AMC-Penalty/ અમદાવાદમાં હવે ગંદકી કરનારાઓ ચેતી જજોઃ મ્યુનિ.એ સપ્તાહમાં જ વસૂલ્યો જંગી દંડ

અમદાવાદ કોર્પોરેશનને જાહેરમાં ગંદકી કરનારા AMC-Penalty 62 લોકો પાસેથી 1.41 લાખનો દંડ વસૂલ્યો છે. જ્યારે એક જ અઠવાડિયામાં જાહેર રસ્તા પર ગંદકી કરનારા એકમો પાસેથી 14.77 લાખનો દંડ વસૂલ્યો છે.

Top Stories Ahmedabad Gujarat
AMC Penalty અમદાવાદમાં હવે ગંદકી કરનારાઓ ચેતી જજોઃ મ્યુનિ.એ સપ્તાહમાં જ વસૂલ્યો જંગી દંડ

અમદાવાદ કોર્પોરેશનને જાહેરમાં ગંદકી કરનારા AMC-Penalty 62 લોકો પાસેથી 1.41 લાખનો દંડ વસૂલ્યો છે. જ્યારે એક જ અઠવાડિયામાં જાહેર રસ્તા પર ગંદકી કરનારા એકમો પાસેથી 14.77 લાખનો દંડ વસૂલ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા 728 એકમને નોટિસ ફટકારી છે અને 207 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરાયો છે. જાહેર રસ્તા પર મકાનનો કાટમાળ ફેંકનાર સામે પણ દંડની કાર્યવાહી કરવામાં આવી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા AMC-Penalty શહેરમાં સતત પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે ઝુંબેશ ચાલી રહી છે. આ ઝુંબેશ હેઠળ તંત્ર દરરોજ પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ, વેચાણ, સંગ્રહ અને ઉત્પાદન કરતા એકમો સામે આકરાં પગલાં ભરી રહ્યું છે. આ ઉપરાંત જાહેરમાં ગંદકી ફેલાવતા એકમો વિરુદ્ધ સીલિંગ સહિતની કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે શહેરમાં જાહેર રસ્તા પર ગંદકી કરનારાઓ સામે AMCએ લાલ આંખ કરી છે.

મધ્ય ઝોનની વાત કરીએ મધ્ય ઝોનમાં ગંદકી સહિતના AMC-Penalty મામલે 10 દિવસમાં રૂ.1,90,300નો દંડ વસૂલાયો છે. મધ્ય ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા તા.16થી 26 જૂન સુધીના 10 દિવસના સમયગાળામાં જાહેર રોડ પર કચરો ફેંકી ગંદકી કરતા તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિક અને ડસ્ટબિન સહિતના મામલે કસુરવાર એકમો પાસેથી રૂ.1,90,300નો વહીવટી ચાર્જ વસુલાયો હતો. આ ઉપરાંત કુલ 7 એકમોને સીલ કરાયા હતા.

જાહેર માર્ગો પર ગંદકી કરનારા ધંધાકીય એકમો, ચાની કીટલી, AMC-Penalty પાનના ગલ્લા વગેરે સ્થળોએ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા સહિતના મામલે તેમજ ડસ્ટબિન ન રાખતા એકમો સામે સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરાઈ હતી. તા 16થી 26 જૂન સુધીના સમયગાળામાં સત્તાવાળાઓએ કુલ 107 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો હતો.

આ પણ વાંચોઃ Lighterning Strike/ અમદાવાદમાં સૈજપુર બોઘામાં વીજળી પડતા મકાનની છત તૂટી

આ પણ વાંચોઃ Ashes-Warner/ ડેવિડ વોર્નર આ મામલામાં સચિન તેંડુલકરથી આગળ ઓસ્ટ્રેલિયાનો ચોથો ટોપ સ્કોરર છે

આ પણ વાંચોઃ Rahul Gandhi In Manipur/ રાહુલ ગાંધી પહોંચ્યા મણિપુર, પોલીસે એરપોર્ટથી થોડે દૂર કોંગ્રેસના કાફલાને રોક્યા

આ પણ વાંચોઃ New Investments/ સાણંદમાં સ્થપાશે વધુ એક ફેક્ટરીઃ આ કંપની કરશે બે હજાર કરોડનું રોકાણ

આ પણ વાંચોઃ Indigo-Marketcap/ ઈન્ડિગો એક લાખ કરોડના માર્કેટ કેપવાળી ભારતની પ્રથમ એરલાઈન બની