ભણાવો ભણાવો/ “ક” કમળનો “ક”તો બરાબર ઘૂંટ્યો પણ “ક્ષ શિક્ષણનો “ક્ષ”એવું કોઈએ ભણાવ્યું નહિ : ડૉ.ભરત કાનાબાર

ભાજપનેતાએ શિક્ષણ વ્યવસ્થાને નબળી ગણાવી 900 યુનિવર્સીટી અને 40 હજાર કોલેજોના આ દેશમાં શિક્ષણ એક કોમોડિટી બની ચૂક્યું છે.

Gujarat Others Trending
શિક્ષણ

ગુજરાતની અમરેલીમા ભાજપના નેતા ડો.ભરત કાનાબારએ શિક્ષણ વ્યવસ્થાને લઈ ટ્વીટ કર્યું છે ત્યારે તેઓએ આ ટ્વીટમાં કમળ અને શિક્ષણને સરખાવી વિશેષ ટીપ્પણી કરી છે. ભાજપનેતાએ શિક્ષણ વ્યવસ્થાને નબળી ગણાવી 900 યુનિવર્સીટી અને 40 હજાર કોલેજોના આ દેશમાં શિક્ષણ એક કોમોડિટી બની ચૂક્યું છે. જેમાં ખરીદદાર અને વેચનાર બંનેને બેશરમ ગણાવવામાં આવ્યાં હતા અને ત્યારે જ પેપર લીક,પરીક્ષા ચોરી, નકલી ડિગ્રી સર્ટિફિકેટ જેવા વાયરસથી શિક્ષણ વ્યવસ્થાને ત્રસ્ત પણ ગણાવી છે. વર્તમાન શિક્ષણ પ્રણાલી ઉપર અનેક આક્ષેપો લગાવ્યા હતા.


મળતી વિગત અનુસાર અમરેલીના ભાજપના નેતાએ સોશિયલ મીડિયા ટ્વીટર ઉપર એક ટ્વીટ કર્યું છે. જેમાં તેમને લખ્યું છે કે, “ક” કમળનો “ક”તો બરાબર ઘૂંટ્યો પણ “ક્ષ શિક્ષણનો “ક્ષ”એવું કોઈએ ભણાવ્યું નહિ! 900 યુનિવર્સીટી અને 40 હજાર કોલેજોના આ દેશમાં શિક્ષણ એક કોમોડિટી બની ચૂક્યું છે જેના ખરીદદાર અને વેચનાર બંને બેશરમ છે. પેપર લીક,પરીક્ષા ચોરી, નકલી ડિગ્રી સર્ટિફિકેટ જેવા વાયરસથી શિક્ષણ વ્યવસ્થા ત્રસ્ત છે.” આવા લખાણ સાથે એક ઈમેજ શેર કરી હતી. જેમાં કેટલાક યુવાનો કોઈ બિલ્ડીંગ (યુનિવર્સિટી) ઉપર બારીએથી ચડતા જોવા મળે છે.

જુઓ આ પણ: સુરેન્દ્રનગરમાં સગીરાના ફોટા સાથે છેડછાડ કરી અપલોડ કરાતા માથાકૂટ

જુઓ આ પણ: શ્રીનગરમાં NITના 24 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત