AHMEDABAD NEWS/ અમદાવાદમાં હવે અથાણામાંથી નીકળી ગરોળી

ખાદ્યપદાર્થોમાંથી અખાદ્ય ચીજવસ્તુઓ મળવાનો સિલસિલો જારી છે. પિત્ઝામાંથી વંદો, આઇસક્રીમમાંથી જીવાત, સીરપની બોટલમાંથી મરેલો ઉંદર, લસ્સીમાંથી મરેલો વંદો શું-શું મળી આવ્યું નથી. હવે તેમા ઉમેરો થતો હોય તેમ અમદાવાદમાં અથાણામાંથી ગરોળી નીકળી છે.

Gujarat
Beginners guide to 33 1 અમદાવાદમાં હવે અથાણામાંથી નીકળી ગરોળી

Ahmedabad News: ખાદ્યપદાર્થોમાંથી અખાદ્ય ચીજવસ્તુઓ મળવાનો સિલસિલો જારી છે. પિત્ઝામાંથી વંદો, આઇસક્રીમમાંથી જીવાત, સીરપની બોટલમાંથી મરેલો ઉંદર, લસ્સીમાંથી મરેલો વંદો શું-શું મળી આવ્યું નથી. હવે તેમા ઉમેરો થતો હોય તેમ અમદાવાદમાં અથાણામાંથી ગરોળી નીકળી છે.

અમદાવાદના જોધપુર વિસ્તારમાં રહેતા રાવલ કુટુંબે થોડા દિવસ પહેલા વેજલપુરમાં આવેલા જૈન ગૃહ ઉદ્યોગમાંથી અથાણું ખરીદ્યું હતું. પરિવાર દરરોજ જમવામાં કાચની બરણીમાંથી થોડું-થોડું અથાણું ખાતો હતો. જોકે ગઈકાલે અચાનક બરણીમાંથી ગરોળી નીકળતા પરિવાર ચોંકી ગયો હતો. ખાસ છે કે અથાણું ખાવાના કારણે છેલ્લા એક મહિનાથી પરિવારના સભ્યોને ઝાડા-ઉલટીની અસર હતી.

Beginners guide to 32 4 અમદાવાદમાં હવે અથાણામાંથી નીકળી ગરોળી

ઘટનાની તપાસ માટે AMCની હેલ્થ વિભાગની ટીમ વેજલપુરના જૈન ગૃહ ઉદ્યોગમાં પહોંચી હતી. જોકે ગૃહ ઉદ્યોગના સંચાલકે પોતાને કોઈ માહિતી ન હોવાનું કહ્યું અને પોતે સાણંદથી માલ ખરીદતા હોવાનું કહીને હાથ અધ્ધર કરી દીધા હતા.

ગુજરાતમાં જેમ-જેમ લોકોનો બહાર ખાવાનો અને બહારની વસ્તુ લેવાનો ચસ્કો વધતો જાય છે તેમ તેમ આ પ્રકારના અખાદ્ય પદાર્થ ફૂડ પેકેટમાંથી પકડાવવાનું પ્રમાણ પણ વધતું જાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: GSTના રૂ. 400 કરોડના બોગસ બિલિંગના કેસમાં ત્રણની ધરપકડ

આ પણ વાંચો: GST: રાજ્યમાં સાત વર્ષમાં પકડાયું એક લાખ કરોડનું બોગસ બિલિંગ

આ પણ વાંચો: મેટ્રોના વિસ્તરણ માટે ગુજરાત સરકારે કેન્દ્રને 25,000 કરોડથી વધુ રકમનો મોકલ્યો પ્લાન

આ પણ વાંચો: GSTના રૂ. 400 કરોડના બોગસ બિલિંગના કેસમાં ત્રણની ધરપકડ