારે પત્નીને ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતી જોવા મળી હતી તેને તાત્કાલિક 108ને જાણ કરી હતી અને 108 એ સ્થળ ઉપર ક્રિષ્નાપતિને મૃત જાહેર કરી હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળતી વિગતો મુજબ મૂળ ઉતરપ્રદેશના ગોવિંદ અને ક્રિષ્નાપતિના લગ્ન થયે એક વર્ષ થયું છે ગોવિંદ છેલ્લા 6 વર્ષથી રાજકોટ રહે છે અને કારખાનામાં મજુરી કામ કરે છે.

આ પણ વાંચો : શું સરકાર 31 ડિસેમ્બરની રાત સુધી ટેક્સટાઇલ સેક્ટરના GST દર 5% રાખવાનો નિર્ણય લેશે?