incometax department/ અમદાવાદમાં ઈન્કમટેક્સ વિભાગે ફરી હાથ ધર્યુ સર્ચ ઓપરેશન, બિલ્ડરોને તવાઈ

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. ખાસ કરીને રાજ્યના મોટા શહેરોમાં ઝવેરીઓ, સોફ્ટવેર ડેવલપર અને બિલ્ડરોને ત્યાં દરોડા પાડી અનેક બેનામી વ્યવહારોની તપાસ કરવામાં આવી રહી છે

Top Stories Gujarat
YouTube Thumbnail 15 અમદાવાદમાં ઈન્કમટેક્સ વિભાગે ફરી હાથ ધર્યુ સર્ચ ઓપરેશન, બિલ્ડરોને તવાઈ

અમદાવાદમાં ઈન્કમટેક્ષ વિભાગે સર્ચ આપરેશનનો બીજો રાઉન્ડ શરૂ કર્યો. દિવાળી પહેલા જ IT વિભાગ દ્વારા  શહેરના બિલ્ડરોને ત્યાં દરોડા પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી. આજે શહેરભરમાં અલગ-અલગ 20 જગ્યાએ ITનું સર્ચ ઓપરેશન હાથ ધરતા શહેરના અવિરત ગ્રુપ અને શિપ્રમ ગ્રુપ સહિત 3 ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યા.

IT વિભાગે આજે શરૂ કરેલ સર્ચ ઓપરેશનમાં અમદાવાદના 2 ટોચના બ્રોકર પણ ઇન્કમટેક્સની ઝપેટમાં આવી ગયા છે. અવિરત ગ્રુપ અને શિપ્રમ ગ્રુપના ત્રિકમ પટેલ, અનિલ પટેલના બે ડઝન સ્થળોએ તવાઈ આવી છે. બંનેના પ્રોજેક્ટ સાયન્સ સીટી રોડ સહિત અનેક એરિયામાં છે. તેમજ હાઇકોર્ટ પાસે આવેલ ઓફિસ સહિત અન્ય ઓફિસો પર પણ તપાસ કરવામાં આવશે. આ સાથે બિલ્ડર ગ્રુપ સાથે સંકળાયેલા લોકોની પણ તપાસ થશે. વિભાગે હાથ ધરેલ સર્ચ ઓપરેશનમાં તપાસના અંતે મોટો દલ્લો મળી આવે તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે. આજના સર્ચ ઓપરેશનમાં ITના 150થી પણ વધુ અધિકારીઓનો કાફલો તપાસમાં જોડાયો છે.

શહેરમાં ગત મહિને ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા 20થી વધુ સ્થળોએ દરોડા પાડવમાં આવ્યા. જેમાં કેમિકલ ઉદ્યોગ સાથે સંકળાયેલા બે વેપારીઓને ત્યાં દરોડા પાડી અનેક શંકાસ્પદ દસ્તાવેજો એકઠા કર્યા હતા. તો અગાઉ સ્વાતિ બિલ્ડરગ્રુપ પર દરોડા પાડી  નાણાંકીય વ્યવહારોની તપાસ કરી હતી.  આ દરોડમાં 100થી વધુ અધિકારીઓ સામેલ થયા હતા.

નોંધનીય છે કે ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. ખાસ કરીને રાજ્યના મોટા શહેરોમાં ઝવેરીઓ, સોફ્ટવેર ડેવલપર અને બિલ્ડરોને ત્યાં દરોડા પાડી અનેક બેનામી વ્યવહારોની તપાસ કરવામાં આવી રહી છે. રાજ્યમાં ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા તહેવાર સમયે જ  સર્ચ ઓપરેશન હાથ ધરતા ઉદ્યોગપતિઓ, બિલ્ડરો અને ઝવેલર્સમાં દરોડાને લઈને ચિંતા વ્યાપી છે.


whatsapp ad White Font big size 2 4 અમદાવાદમાં ઈન્કમટેક્સ વિભાગે ફરી હાથ ધર્યુ સર્ચ ઓપરેશન, બિલ્ડરોને તવાઈ


આ પણ વાંચો : Dhanteras/ ધનતેરસ પર ભૂલથી પણ ન ખરીદો આ વસ્તુઓ, નહીંતર કંગાળ થતાં વાર નહીં લાગે

આ પણ વાંચો : Delhi/ છેલ્લા પાંચ વર્ષમાં દિલ્હી સૌથી પ્રદૂષિત શહેર, AQI 400ને પાર!

આ પણ વાંચો : Zika Virus/ બેંગલુરુમાં ‘Zika Virus’નો પહેલો કેસ નોંધાયો, જાણો તેના લક્ષણો અને ઉપાયો